સુરત : સુરતના યુગ ખોખરીયાએ નેશનલ ટેસ્ટીંગ એજન્સીની પરીક્ષામાં 705 માર્ક્સ મેળવીને સમગ્ર ગુજરાતમાં ઈડબ્લ્યૂએસ કેટેગેરીમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે. તે સાથે જ સમગ્ર ભારતમાં 8મો રેન્ક મેળવી સુરતનું નામ દેશમાં રોશન કર્યું છે.
નીટ 2023 પરિણામ : નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા દેશની મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લેવાયેલ નીટ મેઈન પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં સુરતનો ખોખરીયા યુગ રમેશભાઈ 705 માર્ક્સ મેળવીને સમગ્ર ગુજરાતમાં ઈડબ્લ્યૂએસ કેટેગેરીમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે. તે સાથે જ સમગ્ર ભારતમાં 8મોં રેન્ક મેળવી સુરતનું નામ દેશમાં રોશન કર્યું છે. તે ઉપરાંત નીલ નીતેશભાઈ લાઠીયાએ 710 માર્ક્સ મેળવી સમગ્ર ભારતમાં જનરલ કેટેગરીમાં 30 મો રેન્ક મેળવી સુરતનું નામ રોશન કર્યું છે.આ બંને વિદ્યાર્થીઓ શહેરના પીપી સવાણી સ્કૂલમાં અભ્યાસ કરે છે.
નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા દેશની મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લેવાયેલ નીટ મેઈન પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં મારું 720માંથી 705 માર્ક્સ આવ્યા છે. આ પરિણામ પાછળ શાળાના સહકાર અને શિક્ષકોનું સમયસરનું માર્ગદર્શન તે સાથે જ રોજનો મારો અભ્યાસ કરવો મન અભ્યાસમાં રાખવું જરૂરી છે. કારણ કે આજની ટેકનોલોજીવાળી દુનિયામાં આપણે ટેકનોલોજીથી દૂર પણ જઈ સકતા નથી. મોબાઈલ, ટીવી, અન્ય વસ્તુઓ તો જો આપણે કાંઈ કરવું હોય તો આ તમામ વસ્તુઓનો વપરાશ ઓછો કરવો જરૂરી છે. પરિવારનો સપોર્ટ મારાં માટે ફળદાયક છે. મારાં પિતા એમ્બ્રોડરી જોબવર્ક કરે છે. મારી મમ્મી ગૃહિણી છે. મારે આગળ જઈને દિલ્હીની એઇમ્સમાંથી એમબીબીએસ કરવું એ મારું સપનું છે...યુગ ખોખરીયા(વિદ્યાર્થી)
નીલ લાઠીયાનો 30મો રેન્ક : રોજના શાળા અને ઘરે એમ કુલ 13 કલાકનો અભ્યાસ કરતો હતો. આ બાબતે નીલ લાઠીયાએ જણાવ્યુંકે, નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા દેશની મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લેવાયેલ નીટ મેઈન પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં મારું 720માંથી 710 માર્ક્સ મેળવી સમગ્ર ભારતમાં જનરલ કેટેગરીમાં 30મો રેન્ક મેળવ્યો છે.આ પરિણામ પાછળ મારી શાળાના સહકાર અને શિક્ષકોનું સમયસરનું માર્ગ દર્શન અને રોજના શાળા ઘરે એમ કુલ 13 કલાકનો અભ્યાસ કરતો હતો. તેનું જ પરિણામ છે. સતત અભ્યાસ કરતું રહેવું જરૂરી છે. પરંતુ ખાલી સમયમાં ગાર્ડન અને મંદિરે જઈને ત્યાં થોડું બેસીને આવી જતો હતો જેથી મારી માઇન્ડ ફ્રેશ થઇ જતું હતું. મારાં પિતા નીતેશભાઈ લાઠીયા જેઓ સર્જન ડોક્ટર છે અને મારી મમ્મી અલ્પા ગૃહિણી છે. મારે આગળ જઈને દિલ્હીની એઇમ્સમાંથી તબીબી અભ્યાસ કરવો છે.
- Bhavnagar News: ભાવનગરની ડો દેવાંશી નેશનલ કક્ષાએ NEET PGમાં 43મો રેન્ક મેળવ્યો
- JEE અને NEETની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર
- EWS અનામત પર 'સુપ્રિમ'ની મહોર, SCમાં મોદી સરકારની મોટી જીત