સુરત : સુરત શહેરના SMC માં કામ કરતો વર્ગ 4 ના કર્મચારીનું ડુમસના દરિયામાં ડૂબી જવાથી મોત થવાની ઘટના સામે આવી છે. મૃતક કર્મચારીનું નામ સાવન જયિં ખલાસી હતું. જે પોતે સારો તરવૈયો પણ હતો. પરંતુ ગઈકાલે અચાનક જ દરિયાના પાણીમાં ગરક થઇ ગયો હતો.તેનો મૃતદેહ મળી આવતાં હાલ તો આ મામલે ડુમસ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
સારો તરવૈયો પણ હતો: મૃતક કર્મચારી સાવન જયિં ખલાસી હતું.જેઓ પોતે સારો તરવૈયો પણ હતો. તે ગઈકાલે સાંજે માછીમારી માટે જાળ નાંખી ચેક કરવા માટે ગયો હતો. અચાનક તે પાણીમાં ગરક થઈ જતા અન્ય માછીમારોની નજર પડી હતી. તેમણે તાત્કાલિક તેની શોધખોળ હાથ ધરી હતી. તે સાથે ફાયરબ્રિગેડ જાણ કરી હતી. ફાયર અને સ્થાનિક માછીમારોએ શોધખોળ હાથ ધરી હતી.
આ ઘટના ગઈકાલ સાંજની છે. જેમાં ફાયર કંટ્રોલને જાણ કરવામાં આવી હતી કે, આ રીતે ઘટના બની છે. જેથી તાત્કાલિક ડુમસના નાકે આવેલ બિચ ઉપર પહોંચ્યાં હતાં. ત્યાં પહેલાથી જ માછીમારો સાવનને શોધી રહ્યા હતાં એટલે અમે પણ તેને શોધવા માટે કામે લાગ્યા હતાં. અંતે દોઢ કલાક બાદ નવાસા ગામમાં જલારામ મંદિરપાછળથી સાવનનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાં 108 એમ્બ્યુલન્સની ટીમ પણ પહોંચી ગઈ હતી. ત્યાં તેઓને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. ત્યાં પોલીસ પણ પહોંચી ગઇ હતી અમે ડેડબોડી પોલીસને સોંપી હતી...મારુતિ સોનવણે (વેસુ ફાયર ઓફિસર)
મૃતદેહ મળી આવ્યો : આખરે કલાકની જહેમત બાદ નવાસા ગામમાં જલારામ મંદિરના પાછળથી સાવનનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ ડુમસ પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો અને સાવનના મૃતદેહનો કબ્જો લઇ સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથધરી હતી. દોઢ કલાક બાદ નવાસા ગામમાં જલારામ મંદિરના પાછળથી સાવનનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ ઘટના ગઈકાલે સાંજે 7:30 વાગ્યેની આસપાસ બની હતી.જેમાં મૃતક સાવન જયિં ખલાસી જેઓ 28 વર્ષના હતા. તેઓ ગઈકાલે સાંજે 5 વાગ્યાંના આરસામાં ડુમસના નાકે આવેલ બિચ ઉપર માછલી પકડવા માટે નાખેલી જાળ જોવા માટે ગયો હતો. ત્યાં તેમની સાથે અન્ય માછીમારો પણ હતા. સાવન ત્યાં જ અચાનક દરિયાના પાણીમાં ખેંચાઈ ગયો હતો. આ જોઈ તેમના સાથેના મિત્રો તેને શોધવા લાગ્યા હતા અંતે મળી ન આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી વેસુ ફાયર વિભાગ ત્યાં પહોંચીને તેઓએ પણ સાવનની શોધખોળ હાથ ધરી હતી... પીયૂષ પટેલ ( ડુમસ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ)
સારો તરવૈયો હતો તો પાણીમાં કઈ રીતે ગરકાવ થઇ શકે : વધુમાં તેમણે જણાવ્યુંકે, અંતે દોઢ કલાક બાદ નવાસા ગામમાં જલારામ મંદિર પાછળથી સાવનનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાં હાજર 108 એમ્બ્યુલન્સની ટીમે સાવને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. હાલ તો મોત કઈ રીતે થયું છે તે માટે સાવનની બોડીને સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી છે. સાવન સુરતમહાનગરપાલિકામાં વર્ગ-4નો કર્મચારી હતો.. તે થોડા દિવસ પહેલા જ કાયમી થયો હતો. તેના પરિવારમાં નાની બહેન છે. માતાપિતાનું પહેલા જ અવસાન થઇ ગયું હતું. મહત્વની વાત એ છે કે, પરિવારે નિવેદનમાં જણાવ્યુંકે છે કે, સાવન પોતે ખુંબ જ સારો તરવૈયો પણ હતો તો તે દરિયાના પાણીમાં કઈ રીતે ગરકાવ થઇ શકે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.
- Bharuch News : ગંધાર નજીક દરિયાકિનારે ભરતી આવતાં એક જ પરિવારના 6 લોકોના મોત
- Mehsana Youth Drown in Canada : સેલ્ફી લેવા જતાં મહેસાણાના બે યુવકો કેનેડાના દરિયામાં ડૂબ્યાં, એકનું મોત, એકને બચાવાયો
- Drowning Deaths in Mandvi Aamli Dam : આમલી ડેમમાં નાવડી પલટી, 2 મૃતદેહ મળ્યાં 5ની શોધખોળ જારી