ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : સુરતમાં સિટી બસે ટક્કર મારતા 18 વર્ષીય યુવકનું મોત, ગભરાઇને બીઆરટીએસમાં ઘૂસવા જતાં અકસ્માત

સુરત શહેરના ઉધના મગદલ્લા રોડ ઉપર ત્રણ સવારીએ જતા મિત્રોને બસે અડફેટે લેતા 18 વર્ષીય યુવકનું મોત થયું હતું. તેની સાથેના બે મિત્રોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. વેસુ પોલીસે સિટી બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Surat News : સુરતમાં સિટી બસે ટક્કર મારતા 18 વર્ષીય યુવકનું મોત, ગભરાઇને બીઆરટીએસમાં ઘૂસવા જતાં અકસ્માત
Surat News : સુરતમાં સિટી બસે ટક્કર મારતા 18 વર્ષીય યુવકનું મોત, ગભરાઇને બીઆરટીએસમાં ઘૂસવા જતાં અકસ્માત

By

Published : Jul 3, 2023, 7:12 PM IST

મૃતકના ભાઇનું નિવેદન

સુરત : સુરત શહેરના ઉધના મગદલ્લા રોડ ઉપર આવેલા બીઆરટીએસ લાઇનમાં જતા જ સિટી બસે ટ્રિપલ સવારીએ જતા મિત્રોને અડફેટે લેતા 18 વર્ષીય યુવકનું મોત થવાની ઘટના સામે આવી છે. ત્યારે તેના બે મિત્રોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. શહેરના માન દરવાજા વિસ્તારમાં આવેલ જૂની ટેનામેન્ટમાં રહેતો 18 વર્ષનો ફરીદ શેખ ગઈકાલે સાંજે પોતાના અન્ય બે મિત્રો જોડે બાઈટ ઉપર ટ્રિપલ સવારીએ ફરવા નીકળ્યો હતો ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી.

આ ઘટનામાં મૃતક ફરીદ યુનુસ શેખ જેઓ 18 વર્ષના હતા તેઓ માન દરવાજા વિસ્તારમાં આવેલ જૂની ટેનામેન્ટમાં રહેતા હતા સાથે તેઓ ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી કામ પણ કરી પરિવારને આર્થિક મદદરૂપ થતા હતા ગઇકાલે તેઓ પોતાના મિત્રો જોડે ફરવા નીકળ્યા હતા ત્યારે તેઓ ઉધના મગદલ્લા રોડ ઉપર ટ્રાફિક પોલીસને જોઈ ગભરાઈ ગયા હતા અને આ લોકો ટ્રીપલ સવારી હતી. જેથી પોલીસ પકડશે ના ડરથી આ લોકોએ બાઈક ત્યાંજ બાજુમાંથી પસાર થતી બીઆરટીએસ લેનમાં બાઈક લઈને જતા રહ્યા હતા ત્યાં જ પાછળથી આવતી સિટી બસે તેઓને ટક્કર મારી. જેથી ત્રણે પડી ગયા હતા અને બસચાલક ફરાર થઇ ગયો હતો. હાલ આ મામલે હજી સુધી બાઈક ચલાવનારના નિવેદન લેવાના બાકી છે. હાલ તો સિટી બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે...સુનીલ વસાવા(વેસુ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ)

બીઆરટીએસ લાઇનમાં ઘૂસતાં અક્સમાત : ત્રણેય મિત્ર ઉધના મગદલ્લા રોડ ઉપર ટ્રાફિક પોલીસને જોઈ પોતાની બાઈક બીઆરટીએસ લાઇનમાં લઇ જતા જ ભરપૂર ઝડપે આવી રહેલી સિટી બસે તેઓને ટક્કર મારી હતી. જેમાં ફરીદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જોકે તેનું ટૂંકી સારવાર બાદ મોડી રાતે મોત નીપજ્યું હતું.અન્ય બે મિત્રોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. હાલ તો આ મામલે વેસુ પોલીસે સિટી બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારાં નાના ભાઈનો ગતરોજ અકસ્માત થયો હતો. તેઓ વેસુ જઈ રહ્યા હતાં અને ત્રણ મિત્રો એક જ બાઈક ઉપર હતાં. ત્યારે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ગેટ ઉપર તેઓ ટ્રાફિક પોલીસને જોઈ જતાં ગભરાઈ ગયા હતાં અને બાઈકને બાજુંમાં જતી બીઆરટીએસ લેનમાં લઇ લીધી અને ત્યાંજ ભરપૂર ઝડપે આવી રહેલી સિટી બસે તેઓને પાછળથી ટક્કર મારતા ત્રણે મિત્રો નીચે પટકાયા હતાં. જેમાં મારાં ભાઈને ખુંબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી. મારાં ભાઈને અહીં એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતાં. અમને કશું ખબર ન હતી. અહીં સારવાર શરૂ થઇ ત્યારબાદ અમને જાણ કરવામાં આવી હતી. રાતે 3 વાગ્યાની આસપાસ ભાઈનું ટૂંકી સારવાર બાદ મોત થઇ ગયું હતું...સુફિયાન(મૃતકનો ભાઇ)

વેસુ પોલીસને જાણ કરવામાં આવી : વેસુ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સુનીલ વસાવા વધુમાં જણાવ્યું હતું કે પાછળથી આવતી સિટી બસે ટક્કર મારી આ બાબતે આ ઘટના ગઈ કાલે સાંજે 6 વાગ્યાની આસપાસ બની હતી. આ મામલે સિવિલ પોલીસ ચોકી દ્વારા વેસુ પોલીસને જાણ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details