ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : સુરતમાં રોગચાળાથી વધુ એકનું મોત નોંધાયું, મહિલાએ ઝેરી મેલેરિયાથી દમ તોડ્યો

સુરતમાં ઝેરી મેલેરિયાથી મહિલાનું મોત નોંધાયું છે. વરસાદ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે તેવામાં સુરતમાં અત્યાર સુધીમાં 9 બાળકો અને એક મહિલાનું મોત નોંધાયા છે. ઝેરી મેલેરિયાથી મોતને ભેટનાર 43 વર્ષીય મહિલા સચીન જીઆઈડીસી વિસ્તારમાં રહેતા હતાં.

Surat News : સુરતમાં રોગચાળાથી વધુ એકનું મોત નોંધાયું, મહિલાએ ઝેરી મેલેરિયાથી દમ તોડ્યો
Surat News : સુરતમાં રોગચાળાથી વધુ એકનું મોત નોંધાયું, મહિલાએ ઝેરી મેલેરિયાથી દમ તોડ્યો

By

Published : Jul 26, 2023, 6:01 PM IST

પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી

સુરત : સુરત શહેરમાં રોગચાળાથી વધુ એક મહિલાની મોત થવાની ઘટના સામે આવી છે. 43 વર્ષીય મહિલાને ઝેરી મેલેરિયા થઇ જતા છેલ્લા બે દિવસથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેમનું આજરોજ વહેલી સવારે મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઇ ગગયો હતો. સુરતમાં ઝાડા ઉલટીના કારણે અત્યાર સુધીમાં 9 બાળકો અને એક મહિલાનું મોત થઇ ચૂક્યું છે.

સુરત સહિત સમગ્ર રાજ્યમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે સુરતમાં પણ રોગચાળોમાં વધારો થયો છે. તેમાં ખાસ કરીને મેલેરિયા, ડેન્ગ્યુ, ગેસ્ટ્રો, ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં મેલેરિયાના કારણે એક મહિલાનું મોત પણ થઇ ગયું છે. હાલ તે મહિલાની પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે. જો મહિલાને મેલેરિયામાં જે સારવાર આપવામાં આવતી હતી ત્યારે મહિલાને આઇસીયુમાં રાખવામાં આવ્યું હતું. એટલે કે તેમના દિમાગ ઉપર મેલેરિયાની અસર થઇ ગઇ તેમ કહી શકાય છે... ડો.ગણેશ ગોવેકરે (સુપરિન્ટેન્ડેન્ટ, સુરત નવી સિવિલ હોસ્પિટલ)

રોગચાળો વકર્યો : સુરત સહિત સમગ્ર રાજ્યમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે રોગચાળોમાં પણ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં દિન પ્રતિદિન ઝાડા ઉલટી મેલેરિયા, ડેન્ગ્યુ, ગેસ્ટ્રોના કેસો વધી રહ્યા છે. ત્યારે સુરતમાં ઝાડા ઉલટીના કારણે અત્યાર સુધીમાં 9 બાળકો અને એક મહિલાનું મોત થઇ ચૂક્યું છે. ત્યારે આજે એક 43 વર્ષીય મહિલાનું ઝેરી મેલેરિયાના કારણે મોત થવાની ઘટના સામે આવી છે.

મહિલા આઈસીયુમાં દાખલ હતી :મૃતક મહિલાની તબિયત વધુ ખરાબ થવાના કારણે આઈસીયુમાં દાખલ કરવાની ફરજ પડી હતી. શહેરના સચિન જીઆઇડીસીમાં વિસ્તારમાં આવેલ પ્રજ્ઞા સોસાયટીમાં રહેતા નિર્મલા વાસુરે જેઓને ગત રવિવારના રોજ તબિયત લથડતાં તેઓને નવી સિવિલ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં. અહીં તેમના તમામ રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં તેમને ઝેરી મલેરિયા છે તેવું જણાતા દાખલ કરવામાં આવ્યા હતાં. પરંતુ તબિયત વધુ ખરાબ થવાના કારણે તેમને આઈસીયુમાં દાખલ કરવાની ફરજ પડી હતી. જ્યાં તેમનું આજરોજ વહેલી સવારે મોત નીપજ્યું હતું. મોત તથા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

  1. Vadodara News: ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળાના દર્દીઓ વધ્યા, લોકોને સાવચેતી રાખવા આરોગ્ય વિભાગની અપીલ
  2. Surat News : ચોમાસાની સીઝન શરૂ થતા જ સુરતમાં લોકોના આખોમાં કન્ઝેક્ટિવાઇટિસનું પ્રમાણ વધું જોવા મળ્યું
  3. Surat News : સુરતમાં પાણીજન્ય રોગચાળો વધ્યો, સુરત મનપાએ લીધું એક્શન

ABOUT THE AUTHOR

...view details