ગુજરાત

gujarat

ETV Bharat / state

આઈઆઈટીયન ગુજરાતી યુવક દ્વારા VR AR AI ટેકનોલોજી સાથે ગુજરાતી વિદ્યાર્થીઓ માટે શિક્ષણ આપતી ફ્રી વેબસાઇટ શરૂ કરાઇ - મેલ્ઝો ફ્રી વેબસાઇટ

જ્ઞાનદીપનો પ્રકાશ પોતાને જ નથી અજવાળતો અન્યોને પણ પ્રકાશિત કરે છે તેવી ઉક્તિને સાર્થક કરી રહ્યો છે સુરતનો હાર્દિક દેસાઇ નામનો યુવાન. પોતે આઈઆઈટી ગૌહાટી પાસ છે ત્યારે તેણે એવી વેબસાઇટ બનાવી છે જેમાં વિદ્યાર્થીઓ અત્યાધુનિક વીઆર, એઆર અને એઆઈ જેવું અત્યાધુનિક ટેકનોલોજીસભર શિક્ષણ ફ્રીમાં મેળવી શકશે.

આઈઆઈટીયન ગુજરાતી યુવક દ્વારા VR AR AI ટેકનોલોજી સાથે ગુજરાતી વિદ્યાર્થીઓ માટે શિક્ષણ આપતી ફ્રી વેબસાઇટ શરૂ કરાઇ
આઈઆઈટીયન ગુજરાતી યુવક દ્વારા VR AR AI ટેકનોલોજી સાથે ગુજરાતી વિદ્યાર્થીઓ માટે શિક્ષણ આપતી ફ્રી વેબસાઇટ શરૂ કરાઇ

By

Published : May 13, 2023, 4:52 PM IST

ટેકનોલોજીસભર શિક્ષણ ફ્રીમાં

સુરત : ગુજરાતમાં સૌપ્રથમવાર એક ગુજરાતી દ્વારા ગુજરાતી બાળકો માટે અત્યાધુનિક વીઆર, એઆર અને એઆઈ ટેકનોલોજી સાથે શિક્ષણ આપતી ફ્રી વેબસાઇટ શરૂ કરાઇ છે. હાર્દિક દેસાઈ આઇઆઈટી પાસ આઉંટ છે અને તેઓ ગુજરાતમાં રહેતા ખાસ એવા બાળકો માટે આ વેબસાઈટ તૈયાર કરી છે કે જેઓ આર્થિક રીતે પછાત છે અને ટ્યુશન મેળવી શકતા નથી. હાર્દિક દેસાઈના આ વેબસાઇટ થકી વિદ્યાર્થીઓ AR,VR અને AI જેવી અત્યાધુનિક ટેકનોલોજીસભર શિક્ષણ મેળવી શકશે.

આર્થિક નબળાં પરિવારના બાળકોને ઉપયોગી : હિન્દી અને અંગ્રેજી ભાષામાં ટેક્નોલોજી શિક્ષણના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, પણ ગુજરાતી ભાષામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિકલ્પોની ખૂબ ઉણપ વર્તાય છે. ખાસ કરીને આવા વિદ્યાર્થીઓ કે જેમના માતાપિતા આર્થિક રીતે સક્ષમ નથી અને બાળકોને ટ્યુશન કે કોઈ ક્લાસ મોકલી શકતા નથી આવા વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારે શિક્ષણ મેળવવામાં પાછળ ન રહી જાય આ માટે સુરતના હાર્દિક દેસાઈએ ખાસ વેબસાઈટ તૈયાર કરી છે.

  1. સામાજિક સશક્તિકરણ માટે જવાબદારીપૂર્ણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
  2. ટેક કંપનીઓએ ખાતરી કરવી જોઈએ કે એઆઈ ઉત્પાદનો સલામત છે: બાઈડન
  3. જમાવટ..! બાઈક ચોરાઈ નહીં એ માટે તૈયાર કરી ટેકનોલોજી, ફુલ્લી ઓટોમેટિક

પુરસ્કાર વિજેતા છે હાર્દિક :આ વેબસાઇટના સ્થાપક હાર્દિક દેસાઇ પોતે આઈઆઈટી ગુવાહાટીથી સ્નાતક થયા છે અને છેલ્લા સાત વર્ષથી શૈક્ષણિક સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. રાષ્ટ્રકક્ષા અને રાજ્યકક્ષાએ અનેક પુરસ્કાર વિજેતા સ્ટાર્ટ-અપ મેલ્ઝો દ્વારા Melzo.com વેબસાઇટ શરૂ કરવામાં આવી છે.તેમનું માનવું છે કે શિક્ષણમાંજ અસમાનતા ન પ્રવર્તવી જોઈએ.

આ વેબસાઇટ દરેક વપરાશકર્તાને બેઝિક વપરાશ માટે નિ:શુલ્ક ઉપલબ્ધ છે.જેથી દરેક વિદ્યાર્થી અભ્યાસના જટિલ ખ્યાલોને અત્યંત સરળતાથી સમજી શકશે. શિક્ષણ એ સામાજિક અને આર્થિક અસમાનતા દૂર કરવાનું એક ખૂબ જ ઉત્કૃષ્ટ સાધન હોવાથી શિક્ષણમાં જ અસમાનતા ન પ્રવર્તવી જોઈએ એ વિચારધારા સાથે ખાસ કરીને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે આ વેબસાઇટની શરૂઆત કરવામાં આવી છે...હાર્દિક દેસાઈ (વેબસાઈટ ડેવલપર)

ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી શકશે : અત્યારે આ વેબસાઇટ ગુજરાત બોર્ડ ગુજરાતી માધ્યમના અભ્યાસક્રમને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલ છે. મેલ્ઝોના સ્થાપક હાર્દિક દેસાઇનું દ્રઢપણે માનવું છે કે આ વેબસાઇટનો ઉપયોગ કરવાથી કોઈપણ વિદ્યાર્થીને ટ્યૂશનની જરૂરિયાત રહેશે નહીં અને બોર્ડની તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ સિદ્ધિનું સ્તર હાંસલ કરી શકશે. તેમ જ બાળકો ઘેરબેઠા શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકશે. ધોરણ 1 થી લઈને 12 સુધી તમામ વિષયના પાઠ્યક્રમ આ વેબસાઈટ પર બાળકોને મળી રહેશે.

આ વેબસાઈટની વિશેષતા : આ વેબસાઇટમાં અભ્યાસલક્ષી 2000+ વિડિઓસ (English & Gujarati) ની સાથે સાથે તેને સંલગ્ન 1600 પ્લસ 3D મોડેલ્સ (English & Gujarati), 475થી વધુ ઇન્ટરેક્ટિવ નક્શાઓ, 1.5 લાખથી પણ વધારે પ્રશ્નોનું પ્રશ્નભંડોળ, 500થી વધુ પ્રકરણ સારાંશ(English & Gujarati), 7 વ્યાકરણની રમતો અને પરીક્ષા માટે અસંખ્ય પ્રેક્ટિસ પેપર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીને દરેક વિષયની એક સંકલિત સમજ મેળવવામાં મદદગાર સાબિત થશે.

ABOUT THE AUTHOR

...view details