ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : રામ મંદિર, શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની છબીઓ 400 વર્ષ સુધી અસ્તિત્વમાં રહેશે, બની કઇ રીતે જાણો - Ayodhya Ram Mandir

દેશભરમાં અયોધ્યા રામ મંદિરને પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અનેરો ઉત્સાહ છે. પોતપોતાની રીતે લોકો આ મહોત્સવમાં જોડાવા માંગે છે. ત્યારે સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ફાઈન આર્ટસના વિદ્યાર્થીઓએ આવી કૃતિ તૈયાર કરી છે, જે જોઈ રામભક્તો ચોક્કસથી ' વાહ ' કહી ઉઠશે.

Surat News : રામ મંદિર, શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની છબીઓ 400 વર્ષ સુધી અસ્તિત્વમાં રહેશે, બની કઇ રીતે જાણો
Surat News : રામ મંદિર, શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની છબીઓ 400 વર્ષ સુધી અસ્તિત્વમાં રહેશે, બની કઇ રીતે જાણો

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2024, 5:53 PM IST

રામભક્તો ચોક્કસથી ' વાહ ' કહી ઉઠશે

સુરત : અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લઈ સમગ્ર દેશમાં જોર શોરમાં તૈયારીઓ ચાલી રહી છે. દેશભરના રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે ત્યારે સુરતમાં પણ આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ફાઈન આર્ટસના વિદ્યાર્થીઓએ કાપડ અને વણાટ કાર્યથી સુંદર ટ્રેપેસ્ટ્રી તૈયાર કરી છે. જેમાં ભવ્ય રામ મંદિર ભગવાન શ્રીરામ સીતા લક્ષ્મણ અને હનુમાનજીની છબી જોવા મળશે. અગત્યની વાત છે કે આ આર્ટ કાપડથી તૈયાર કરવામાં આવ્યું છે અને રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ કૃતિ વિદ્યાર્થીઓ રામ જન્મભૂમિ ટ્રસ્ટને આપશે.

આ રીતે બનાવી : આ કૃતિ જોઈને લાગશે કે આ કોઈ પોસ્ટર કે પેન્ટિંગ હશે પણ આ આખી કલાકૃતિ કાપડમાંથી તૈયાર કરવામાં આવી છે. સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ છે અને સુરત કઈ રીતે પોતાનો ઉત્સાહ જણાવે આ ઉદ્દેશથી કાપડમાંથી આ કૃતિ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે. માદરપાટ પર વિવિધ રંગના કાપડને પેસ્ટ કરીને ખુબ જ સુંદર સંયોજન દ્વારા ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણજી તેમજ હનુમાન ભગવાનની છબી તૈયાર કરવામાં આવી છે.

40 વિદ્યાર્થીઓએે 15 દિવસથી મહેનત કરી :ફાઈન આર્ટ્સ ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ મેહુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતમા પહેલી વાર વીર નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા આ યુનિક આર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. 22 બાય 24 ફૂટમાં તૈયાર કરાયેલ આ વિશાળ અને સુંદર ટ્રેપેસ્ટ્રી બનાવવા 40 વિદ્યાર્થીઓને 15 દિવસથી મહેનત કરી છે. રોજ આઠ કલાક સુધી મહેનત કરનારા આ વિદ્યાર્થીઓ પણ ટ્રેપેસ્ટ્રી બન્યા બાદ ખૂબ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. આ આર્ટ ખાસ છે આ માટે અમે પેટન્ટ પણ કરાવવા જઈ રહ્યા છે અને પીએમઓમાં પણ વાત કરી છે. જેથી આ આર્ટ અયોધ્યા મોકલવામાં આવશે. લોંગ લાસ્ટિંગ ફેબ્રિક વાપરવામાં આવ્યા છે જેથી 400 થી 500 વર્ષ સુધી આ કૃતિ લોકોને જોવા મળે. આ માટે અમે કેમિકલ ડિપાર્ટમેન્ટના લોકો સાથે પણ વાત કરી છે તેઓ મદદ કરશે.

5 કિલો ફેવિકોલનો ઉપયોગ કરવામાં આવ્યો : વિદ્યાર્થિની કેસરે જણાવ્યું હતું કે નાનપણથી અમે રામાયણ જોતા હતા અને આજે જ્યારે રામ મંદિરની દેશમાં ઉત્સાહ છે ત્યારે અમે પોતાની રીતે આ ક્ષણમાં જોડાવા માટે આ કૃતિ તૈયાર કરી છે. આ સંપૂર્ણ કૃતિ તૈયાર કરવામાં મા કોટન, સાટીન, મિક્સ સિલ્ક, વેલવેટ, કાપડ અને 5 કિલો ફેવિકોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચિત્રોમાં જે જ્વેલરી દેખાય છે એ પણ સંપૂર્ણપણે ઉન અને વેલ્વેટ કાપડમાંથી જ તૈયાર કરવામાં આવી છે.

સંપૂર્ણ રીતે કાપડમાં તૈયાર કરવામાં આવી : અન્ય વિદ્યાર્થિની હિતિશા નાકરાણીએ જણાવ્યું હતું કે, કાપડમાંથી રંગોળી બનાવવાનો કોન્સેપ્ટ ખૂબ જ અનોખો છે. આ રંગોળી બનાવવા પહેલા બે બે વિદ્યાર્થીઓની ટીમ પાડીને તેઓએ સૌપ્રથમ પેઇન્ટિંગ બનાવી અને આ બધામાંથી કોઈ એક સારી પેઇન્ટિંગ પસંદ કરી તેના ઉપરથી આ રંગોળી બનાવી છે. સંપૂર્ણ રીતે કાપડમાં તૈયાર કરવામાં આવી છે. જેમાં રંગ ઉપયોગમાં લેવાયો નથી અને નાનપણમાં જે રામાયણ અમે જોયા હતા. તેને આ આર્ટમાં બતાવવા માટે અમે તત્પર રહ્યા હતાં.

  1. પીએમ મોદીને આવકારવા સુરતના વિદ્યાર્થીઓએ 29 રાજ્યોના કાપડમાંથી ફૂલ બનાવી બુકે તૈયાર કરાવ્યો
  2. Anti Radiation Fabric : સુરતમાં તૈયાર સ્માર્ટ ફેબ્રિક લોકોને રેડિયેશનથી સુરક્ષિત રાખશે, જાણો ખાસિયત

ABOUT THE AUTHOR

...view details