ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : પીએચડી પ્રવેશ પરીક્ષા પ્રશ્નપત્રમાં ભૂલોનો વિવાદ, માર્ક આપી દેવા વીએનએસજીયુ સિન્ડીકેટનો નિર્ણય - પ્રશ્નપત્રમાં ભૂલો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી પ્રવેશ પરીક્ષાના પ્રશ્નપત્રકમાં 17 સવાલો ખોટા છપાયા હતાં. જે ભૂલનો સ્વીકાર કરવામાં આવ્યો છે. વીએનએસજીયુ સિન્ડીકેટનો નિર્ણય સામે આવ્યો છે કે વિદ્યાર્થીઓને તે 17 સવાલના પૂરેપૂરા માર્ક આપી દેવાશે.

Surat News : પીએચડી પ્રવેશ પરીક્ષા પ્રશ્નપત્રમાં ભૂલોનો વિવાદ, માર્ક આપી દેવા વીએનએસજીયુ સિન્ડીકેટનો નિર્ણય
Surat News : પીએચડી પ્રવેશ પરીક્ષા પ્રશ્નપત્રમાં ભૂલોનો વિવાદ, માર્ક આપી દેવા વીએનએસજીયુ સિન્ડીકેટનો નિર્ણય

By

Published : Apr 4, 2023, 4:48 PM IST

સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી પ્રવેશ પરીક્ષાના પ્રશ્નપત્રકમાં 17 સવાલો ખોટા છાપવાના કારણે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને તે 17 સવાલના માર્ક્સ પુરેપુરા આપવામાં આવશે તેવો નિર્ણય આજે યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં લેવામાં આવ્યો છે. આ પ્રવેશ પરીક્ષાના પોલિટિકલ સાયન્સના વિષયમાં કુલ 17 જેટલાં પ્રશ્ર ખોટા છપાયા હતાં જેને લઇને આ નિર્ણય સામે આવ્યો છે.

ત્રણ સભ્યોની તપાસ કમિટી: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં 2022માં લેવાયેલી પીએચડી પ્રવેશ પરીક્ષાના પોલિટિકલ સાયન્સના વિષયમાં કુલ 17 જેટલાં પ્રશ્રો ખોટા હતા. જેની ફરિયાદ વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીમાં કરવામાં આવી હતી. આ અંગેની તપાસ માટે સભ્ય કનુ ભરવાડ, કિરણ ઘોઘારી અને અર્પિત દેસાઇની એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીને આ ગંભીર બાબતે તપાસ કરીને વહેલી તકે રિપોર્ટ રજૂ કરવા માટે જણાવ્યું છે.

જવાબદારો સામે કડક કાર્યવાહી : જ્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સિન્ડિકેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કેકુલ 17 જેટલાં પ્રશ્રના 34 જેટલાં માર્ક્સ હતા. તે 34 જેટલાં માર્ક્સ તે વિદ્યાર્થીઓને આપવામાં આવશે. તેવો નિર્ણય યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં લેવામાં આવ્યો છે. આ રિપોર્ટના આધારે યુનિવર્સિટી જવાબદારો સામે કડક કાર્યવાહી પણ કરશે.

આ પણ વાંચો Veer Narmad University Fees: વિદ્યાર્થીઓ અને વાલીઓને પડતાં પર પાટું, વીર નર્મદ યુનિવર્સિટીએ ફીમાં કર્યો વધારો

અવારનવાર પેપરોના છાપકામમાં ભૂલ : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અવરનવર પરીક્ષાઓના પ્રશ્ન પેપરમાં ઘણી બધી ભૂલો આવતી રહે છે. જેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવે છે અને આ ફરિયાદના આધારે તપાસ કમિટી બનાવવામાં આવે છે. ત્યારબાદ તપાસ કમિટી તપાસ કર્યા બાદ તેનો રિપોર્ટ સિન્ડિકેટની બેઠકમાં અથવા તો કુલપતિ સમક્ષ કરતી હોય છે. પરંતુ આ મામલે તો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા યુનિવર્સિટીની છબી સુધારવાના પ્રયાસો કરાઇ રહ્યા છે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.

34 માર્ક અપાશે : પીએચડી પ્રવેશ પરીક્ષાના વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રની ભૂલના કારણે 34 જેટલાં માર્ક્સનું નુકસાન થતું હતું ત્યારે આજના નિર્ણયને પગેલ તે માર્ક્સ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. આ બાબતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં 2022માં લેવામાં આવેલી Ph.D ની પ્રવેશ પરીક્ષાના પોલિટિકલ સાયન્સ વિષયમાં ચાર વિદ્યાર્થીઓની બેઠક હતી અને આ વિદ્યાર્થીઓએ પ્રશ્નનપત્રમાં ભૂલને લઈને યુનિવર્સિટીમાં ફરિયાદ કરી હતી અને ત્યારબાદ આ મામલે તપાસ કમિટી બનાવામાં આવી હતી. જે કમિટી સિન્ડિકેટની બેઠકમાં ઉભી કરવામાં આવી હતી.

આ પણ વાંચો Surat News : VNSGUની પરીક્ષાઓમાં હવે જો કોઈ ભૂલ આવી તો અધ્યાપકને 500થી લઈ 50 હજારનો દંડ

જવાબદારને સજા અંગે રિપોર્ટ થશે: આ તપાસ દરમિયાન પ્રશ્ન પત્રોમાં કુલ 17 જેટલા પ્રશ્નો ખોટા નીકળ્યાં હતા. તો એક પ્રશ્ન બે ગુણનો હોય છે એટલે કુલ 34 ગુણ વિદ્યાર્થીઓને આપવામાં આવશે તેવો સિન્ડિકેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રશ્નપત્રમાં જે પ્રકારે ભૂલો કરવામાં આવી છે તેની માટે સિન્ડિકેટની બેઠકમાં જ એક અલગથી તપાસ કમિટી બનાવામાં આવી છે જેથી ફરી પછી આ પ્રકારે ભૂલો થશે નહીં. જો ભૂલો આવશે તો કેટલી સજા કરવી તેનો રિપોર્ટ આગામી સિન્ડિકેટની બેઠકમાં રજૂ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details