ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : સુરત મેટ્રો રેલ જમીનની અંદર કાપોદ્રાથી ચોક બજાર સુધી બે લાઈનમાં કામગીરી - કાપોદ્રાથી ચોક બજાર સુધી બે લાઈન

સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલમાં જમીનની અંદર કાપોદ્રાથી ચોક બજાર સુધી બે લાઈનમાં મેટ્રો રેલ લાઇનની ટનલ બનાવવામાં આવી રહી છે. આ કામ ડીસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

Surat News : સુરત મેટ્રો રેલ જમીનની અંદર કાપોદ્રાથી ચોક બજાર સુધી બે લાઈનમાં કામગીરી
Surat News : સુરત મેટ્રો રેલ જમીનની અંદર કાપોદ્રાથી ચોક બજાર સુધી બે લાઈનમાં કામગીરી

By

Published : Jun 6, 2023, 9:11 PM IST

આ કામ ડીસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા

સુરત : સુરતની આગવી ઓળખ મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહેલી દેખાઇ રહી છે. ત્યારે કાપોદ્રાથી ચોક બજાર સુધી જમીનની અંદર બે લાઈનમાં મેટ્રો રેલ ટનલ બનાવવામાં આવી રહી છે. જેનું કામ 2024 સુધી પૂર્ણ થઈ જશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રાલયે બે કોરિડોર ધરાવતા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1 માટે મંજૂરી આપી છે.

ફેઝ-1 માટે મંજૂરી : ભારત સરકાર દ્વારા 9મી માર્ચ 2019ના રોજ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના સુધારેલા ડીપીઆરને મંજૂરી આપવામાં આવી હતી. ભારત સરકારના આવાસ અને શહેરી મંત્રાલયે બે કોરિડોર ધરાવતા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1 માટે મંજૂરી આપી છે. જેમાં પહેલું સરથાણાથી ડ્રીમ સિટી અને બીજું ભેસાણથી સારોલી 6ઠ્ઠી જૂન 2019ના રોજ કુલ અંદાજે પૂર્ણ પ્રોજેક્ટ ખર્ચ સાથે 12.020 કરોડ રૂપિયાનો થવાનો છે.

અમારા દ્વારા જે અંડરગ્રાઉન્ડ કામ ચાલી રહ્યું છે તે ટનલ કાપોદ્રાથી શરૂ થઇને ચોક બજાર સુધી જઈ રહી છે. સાડા છ કિલોમીટરનું કામ મારાં અંડરમાં થઇ રહ્યું છે. અમારી સામે તમે જોઈ રહ્યાં છો તે ડોમ લાઇન છે જે ઓટોમેટિક મશીન છે જેને ટર્નલ ડાઇ મશીન કહેવામાં આવે છે.જે ના દ્વારા આ કામ થઇ રહ્યું છે. રોજના 8 થી 10 મીટરનું ટનલ વર્ક કરવામાં આવી રહ્યું છે. ટનલનું કામ ડિસેમ્બર સુધી પૂર્ણ થઈ જશે. પરંતુ ત્યારબાદ પણ વાયરીંગથી લઈને અન્ય બીજા કામો પૂર્ણ કરવામાં અમને ડિસેમ્બર 2024નો સમય લાગી શકે છે પણ ત્યાં સુધી આ કાર્ય પૂર્ણ થઈ જશે. કર્નલ યોગેન્દ્રસિંહ ચૌહાણ ( મેટ્રો સાઈટના મેનેજર )

બે કોરિડોરમાં 40.35 કિલોમીટરનો વિસ્તાર : સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે જમીનથી 18 મીટર નીચેથી મેટ્રોની બે લાઈનની ટનલ નાંખવાની કામગીરી ચાલી રહી છે. આ લાઇન સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગને જોડે છે. કાપોદ્રાથી ચોક બજાર સુધી એમ કુલ 10 કિલોમીટરની ટનલ જમીનની અંદર બનાવવામાં આવી રહી છે. જેમાં હાલ દોઢ કિલોમીટર સુધીનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.આગામી 2024 ડિસેમ્બર સુધી આ કાર્ય પૂર્ણ થઈ જશે. અને ત્યારબાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલવેનું ઉદઘાટન કરવામાં આવશે.

રોજના 8 થી 10 મીટર બને છે : તો બીજીબાજુ ખજોદથી ચોકબજાર સુધી અપલાઈનની કામગીરી પણ પૂરઝડપે ચાલી રહી છે. રોજના 8 થી 10 મીટર ટનલ બનાવવામાં આવે છે.અને ટનલનું કામ ડિસેમ્બર સુધી પૂર્ણ થઈ જશે. આ મેટ્રોની લાઇનમાં બે લાઈન હોય છે. જેમાં અપલાઈન અને અન્ડરલાઈન હોય છે.

  1. Surat News : 400 વર્ષ જુના અતિ દુર્લભ ગણાતા વૃક્ષને બચાવવાની બૂમ ઉઠી, મેટ્રોના નામે બલિ ચડી જશે?
  2. Surat metro station: સુરત મેટ્રોની કામગીરીમાં બેદરકારીના પગલે કિશોર કચડી મરાયો
  3. સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ : દુકાનદારોને ખબર જ નથી કે તેમની દુકાનો સંપાદિત કરાશે

ABOUT THE AUTHOR

...view details