ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : દેશનું સૌથી મોટું અને અદ્યતન ઇન્ટીગ્રેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, કઈ રીતે આપે છે રિસ્પોન્સ જાણો - સુરત મહાનગરપાલિકા

સુરત મહાનગરપાલિકા પાસે એવી સિસ્ટમ છે જેના થકી અનેક ફરિયાદોનો ઇમર્જન્સી રિસ્પોન્સ કરી નિકાલ લાવી શકાયો છે. ઉપરાંત 24 કલાક શહેરના ખૂણેખૂણામાં તંત્રની નજર પણ રહી શકે છે. જાણીએ સુરત ઇન્ટીગ્રેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર વિશે.

Surat News : દેશનું સૌથી મોટું અને અદ્યતન ઇન્ટીગ્રેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, કઈ રીતે આપે છે રિસ્પોન્સ જાણો
Surat News : દેશનું સૌથી મોટું અને અદ્યતન ઇન્ટીગ્રેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, કઈ રીતે આપે છે રિસ્પોન્સ જાણો

By

Published : Mar 28, 2023, 6:18 PM IST

24 કલાક શહેરમાં નજર

સુરત : સુરત મહાનગરપાલિકા હાઈ ટેક સિસ્ટમ થકી હાલ સુરત શહેરને સ્વચ્છ રાખવા તેમજ ઇમર્જન્સી રિસ્પોન્સ કરી રહી છે. આ સિસ્ટમ થકી પાલિકા ફરિયાદોનો નિકાલ પણ કરી રહી છે. હાઇટેક સિસ્ટમ માટે સુરત મહાનગરપાલિકાએ અદ્યતન ઇન્ટીગ્રેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ કર્યું છે. જેમાં 2600 કેમેરા થકી શહેરમાં શહેરના દરેક ખૂણામાં નજર રાખવામાં આવી રહી છે. આ સિસ્ટમ થકી 8000 જેટલી ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે.

ઇન્ટીગ્રેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર : સુરત મહાનગરપાલિકા અદ્યતન ઇન્ટીગ્રેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના માધ્યમથી 24 કલાક શહેરમાં નજર રાખી રહી છે. ઉધના મગદલ્લા રોડ ખાતે 100 કરોડના ખર્ચે ઇન્ટીગ્રેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. દેશનું આ સૌથી મોટું અને અધ્યતના સેન્ટર છે જેમાં 1000 સ્ક્વેર ફીટની બે વિડીયો વોલ લગાડવામાં આવ્યા છે. જેમાં દોઢસોથી વધુ કર્મચારીઓ કાર્યરત છે અને 24 કલાક શહેરમાં નજર રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં કોરોના સંક્રમણના કેસોની વિગત અને તેની મોનિટરિંગ માટે પણ અહીં કર્મચારીઓ કાર્યરત રહે છે.

આ પણ વાંચો H3N2 Surat: સુરતમાં H3N2 પર બાજ નજર રાખવા ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર શરૂ

ફરિયાદોનો નિકાલ : શહેરમાં ગંદકી સહિત અન્ય ફરિયાદોનું નિરાકરણ આ સેન્ટરના માધ્યમથી કરવામાં આવે છે. કોઈપણ ફરિયાદના નિરાકરણ માટે અહીંથી ઝોનમાં નિર્દેશ મોકલવામાં આવે છે. આજ દિન સુધી 8000 જેટલી ફરિયાદોનો નિકાલ કરાયો છે. ખાસ કરીને આ સેન્ટરમાં 7000 જેટલા એવા પોઇન્ટ પર નજર રાખવામાં આવી રહી છે જેને પાલિકાએ ન્યુસન્સ ગણ્યા છે. જ્યાં લોકો ગંદકી કરતા હોય છે અથવા જાહેરમાં થૂંકતા હોય છે આવા પોઇન્ટ પર સીસીટીવી કેમેરાની બાજ નજર હોય છે.

150થી પણ વધુ કર્મચારીઓ કાર્યરત :નાયબ આરોગ્ય અધિકારી રિતિકા પટેલે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા ઇન્ટીગ્રિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરનું મુખ્ય ઉદ્દેશ સુરત શહેરમાં આવનાર તમામ વિસ્તારની એક્ટિવિટીનું એક જ જગ્યાએ મોનેટરીન અને કંટ્રોલ થઈ શકે સાથે તમામ મેનેજમેન્ટ થઈ શકે. આ સેન્ટરમાં હાલ 150થી પણ વધુ કર્મચારીઓ કાર્યરત છે.

આ પણ વાંચો Surat News : રીન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન માટે પાલિકાની તમામ મિલકત પર સોલાર પેનલ આવશે લગાવવામાં

2600થી વધારે સીસીટીવી :તેઓએ જણાવ્યું હતું કે હાલ શહેરમાં 2600 થી પણ વધારે સીસીટીવી અંતર્ગત તમામ એક્સપોર્ટ ટીમ કાર્યરત છે તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવે છે. ગંદકીની ફરિયાદ કરવામાં આવે તો એનું તરત જ નિકાલ કરવામાં આવે છે. કોવિડ માટેના ઇમર્જન્સી કોવિડ કંટ્રોલરૂમ કાર્યરત છે જેથી મોનિટરિંગ અને ડેટા એનાલિસિસ કરી શકાય. આજદિન સુધી 8000 જેટલી ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details