ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : સુરતની નવી જિલ્લા પંચાયતની કચેરી ખુલ્લી મૂકાઇ, વોટર હાર્વેસ્ટિંગ સોલાર પેનલ વગેરે સુવિધાઓના કારણે છે ગ્રીન બિલ્ડીંગ - જિલ્લા પંચાયત

વેસુમાં સુરત જિલ્લા પંચાયતનું અત્યાધુનિક ગ્રીન બિલ્ડિંગ ખુલ્લું મૂકાયું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગ્રીન બિલ્ડીંગનું લોકાર્પણ થયું હતું. અહીં કેવી સુવિધાઓ લોકોને જોવા મળશે તે જાણીએ.

Surat News : સુરતની નવી જિલ્લા પંચાયતની કચેરી ખુલ્લી મૂકાઇ, વોટર હાર્વેસ્ટિંગ સોલાર પેનલ વગેરે સુવિધાઓના કારણે છે ગ્રીન બિલ્ડીંગ
Surat News : સુરતની નવી જિલ્લા પંચાયતની કચેરી ખુલ્લી મૂકાઇ, વોટર હાર્વેસ્ટિંગ સોલાર પેનલ વગેરે સુવિધાઓના કારણે છે ગ્રીન બિલ્ડીંગ

By ETV Bharat Gujarati Team

Published : Aug 31, 2023, 9:46 PM IST

નવી જિલ્લા પંચાયતની કચેરી

સુરત : શહેરના વેસુ વિસ્તારમાં જિલ્લા પંચાયતના અત્યાધુનિક ગ્રીન બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ગ્રીન બિલ્ડીંગનું લોકાર્પણ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. રૂપિયા 47.40 કરોડના ખર્ચે આ ભવન બનાવવામાં આવ્યું છે. જેની અંદર અત્યાધુનિક સુવિધાઓ જોવા મળશે. આ ભવનમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ બોરેલ અને ફાયર સેફટીની તમામ અત્યાધુનિક સુવિધાઓ છે.

10,000,00 ચો.મી.માં ભવન: ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 10,000,00 ચો.મી.માં નવું જિલ્લા પંચાયત ભવન તૈયાર કરવામાં આવ્યું છે. ભૂકંપ પ્રતિરોધક નવા જિલ્લા પંચાયત ભવનમાં 21 શાખાઓના સ્ટાફની બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાં જીસ્વાન અને ઇન્ટરનેટ જનસેવા કેન્દ્ર આરોગ્ય, શિક્ષણ, ખેતીવાડી, કુટુંબ કલ્યાણ અને મહેકમ શાખા રહેશે.

સંપૂર્ણપણે ગ્રીન બિલ્ડીંગ : સુરતના સરસાણા ખાતે ચેમ્બર ઓફ કોમર્સના કન્વેશન હોલમાં આ જિલ્લા પંચાયતનું ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. આ બિલ્ડીંગને લઈ તેઓએ જણાવ્યું હતું કે ખૂબ જ આકર્ષક આ બિલ્ડીંગ તૈયાર કરવામાં આવી છે.

કરોડો રૂપિયાના ખર્ચે આ ભવનની અંદર તમામ પ્રકારની સુવિધાઓ લોકોને મળી રહેશે. તો સાત પાર્કિંગ તેમજ બેઝમેન્ટમાં બે ફ્લોર બનાવવામાં આવ્યા છે, જેથી લોકોને પાર્કિંગની પૂર્તિ સુવિધા મળી રહેશે. એટલું જ નહીં, આ ગ્રીન બિલ્ડિંગ છે અને સોલાર પેનલ પર લગાવી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા ગ્લોબલ વોર્મિંગની ચિંતા કરતા હોય છે અને અમે જ્યારે આ સમસ્યા અંગે જાણીએ છીએ ત્યારે વિકાસ કામોમાં પર્યાવરણને નુકસાન ન થાય આ માટે કાળજી લેતા હોઈએ છીએ....ભૂપેન્દ્ર પટેલ (મુખ્યપ્રધાન)

મલ્ટી પર્પઝ હોલ તેમજ સોલાર રુફ ટોપ : આ સાથે 80 વ્યક્તિ ધરાવતો મીટીંગ હોલ અને 40 વ્યક્તિની સમતાનો કોન્ફ્રન્સ હોલ શામેલ છે.250 વ્યક્તિની સમતા ધરાવતો મલ્ટી પર્પઝ હોલ તેમજ સોલાર રુફ ટોપ, ગાર્ડનની સુવિધા છે. રેઇન વોટર હવેંસ્ટિંગ બોરલ અને ફાયર સેફટીની અત્યાધુનિક સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે. જમીન નીચે બે માળ બેઝમેન્ટનું વાહન પાર્કિગ જેમાં 200 કાર અને 600 મોટર સાયકલની ક્ષમતા છે. સંપૂર્ણપણે આ ગ્રીન બિલ્ડીંગ રહેશે અને કામ અર્થે આવનાર લોકોને તમામ પ્રકારની સુવિધા આ પંચાયત ઓફિસમાં મળી રહે આ હેતુથી દરેક વિભાગ સત્ય કરવામાં આવ્યું છે.

  1. Gujarat Govt Decision : તમામ જિલ્લાના ખેડૂતોને 10 કલાક વીજળીનો આપવા નિર્ણય, સરકારે ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લીધી
  2. Remove Fix Pay Campaign : ફિક્સ પેને લઇ નાણાંપ્રધાનની મોટી વાત, રજૂઆતોનો બેઝ જોઇએ તો કર્મચારીઓની વર્ષોની રજૂઆતોનું શું ?
  3. Gandhinagar News : રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય, ઉર્જા અને પાણી પુરવઠા વિભાગે કરી મોટી જાહેરાત

ABOUT THE AUTHOR

...view details