સુરત : સુરત શહેરમાં અનેક એવી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ છે જે અવારનવાર શિક્ષકો અને શાળા દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવા અંગેની ફરિયાદ કરતા હોય છે. આવી જ અનેક ફરિયાદ જ્યારે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી સુધી પહોંચી ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર કાઢવામાં આવ્યો છે.જેના આધારે હવે પણ પ્રાઇવેટ શાળાઓમાં જો વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષણ કે માનસિક ત્રાસ આપવાના કોઈ પણ બનાવ સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
Surat News : હવે શાળા દ્વારા વિદ્યાર્થીને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપવામાં આવ્યો તો ખેર નહીં
પ્રાઇવેટ શાળાના સંચાલકો અથવા તો શિક્ષક હવે શાળામાં ભણનાર વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા અથવા તો માનસિક ત્રાસ આપશે તો શાળા સામે કાર્યવાહી કરવા માટેની સૂચના સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી છે. શાળાની માન્યતા રદ કરવા માટેની પણ તૈયારીઓ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Published : Jan 9, 2024, 5:15 PM IST
વિદ્યાર્થીઓ મૈત્રીપૂર્ણ વાતાવરણમાં ભણે : સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમારે જણાવ્યું હતું કે, ધી રાઈડ ઓફ એજ્યુકેશન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 હેઠળ વિદ્યાર્થીઓને મૂળભૂત બંધારણીય અધિકાર આપવામાં આવ્યા છે. એટલું જ નહીં આર્ટિસ્ટ એક્ટ 2009 ની કલમ 17 માં જે જોગવાઈ કરવામાં આવી છે તે અનુસાર કોઈ બાળકને શારીરિક શિક્ષણ કે માનસિક ત્રાસ આપવામાં તેની તકેદારી પણ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ મૈત્રી પૂર્ણ વાતાવરણમાં ભણે એ જરૂરી છે.
વિદ્યાર્થીઓ ઉપર માનસિક રીતે ખૂબ જ અસર : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે બાળકો સાથે કોઈપણ શારીરિક શિક્ષણ અને માનસિક ત્રાસ અંગે કોઈ ઘટના ન બને આ માટે અમે સૂચના આપી છે. આવી ઘટના ખૂબ જ નીંદનીય અને દુઃખદ હોય છે જે વિદ્યાર્થીઓ ઉપર માનસિક રીતે ખૂબ જ અસર કરે છે અને બાળકો આત્મવિશ્વાસ પણ ગુમાવી દેતા હોય છે. જો આવી ઘટના બનશે તો કોઈપણ સંજોગે ચલાવી લેવાશે નહીં અને ગંભીર ઘટનાઓમાં શાળાની માન્યતા પણ રદ કરવામાં આવશે.