Surat News : 2500 કરોડ ટર્ન ઓવરવાળી એપીએમસીનો વહીવટ કરશે સંદીપ દેસાઈ, નવા ચેરમેન તરીકે નિયુક્ત થયાં - ગુજરાતની સૌથી મોટી એપીએમસી
સંદીપ દેસાઈને સુરત એપીએમસીના નવા ચેરમેન બનાવાયાં છે. ચેરમેન તરીકે ભાજપ ધારાસભ્ય સંદીપ દેસાઈ જ્યારે નવા વાઇસ ચેરમેન તરીકે હર્ષદ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. આ એપીએમસી ગુજરાતની સૌથી મોટી એપીએમસી માનવામાં આવે છે.
Surat News : 2500 કરોડનું ટર્ન ઓવરવાળી એપીએમસીનો વહીવટ કરશે સંદીપ દેસાઈ, નવા ચેરમેન તરીકે નિયુક્ત થયાં
By
Published : May 4, 2023, 7:15 PM IST
ગુજરાતની સૌથી મોટી એપીએમસીમાં નવા ચેરમેન
સુરત : ચોર્યાસી વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ભાજપના નેતા સંદીપ દેસાઈ હવે એપીએમસી સુરતના નવા ચેરમેન હશે. ચેરમેન તરીકે સંદીપ દેસાઈ જ્યારે નવા વાઇસ ચેરમેન તરીકે હર્ષદ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે.આશરે 2500 કરોડનું ટર્ન ઓવર ધરાવનાર એપીએમસી માર્કેટમાં ચેરમેન કોણ બનશે તેની ઉપર સૌની નજર હતી.
મેન્ડેટ ફોર્મ્યુલા :સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે સંદીપ દેસાઈની નિયુક્તિ ચેરમેન તરીકે કરવામાં આવી છે. ભાજપની મેન્ડેટ ફોર્મ્યુલાને પગલે આ ચૂંટણી બિનહરીફ રહી હતી. શહેર અને જિલ્લાના દરેક ઘર સાથે સીધી સંકળાયેલી એપીએમસી માર્કેટની વાત કરવામાં આવે તો વાર્ષિક 2500 કરોડથી પણ વધુનું ત્રણ ઓવર ધરાવે છે. આ વખતે 10 જેટલા નવા ચહેરાને તક આપવામાં આવી હતી અને ભાજપ દ્વારા મેન્ડેટ ફોર્મ્યુલા થકી આ ચૂંટણી બિનહરીફ થઈ હતી.
બોર્ડ બેઠકમાં ઠરાવ : સંદીપ દેસાઈ ડિસ્ટ્રિક્ટ બેંકના અને સુમુલ ડેરીના ડિરેક્ટર પણ છે. એપીએમસીના નવા ચેરમેન અને વાઈટ ચેરમેનની વરણી માટે બોર્ડની સત્તાવાર બેઠક મળી હતી અને ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ અને ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ પટેલને પ્રમુખનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.
નવા ચહેરાઓ : જ્યારે ઉપપ્રમુખ તરીકે હર્ષદ પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી. આ વખતે 10 જેટલા નવા ચહેરાઓને ભાજપ તરફથી તક આપવામાં આવી હતી. ભાજપ દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેનના નામના મેન્ડેટ આપવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ચેરમેન પદની નિયુક્તિ માટે ગુજરાત સરકાર પ્રધાન મુકેશ પટેલ સહિત ભાજપના અનેક આગેવાનો હાજર રહ્યા હતા. છેલ્લા 35 વર્ષથી એપીએમસી માર્કેટના ચેરમેન રમણભાઈ જાની રહ્યા હતાં પરંતુ વિવાદ સર્જાતા તેઓએ રાજીનામું આપ્યું હતું.
રાજ્યની અંદર સૌથી મોટી માર્કેટ :સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે, સુરત એપીએમસી માર્કેટની સામાન્ય ચૂંટણીમાં 16 બેઠકો બિનહરીફ થયા બાદ આજે ચેરમેન અને વાઈફ ચેરમેન પદ માટે નિયુક્તિ કરવામાં આવી હતી. ચેરમેન પદ માટે મારી બિનહરીફ વરણી થઈ છે. આનંદ થાય છે કે સમગ્ર રાજ્યની અંદર સૌથી મોટી માર્કેટ અને સ્ટોર છે. લગભગ 2500 કરોડ રૂપિયાનો ટર્ન ઓવર ધરાવતી અને ખાસ કરીને ક્ષિણ ગુજરાતના ખેડૂતોનો કેરી છે તે કેરીનો મેંગો પલ્પ કરીને લગભગ સાતથી આઠ દેશમાં એક્સપોર્ટ પણ કરવામાં આવે છે.