ધસારો દુર્ઘટનામાં પરિણમ્યો સુરત : સુરત રેલવે સ્ટેશનથી ઉત્તરપ્રદેશ અને બિહારના વતનીઓનો છઠ પૂજા પર જવા માટેનો ધસારો કરુણાંતિકામાં પરિણમ્યો હતો. તાપી ગંગા એક્સપ્રેસ ટ્રેનમાં બેસવા થયેલી ધક્કામુક્કીમાં મહિલાઓ સહિત પાંચ યાત્રી બેભાન થયાં હતાં. જેમાં એક યાત્રીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સુરત : સુરત રેલવે સ્ટેશન પર યાત્રા કરવા માટે આવેલા યાત્રીઓ ધક્કામુક્કીના શિકાર બન્યાં હતાં. બે મહિલા સહિત ત્રણ યાત્રીઓની તબિયત અચાનક જેલ લથડી ગઈ હતી, જેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
યાત્રીઓની સ્થિતિ કફોડી : છઠ પૂજા અને દિવાળી માટે પોતાના વતન જવા માટે રેલવે સ્ટેશન પહોંચેલા યાત્રીઓની સ્થિતિ કફોડી બની હતી. ટ્રેનની 1700 સીટ માટે દરરોજે 5000થી પણ વધુ યાત્રીઓ રેલવે સ્ટેશન પહોંચી ગયા છે આ અંગેનો અહેવાલ ઇટીવી ભારત દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તેમ છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી પરિણામ સ્વરૂપે આજે આ દુર્ઘટના બની છે.
1700 સીટની ટ્રેનમાં બેસવા 5000 લોકો પહોંચ્યાં : સુરત રેલ્વે પ્લેટફોર્મ નંબર 4 પર આવતી તાપી ગંગા એક્સપ્રેસ જે સુરતથી છપરા જાય છે. તેમાં હાલ રિઝર્વેશનની કોઈ પણ પરિસ્થિતિ નથી ત્યારે જનરલ કોચમાં યાત્રા કરવા માટે યાત્રીઓ 48 કલાક પહેલાથી જ સુરત રેલવે સ્ટેશન આવી જાય છે. તેમ છતાં યાત્રીઓને ટ્રેનમાં પગ મુકવાની પણ જગ્યા મળતી નથી. 1700 ની સીટ માટે 5,000 થી પણ વધુ યાત્રીઓ રેલવે સ્ટેશન પર ઉભા જોવા મળે છે. છેલ્લા ચાર પાંચ દિવસથી આ પરિસ્થિતિ સુરત રેલવે સ્ટેશન પર સર્જાય છે. ભારે ભીડના કારણે કેટલાક મુસાફરો બેભાન પણ થઈ જતા હોય છે જ્યારે બીજી બાજુ રેલવે સ્ટેશન પર આરપીએફના જવાનોની સંખ્યા માત્ર ગણતરીની હોય છે.
પાંચ પ્રવાસીની તબિયત લથડી એકનું મોત: સુરત એક્સપ્રેસમાં બેસવા માટે કલાકો લાઈનમાં ઊભા રહેલા યાત્રીઓ ટ્રેન આવવાની સાથે ધક્કામુક્કી કરવા લાગ્યા હતાં. જેના કારણે પાંચ યાત્રીઓ બેભાન થઈ ગયા હતાં જેમાંથી એકની સ્થિતિ ગંભીર હતી. તેેને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. છઠ પૂજા માટે બિહાર જવા માટે કલાકો લાઇનમાં ઊભા રહેલા યાત્રી અંકિત વીરેન્દ્રસિંહનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બે મહિલાઓ સહિત અન્ય બે યાત્રીઓ પણ બેભાન થઈ ગયા હતા. જ્યારે મહિલા યાત્રી સુઈજા બેનસિંગના પતિ ટ્રેનમાં ચડી ગયાં જ્યારે તેઓ પ્લેટફોર્મ પર રહી ગયાં હતાં.
આરપીએફ દ્વારા સીપીઆર અપાયા: ખરાબ પરિસ્થિતિથી રોજે સુરતમાં રહેતા પરપ્રાંતીયો સીઝનમાં વતન જવા માટે મજબૂર છે. યાત્રીઓની તબિયત લથડતા તાત્કાલિક ત્યાં આરપીએફ અને જીઆરપીએફના જવાનો દોડી આવ્યાં હતાં અને જે લોકોની તબિયત લથડી હતી તેને સીપીઆર આપવામાં આવ્યાં હતાં. હજારો પ્રવાસીઓની ભીડ સામે 265 જવાન તહેનાત હોવાથી તેઓ ભીડને કાબૂમાં લેવામાં અપૂરતી સંખ્યામાં છે.
બે ત્રણ યાત્રીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ: બીજી બાજુ ચીફ રેલવે પબ્લિક ઓફિસર સુમિત ઠાકોરે જણાવ્યું હતું કે, તહેવારના ધસારાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેએ 46 ટ્રેન શરૂ કરી હતી. જેના 400 જેટલા ફેરા છે.
તેમાં મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ સહિતના રાજ્યો શામેલ છે. ટ્રેનોના માધ્યમથી 7,00,000 થી પણ વધુ યાત્રીઓ પ્રવાસ કરી રહ્યા છે. ભીડને ધ્યાનમાં રાખીને સુરત અને ખાસ કરીને ઉધના રેલવે સ્ટેશન પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભીડનું નિયંત્રણ કરવા માટે ખાસ વ્યવસ્થા છે. 165 જેટલા આરપીએફ અને જીઆરપીએફના જવાનો સુરત રેલવે સ્ટેશન જ્યારે 100 જેટલા ઉધના રેલવે સ્ટેશન પર તહેનાત છે. અમે એડિશનલ કાઉન્ટર પણ શરૂ કર્યા છે. હાલ જે સુરત રેલવે સ્ટેશન પર ઘટના બની છે બે ત્રણ યાત્રીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ તેઓને તાત્કાલિક અમે સારવાર આપી છે...સુમિત ઠાકોર (ચીફ રેલવે પબ્લિક ઓફિસર )
અહેવાલ બાદ પણ તંત્ર હરકતમાં આવ્યું નહોતું : અત્રે ઉલ્લેખનીય છે કે ઈટીવી ભારત દ્વારા એક દિવસ પહેલા જ રેલવે તંત્રને અહેવાલના માધ્યમથી એલર્ટ કરવામાં આવ્યું હતું કે સુરત રેલવે સ્ટેશન પર ઉત્તર ભારત જવા માટે આવનાર યાત્રીઓની સંખ્યા પાંચ ગણી છે. એક બાજુ લોકો ત્રણથી ચાર વાર ટીકિટ લીધા પછી પણ ભીડના કારણે ટ્રેનમાં બેસી શકતાં નથી જ્યારે કેટલાક લોકો બેભાન થઈ જાય છે. કલાકો લાઈનમાં ઉભા રહેલા યાત્રીઓ ટ્રેનમાં બેસી શકતાં નથી. આ અહેવાલ બાદ પણ તંત્ર હરકતમાં આવ્યું નહોતું. સૌથી અગત્યની વાત છે કે રેલવે રાજ્ય પ્રધાન દર્શનાબેન જરદોશ પોતે સુરતના છે પરંતુ આવી પરિસ્થિતિ ધ્યાનમાં હોવા છતાં તેઓ એકવાર પણ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી નથી.
- Surat News: 48 કલાક લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ મુસાફરોને ટ્રેનમાં જગ્યા ન મળી, કોઈ બારીમાં તો કોઈ શૌચાલયમાં બેસવા મજબૂર
- Surat Crime : એના લૂંટ વિથ મર્ડર કેસમાં પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, લૂંટનું તરકટ રચ્યું
- તહેવારોમાં મુસાફરોને સુવિધા, સાબરમતી-દાનાપુર અને અમદાવાદ-સમસ્તીપુર વચ્ચે દોડશે સાપ્તાહિક ફેસ્ટિવલ સુપરફાસ્ટ ટ્રેન