સુરત : સુરતમાં ઝાડાઉલટી અને તાવના કેસોમાં નોંધપાત્ર વધારો થતા સુરત આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓની રવિવાર અને જાહેર રજાઓ કેન્સલ કરી છે. સુરતમાં છેલ્લા બે અઠવાડિયામાં ઝાડાઉલટી અને તાવના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. જેને પગલે સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની ટીમ સતર્ક થઇ ગઇ છે. વિવિધ વિસ્તારોમાં ફોગિંગની કામગીરી કરી, જંતુનાશક દવાનો છંટકાવ સહિતના તાકીદના પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.
8 બાળકોનું મોત: છેલ્લા 8 દિવસમાં સુરતમાં ખાસ કરીને ઝાડાઉલટીના કારણે 8 નાના બાળકો સહિત એક મહિલાનું મોત નીપજી ચૂક્યું છે. આ તમામ બાળકો પાંડેસરા, ડિંડોલી અને આભવા ગામ વિસ્તારના હતાં. તો વડોદ, બાપુનગર, સૂર્યપ્રકાશનગરમાં પણ ઝાડાઉલટી અને તાવના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.
રોગચાળો અટકાવવા તંત્રના પગલાંની ખાતરી : સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના નાયબ આરોગ્ય અધિકારી ડો.રિતિકા પટેલે જણાવ્યું કે, હાલમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કરીને પાણીજન્ય અને વાહકજન્યરોગો અટકે તે માટેની ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગત જુલાઈ 2022માં ડાયરિયાના 160 જેટલાં કેસ નોંધ્યા હતાં. તે હાલ જુલાઈ મહિનામાં 125 ડાયરિયાના કેસો નોંધ્યા છે. ઝાડા ઉલટી અને તાવના કેસોમાં જે નોંધપાત્ર વધારો થયો છે તે ખાસ કરીને શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ વડોદ, બાપુનગર, સૂર્યપ્રકાશનગર વગેરે જેવા નગરોમાં જોવા મળી રહ્યા છે.ત્યા રે લીંબાયત અને ડિંડોલી જેવા વિસ્તારોમાંથી પણ થોડા કેસો આવ્યા છે. જેને લીધે સુરત મહાનગરપાલિકાની રેપિડ એક્સશન અને ઝોનની ટીમ એકસાથે મળીને તમામ વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યાં કોઈ પણ દર્દીઓને કોઈ પણ તકલીફ પડે તો તાત્કાલિક તેઓને સારવાર આપવામાં આવે છે. તે સાથે શહેરીજનોને દૂષિત પાણી ન પીવા માટે અપીલ કરવામાં આવી રહ્યું છેતથા કલોરિનયુક્ત પાણી પીવા માટે અપીલ કરવામાં આવી છે...ડો.રિતિકા પટેલ(નાયબ આરોગ્ય અધિકારી, એસએમસી)
મેલેરિયાના 45 કેસો ડેંગ્યુના 6 કેસ : ડો.રિતિકા પટેલે વધુમાં જણાવ્યું કે વાહકજન્ય રોગોની વાત કરવામાં આવે તો શહેરમાં ગત જુલાઈ 2022 મહિનામાં મેલેરિયાના 88 જેટલાં કેસો હતાં. ત્યારે આ વખતે 45 જેટલાં કેસો નોંધાયા છે. ત્યારે ડેંગ્યુના કેસ હાલમાં 6 જોવા મળી રહ્યા છે. તથા ઓફિસના કે ઘરની
આજુબાજુ પાણીનો ભરાવો ન થયા તેવા પ્રયાસો કરવા જોઈએ. રોગચાળોને નહિવત રાખવા માટે તમામ પ્રાયમરી હેલ્થ વર્કરની અઠવાડિક અને જાહેર રજાઓ રદ કરવામાં આવી છે.
ખાણીપીણીના 532 એકમોમાં ચેકિંગ : ડો.રિતિકા પટેલે વધુમાં માહિતી આપી હતી કે જે વિસ્તારોમાં કેસ વધુ છે ત્યાં મનપાની ટીમ જઈને સેમ્પલો કલેક્ટ કરી રહી છે અને ચેકિંગ પણ કરી રહી છે. શહેરના અઠવા ઝોનના અવધ એરકોલ બાંધકામની લેબર કોલોનીમાં છેલ્લા 3 દિવસમાં ઝાડા ઉલટીના કેસો નોંધાતા ઝોનનાં આરોગ્ય વિભાગની 8 ટીમના 28 સભ્યો દ્વારા 390 ઘરોમાં 1759 વસ્તીમાં સર્વે કરવામાં આવ્યો છે. જેમાં સામાન્ય ઝાડા ઉલટી અને તાવનાં 53 કેસ મળી આવ્યા છે. લેબર કોલોનોમાંથી 410 કામદારોના બ્લડ સેમ્પલ લઇ લેબોરેટરી ખાતે મલેરિયાની તપાસ માટે મોકલી અપાયા છે.
5000 ઓઆરએસનું વિતરણ : સુરત મહાનગરપાલિકાની મોબાઈલ મેડીકલ ટીમ અને ઝોનના આરોગ્ય વિભાગ સાથે સંકલનમાં રહી હાઉસ ટુ હાઉસ સર્વે કરી 20,000 ક્લોરીન ટેબલેટ, 5000 ઓઆરએસનું વિતરણ કરાયું છે અને 55 ક્લોરીન ટેસ્ટ કરાયા છે. 24 પાણીના નમૂના ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. તમામ ઝોનમાં ખાણીપીણીના 532 એકમોમાં ચેકિંગ કરાયું છે અને 62 એકમને નોટિસ અપાઈ છે. આ ઉપરાંત 47 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો છે. 30 લારી ચેક કરી 24ને નોટિસ ફટકારાઈ છે.
- Vadodara News: ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળાના દર્દીઓ વધ્યા, લોકોને સાવચેતી રાખવા આરોગ્ય વિભાગની અપીલ
- Ahmedabad News : બે વિસ્તારમાં કેમિકલવાળું પાણી રસ્તા પર ફરી વળ્યા, 251 ગેરકાયદેસર જોડાણ કપાયા
- Surat News : ચોમાસાની સીઝન શરૂ થતા જ સુરતમાં લોકોના આખોમાં કન્ઝેક્ટિવાઇટિસનું પ્રમાણ વધું જોવા મળ્યું