ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : ચેન્નઈ સુપર કિંગ 10મી વાર ફાઇનલમાં પહોંચતા રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબાએ શુભેચ્છા પાઠવી

ટાટા આઇપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ 10મી વાર ફાઇનલમાં પહોંચતા રવીન્દ્ર જાડેજાનાં પત્ની અને ધારાસભ્ય રીવાબા જાડેજાએ ચેન્નાઈ સુપરકિંગ ટીમને શુભેચ્છા પાઠવી છે. એટલું જ નહીં રીવાબાએ રવીન્દ્ર જાડેજાની સુરત ખાતે ખૂબ જ પ્રશંસા પણ કરી છે.

Surat News : ચેન્નઈ સુપર કિંગ 10મી વાર ફાઇનલમાં પહોંચતા રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબાએ શુભેચ્છા પાઠવી
Surat News : ચેન્નઈ સુપર કિંગ 10મી વાર ફાઇનલમાં પહોંચતા રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબાએ શુભેચ્છા પાઠવી

By

Published : May 24, 2023, 6:09 PM IST

ચેન્નાઈ સુપરકિંગ ટીમને શુભેચ્છા

સુરત : રીવાબા જાડેજાએ ચેન્નાઇ સુપરકિંગ્ઝના પાઇલ પ્રવેશને વધાવતાં રવીન્દ્ર જાડેજા અંગે પણ જણાવ્યું હતું કે, જ્યારે પણ રવીન્દ્ર જાડેજાને ક્રિકેટ જ નહીં પરંતુ અન્ય કોઈ બાબતે માનસિક મજબૂતીની જરૂર પડે છે તેમજ સપોર્ટની જરૂર પડે ત્યાં હંમેશા એમના માટે એમની સાથે રહેવું આ મારા માટે પ્રાથમિકતા છે. સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના વડપણમાં રાજ્યની 8 મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, જિલ્લા પ્રમુખ, પ્રભારી લોકસભામાં પ્રભારી 8 મનપાના MLA હાજર રહ્યાં છે જેમાં હાજરી આપવા રીવાબા સુરતમાં આવ્યાં છે.

સૌપ્રથમ હું તેમને શુભેચ્છા આપું છું. તેમના જેટલા પણ ફ્રેન્ડ છે તેમના માટે આ ગૌરવની ક્ષણ છે. લગભગ છેલ્લા દસ વર્ષથી સીએસકે ફાઇનલમાં પહોંચી રહી છે અને એનું શ્રેય ખેલાડીઓને, ટીમને તેમજ લીડર મેનેજમન્ટ સાથે સાથે તમામ ફેન્સને પણ જાય છે. ક્યાંક ને ક્યાંક ફેન્સની લાગણી સતત ખેલાડીઓ સાથે અને ટીમ સાથે રહી છે. ફેન્સ ખેલાડીઓને ઉત્સાહિત કરે છે તેમજ સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરે છે...(રીવાબા જાડેજા,રવીન્દ્ર જાડેજાનાં પત્ની અને ધારાસભ્ય )

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા જશે રીવાબા જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં ફાઇનલ છે અને ખાસ ગર્વ કરવાની વાત છે એક ગુજરાતી તરીકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ જોવાની જે સૌથી વિશાળ પ્રેક્ષકો સાથે અને જે સ્ટેડિયમની આગવી ગરિમા છે, આવા સ્ટેડિયમમાં હાજર રહી મેચની મજા માણવીએ ખૂબ જ સરસ અનુભવ રહેશે. ટીમને ચિયર્સ કરવા માટે હું જઈ શકી નથી. કારણ કે હું એક સાથે બે ફરજ નિભાવી રહી છું. આઈપીએલ સમય સંપર્કમાં હતાં. ચેન્નઈ આ વખતે ચોક્કસથી આઇપીએલની ટ્રોફી લાવશે. જ્યારે રવિન્દ્ર જાડેજા અમદાવાદ આવશે ત્યારે હું તેમને મળવા જઈશ અને મેચ પણ જોઈશ.

રવીન્દ્ર જાડેજાના વખાણ આ સાથે તેઓએ કહ્યું હતું કે, હું એક નોર્મલ ફેનની જેમ જ છું. હું ટીમને અને મારા પતિને હંમેશાથી સપોર્ટ કરું છું. ક્રિકેટ જ નહીં પરંતુ અન્ય બાબતમાં માનસિક મજબૂતીની જરૂર પડે છે તેમજ સપોર્ટની જરૂર પડે ત્યાં હંમેશા એમના માટે એમની સાથે રહેવું આ મારા માટે પ્રાથમિકતા છે. ટીમની વાત હોય કે આંતરરાષ્ટ્રીય રમતની વાત હોય ત્યારે તેઓ પોતાની ક્ષમતા સાથે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા હોય છે. મેન્ટલી અને ફિઝિકલી ફીટ રહેવું હોય તેમના માટે ખૂબ જ જરૂરી છે. જેથી તેઓ હંમેશાંથી સારું પ્રદર્શન કરવા માટે તૈયાર રહે છે. હવે વર્લ્ડ કપ પણ અને એશિયા કપ પણ ટુર્સનો સમાવેશ થશે એ જ શુભેચ્છા છે એમના માટે કે તેઓ ખૂબ જ સારો પ્રયાસ ટીમ ઈન્ડિયા માટે કરે.

ABOUT THE AUTHOR

...view details