સુરત : સુરતના ડુમ્મસના દરિયામાં ડૂબતા કિશોરનું ફાયર વિભાગના જવાનો દ્વારા દિલધડક રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો છે. કિશોર પોતાના મિત્ર જોડે ફરવા ડુમ્મસ ચોપાટી ફરવા ગયો હતો. તે ડૂબવા લાગતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પેટ્રોલિંગ કરી રહેલી ડુમ્મસ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ વેસુ ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી.
બે કલાક સુધી કિશોરની શોધખોળ : સુરત ડુમ્મસ પોલીસ અને ફાયર વિભાગની સરાહનીય કામગીરી સામે આવી છે. 16 વર્ષના ડૂબતા કિશોરને બચાવ્યો છે. કિશોર પોતાના મિત્ર સાથે ડુમ્મસ ચોપાટી ફરવા આવ્યો હતો. બાદમાં ડુમસના દરિયામાં ન્હાવા પડ્યો હતો. ભરતીના પાણીએ કિશોરને દરિયાની અંદર ખેંચી લીધો હતો. જેથી મિત્ર ગભરાઈ સ્થાનિકોને જાણ કરી હતી. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પેટ્રોલિંગ કરી રહેલી ડુમ્મસ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સાથે ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે આવી જવાનો દરિયામાં બે કલાક સુધી કિશોરની શોધખોળ હાથ ધરી હતી. અંતે કિશોરને શોધી કાઢી બહાર કાઢ્યો હતો. સ્થળ ઉપર હાજર 108 એમ્બયુલેન્સની ટીમે કિશોરને પ્રાથમિક સારવાર આપી હતી અને બાદમાં કિશોરને ઘરે મોકલી આપવામાં આવ્યો હતો.
બુધવારે સાંજે 4:41 વાગે ફાયર કંટ્રોલ રૂમથી આ કોલ આપવામાં આવ્યો હતો કે ડુમ્મસ દરિયા કિનારે એક કિશોર ડૂબી રહ્યો છે. દરિયાના પાણીમાં અર્ધો કિલોમીટર સુધી ખેંચાઈ ગયો છે. જેથી અમે ત્યાં પહોંચીને અમારી ટીમમાં તમામ જવાનો દરિયામાં કિશોરને શોધવા માટે અંદર ગયા હતાં. લગભગ બે કલાક સુધી કિશોરની દરિયામાં શોધખોળ હાથ ધરી હતી. ત્યારબાદ અંતે તે મળી આવતા તેનું સહીસલામત બહાર કઢાયો હતો અને ત્યાંજ 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપી હતી...પ્રકાશ પટેલ(વેસુ ફાયર વિભાગના ઓફિસર )
અલીગઢથી માસીને ત્યાં આવેલો : તેમણે વધુમાં જણાવ્યું કે ફાયર વિભાગને ડુમ્મસ પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી. આ કિશોર 16 વર્ષનો છે જેનું નામ વિષ્ણુ ગાડરિયા છે. તે હાલ થોડા દિવસ પહેલા જ પોતાના મૂળ વતન ઉત્તરપ્રદેશના અલીગઢથી સુરતના મગદલ્લા બ્રિજ પાસે આવેલ ગવિયાર ગામ તેની માસી પાસે આવ્યો હતો. આજે પોતાના મિત્રો જોડે ડુમ્મસ ચોપાટી ફરવા આવ્યો હતો. ત્યાંથી તેઓ દરિયો જોવા માટે બિચ ઉપર ગયા પરંતુ પાણી જોઈ તેઓ નાહવા માટે અંદર ગયા હતા. પરંતુ દરિયામાં તેઓ ખેંચાઈ જતા તેના મિત્ર દ્વારા સ્થાનિકોને જાણ કરવામાં આવી હતી.
- Dumas Beach : ખાખી પાછળ ધબકતું હૃદય, ડુમસ બીચ પર ઇજાગ્રસ્ત ઊંટ-ઘોડા જોઈને પોલીસે સારવાર અપાવી
- Cyclone Biparjoy : સુરતમાં ભારે પવન સાથે અનેક વૃક્ષો ધરાશાયી, ડુમસ અને સુવાલી બીચ પર પોલીસ બંદોબસ્ત
- Cyclone Biporjoy Update: સુરતમાં વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, ડુમસ-સુવાલી બીચ બંધ