ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : કોસંબા ગામે રેલવેની હદમાં આવતી 120 દુકાનો હટાવવા નોટિસ મળતા વેપારીઓમાં રોષ - કોસંબા ગામે રેલવેની હદ

માંગરોળ તાલુકાના કોસંબા ગામે રેલવે સ્ટેશન રોડ પર મુખ્ય બજારમાં આવેલ 120 દુકાનો હટાવવા નોટિસ આપવામાં આવી છે. જેને લઇ વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. રાજકીય આગેવાનોએ એકઠાં થઇને ઉચ્ચસ્તરે રજૂઆત કરવાનું આયોજન કર્યું છે.

Surat News : કોસંબા ગામે રેલવેની હદમાં આવતી 120 દુકાનો હટાવવા નોટિસ મળતા વેપારીઓમાં રોષ
Surat News : કોસંબા ગામે રેલવેની હદમાં આવતી 120 દુકાનો હટાવવા નોટિસ મળતા વેપારીઓમાં રોષ

By ETV Bharat Gujarati Team

Published : Sep 8, 2023, 2:45 PM IST

રોજીરોટીનો સવાલ

સુરત: રેલવે દ્વારા કોસંબા રેલવે લાઈન તેમની હદમાં હોવાનું જણાવી 15 દિવસમાં દુકાનો હટાવવા સંદર્ભે નોટિસ આપતાં વેપારીઓમાં પોતાની રોજીરોટી છીનવાઈ જશે તે બીકથી ભારે નારાજગી ફેલાઈ રહી હતી. બહોળી સંખ્યામાં વેપારીઓ ભેગા થયા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો.

આજે 150 જેટલા વેપારીઓ સાથે બેઠક કરી હતી. 80 વર્ષથી આ દુકાનો છે. આ કુટુંબો તેના પર જ નિર્ભર છે. ત્યારે આ ડિમોલિશન અટકે તે માટે ઉપલાસ્તરે રજૂઆત કરવામાં આવશે... કિશોરસિહ કોસાડા ( પ્રમુખ તરસાડી નગર ભાજપ પ્રમુખ સંગઠન )

ભરૂચ સેક્સન એન્જિનિયર દ્વારા નોટિસ :કોસંબા પશ્ચિમ વિભાગમાં પશ્ચિમ રેલવેને સમાંતર રેલવે સ્ટેશન રોડ પર રેલવે તરફ આવેલી દુકાનો અંદાજિત 80 વર્ષથી વધુ જૂની છે. આઝાદી પહેલાથી ગાયકવાડ સરકારના સમયથી આ જગ્યાએ લોકો નાની નાની દુકાન અને પાથરણા પાથરી પોતાની રોજીરોટી ચલાવી વેપાર કરતાં આવ્યા છે. તરસાડીનું મુખ્ય બજાર પણ આવેલ છે. રેલવેના મત મુજબ રેલવેને સમાંતર આ દુકાનોની લાઈન રેલવેની હદમાં હોઇ બુધવારે દિવસ દરમિયાન ભરૂચ સેક્સન એન્જિનિયર પશ્ચિમ રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલી એક નોટિસ બધી દુકાનો ઉપર મારવામાં આવી હતી.

જમીન રેલવેની હદમાં: જેમાં કોસંબા રેલવે સ્ટેશનના પશ્ચિમ ભાગમાં રેલવે દ્વારા વાર્ષિક નિરીક્ષણમાં આ જમીન રેલવેની હદમાં છે, અને તેની ઉપર બાંધવામાં આવેલ બાંધકામ પણ રેલવેની હદમાં હોવાનું બહાર આવ્યું હતું. જેથી રેલવે પ્રશાસને આદેશ જાહેર કરી 120થી વધુ દુકાનદારોને તેમની દુકાન ઉપર નોટિસ ચોંટાડી આ ગેરકાયદે બાંધકામ 15 દિવસની અંદર હટાવી લેવાની સૂચના નોટિસના માધ્યમથી આપવામાં આવી હતી.

આ સમય મર્યાદા બાદ કાર્યવાહી થશે :15 દિવસની સમય મર્યાદા બાદ રેલવે પોતાની રીતે કાર્યવાહી કરશે તેવું જણાવવામાં આવ્યું છે. આ નોટિસને પગલે મોટી સંખ્યામાં દુકાનદારો પ્રભાવિત થતા હોય વર્ષોથી કામધંધો જમાવી બેઠેલા આ વેપારી વર્ગમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જેથી બહોળી સંખ્યામાં સ્થાનિક વેપારીઓ તેમજ રાજકીય આગેવાનો એકઠા થયા હતાં અને આ બાબતે રોષ વ્યક્ત કર્યો હતો.

  1. Surat Crime : કિમ ચાર રસ્તા નજીક તથ્ય કાંડ જેવી ઘટના બનતાં સહેજમાં રહી ગઇ, કોસંબા પોલીસે ચારની ધરપકડ કરી
  2. ભાવનગરમાં રેલવેની જમીન વેચવાના મુદ્દે મજદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
  3. Ahmedabad Crime : સરકારી જમીન પર દુકાન બાંધી વેચીને આચરી ઠગાઈ, દુકાન પર AMCનું બુલડોઝર ફરી વળતા ફૂટ્યો ભાંડો

ABOUT THE AUTHOR

...view details