ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : જૈન મહિલાએ બનાવેલું સમવસરણનું ચિત્ર જૈનોને કરી રહ્યું છે ભાવવિભોર, 50થી વધુ એક્રેલિક કલર દ્વારા બનાવ્યું

લગભગ 36 વર્ષ પહેલા ટેક્સટાઇલ ડિઝાઇનિંગનો કોર્સ કર્યા બાદ ગૃહિણી તરીકે પરિવારની સંભાળ કરનાર બીના ઝવેરીએ લોકડાઉન દરમિયાન 34 પેઇન્ટિંગ બનાવી સમયનો સદુપયોગ કર્યો હતો. જૈન ધર્મમાં મહત્વ ધરાવનાર સમવસરણનું ચિત્ર બીનાએ 50થી વધુ એક્રેલિક કલર દ્વારા બનાવ્યું છે.

Surat News : જૈન મહિલાએ બનાવેલું સમવસરણનું ચિત્ર જૈનોને કરી રહ્યું છે ભાવવિભોર, 50થી વધુ એક્રેલિક કલર દ્વારા બનાવ્યું
Surat News : જૈન મહિલાએ બનાવેલું સમવસરણનું ચિત્ર જૈનોને કરી રહ્યું છે ભાવવિભોર, 50થી વધુ એક્રેલિક કલર દ્વારા બનાવ્યું

By

Published : Apr 22, 2023, 8:33 PM IST

સુરત : જૈન સમાજની મહિલાની પ્રશંસા હાલ સમાજના લોકો તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા પેઇન્ટિંગના કારણે કરી રહ્યા છે. જૈન સમાજમાં દાનવીર તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરનાર રજનીકાંત ઝવેરી પુત્રવધુ બીનાબેન ઝવેરીએ 36 વર્ષ પહેલા ટેક્સટાઇલ ડિઝાઇનિંગ કોર્સ કર્યા બાદ કોરોનાકાળમાં કેનવાસ અને બ્રશ પકડીને સમવસરણનું ચિત્ર બનાવીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.

બે મહિનાની મહેનત :56 વર્ષીય બીનાબેન વર્ષીતપના આરાધક છે અને હાલ તેમનો બીજો વર્ષીતપ ચાલી રહ્યો છે. જ્યારે દેશભરમાં કોરોનાની લહેર ચાલી રહી હતી અને લોકડાઉન લગાડવામાં આવ્યું હતું ત્યારે આવી પરિસ્થિતિમાં બીનાબેને સતત બે મહિના સુધી રોજે બેથી ત્રણ કલાક મહેનત કરી કેનવાસ પર 50થી પણ વધુ એક્રેેલિક કલર દ્વારા અદભુત અને સુંદર સમવસરણનું ચિત્ર બનાવ્યું હતું.

આ પણ વાંચો Ayambil Oli in Bhavnagar : 11.50 લાખ વર્ષથી ચાલી આવતી ઓળીની પરંપરામાં જાણવા જેવું

ભક્તિથી ભાવવિભોર : જૈન સમાજના જે કોઈ વ્યક્તિ આ સમવસરણનું ચિત્ર જોઈએ છે ત્યારે ભક્તિથી ભાવવિભોર થઈ જાય છે. આ ચિત્રની ખાસિયત છે કે તે સાક્ષાત સમવસરણન જેવું લાગે છે કેલિગ્રાફી, દેવનાગરી, ચારકોલ ઓઇલ પેન્ટ અને એક્રેલિકથી તેઓએ 34 જેટલી પેઇન્ટિંગો દ્વારા કોરોનાકાળમાં સમયનો સદુપયોગ કર્યો હતો. એટલું જ નહીં બીનાબેને બીજા વર્ષીતપમાં 15 થી પણ વધારે ચિત્રો કેનવાસ પર કંડારિયા હતા. સમવસરણનું ચિત્ર બીનાબેને પોતાના ઘરે હોલની અંદર લગાવ્યા છે. જેને જોઈ દરેક લોકો પ્રસંસા કરતા હતાં. જેથી બીનાબેન ને વિચાર આવ્યો કે બીજા વર્ષે તપ નિમિત્તે સ્વજનો અને મિત્રોને ભેટ સ્વરૂપે સમવસરણનું ચિત્ર ફોટો કોપી અર્પણ કરું.

34 જેટલી પેઇન્ટિંગ લોકડાઉન દરમિયાન બનાવી

પેઇન્ટિંગની દુનિયામાં સ્વપ્ન સાકાર કરવું છે : બીનાબેનએ જણાવ્યું હતું કે 36 વર્ષ પહેલા મેં ટેક્સટાઇલ ડિઝાઇનિંગનો કોર્સ કર્યો હતો. કોરોનાકાળમાં સમયનો સદુપયોગ કરવા માટે કેનવાસ પર પેઇન્ટિંગ કરવાની શરૂઆત કરી હતી. ત્યારે વિચાર્યું ન હતું કે મારી દ્વારા તૈયાર કરવામાં આવેલ સમવસરણનું ચિત્ર લોકોને ભાવવિભોર કરી દેશે. જેથી મારા સ્વજનો અને મિત્રોને આ પેન્ટિંગની કોપી આપવાનો વિચાર કર્યો. હું પેઇન્ટિંગની દુનિયામાં મારું સ્વપ્ન સાકાર કરવા માંગુ છું.

આ પણ વાંચો World Heritage Day : 1050 વર્ષ પહેલા મહારાષ્ટ્રમાંથી નીકળેલી મૂર્તિ ગુજરાતના મધુપુરી સ્થળ પર અડીખમ

સમ એટલે સહુને અને તક : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સૌને શરણ એ અર્થ જૈન ધર્મમાં સમવશરણ તરીકે ઓળખાય છે. સમ એટલે સહુને અને તક બે શબ્દોના મેળથી સમવશરણ બનેલ છે જે તીર્થકરોના દિવ્ય ઉપદેશ ભવન તરીકે વાપરવામાં આવે છે. જ્યાં તમામ લોકોને જ્ઞાન પ્રાપ્તિની સમાન તક મળે તે સમવશરણ છે. જૈન કલામાં સમવશરણ ખૂબ જ પ્રચલિત છે.જૈન ધર્મ અનુસાર તીર્થંકરો કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી દેવો દ્વારા રચવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details