સુરત : શહેરમાં ડુંગળીના ભાવ આસમાને ગયા છે. ડુંગળી 50 રૂપિયા કિલો પર પહોંચતા ઘરનું બજેટ ખોરવાયું છે. એક મહિના પહેલા ડુંગળીના ભાવ 25 રૂપિયા કિલો હતા જે ડુંગળીનો ભાવ સીધો ડબલ થયો છે. ભારે વરસાદના કારણે ડુંગળીનો પાક નુકશાન થતા ભાવ વધારો થયો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં વરસેલા ભારે વરસાદથી ડુંગળીની આવકમાં માઠી અસર થઇ છે. પહેલા સુરત એપીએમસીમાં ડુંગળીની 50 ટ્રક આવતી હતી, જે ઘટીને 30 ટ્રક થઇ ગઈ છે. ખેડૂતોને હાલ સારા ભાવ મળી રહ્યા છે પરંતુ આવનારા 15 દિવસ બાદ ફરી ઘટશે તેવી શક્યતા જોવાઈ રહી છે. સુરત એપીએમસીમાં નાસિક સતાના પુના મંચર નિઝામપુર લાસન ગાવથી ડુંગળી આવે છે અને ગુજરાતમાં સૌરાષ્ટ્રથી ડુંગળી આવે છે. કર્ણાટકમાંથી હુબલીમાંથી ડુંગળી આવે છે. ડુંગળીની આવકમાં ઘટાડો થતાં તેના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે...બાબુભાઈ શેખ (ડુંગળીના જથ્થાબંધ વેપારી)
વરસાદના કારણે ડુંગળીના પાકમાં નુકસાન : મહારાષ્ટ્રમાં વરસેલા ભારે વરસાદના કારણે ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે. જેના કારણે સુરતમાં 50 થી 55 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. સુરતમાં પહેલાં ડુંગળીની 50થી વધુ ટ્રક આવતી હતી જેમાં ઘટાડો થઈ ગયેલો જોવા મળ્યો છે. આજે સુરત એપીએમસી માર્કેટમાં માત્ર 30 ટ્રક ડુંગળી આવવા લાગી છે. જેના કારણે ડુંગળીનો ભાવ આસમાને ગયો છે.
ખેડૂતોને બેવડો માર : જોકે હાલ તો ખેડૂતોને ડુંગળીના પાકમાં નુકશાન થતા તેમને બેવડો માર પડ્યો છે. વળી આવનારા 15 દિવસ પછી ફરી ભાવ ગગડશે તેવું જાણકારો માની રહ્યા છે ત્યાં પડતા પર પાટુ સમાન ખેડૂતોની હાલત થઇ છે.
- Unseasonal Rain : 80 હજાર ડુંગળીની ગુણી પર પાણી ફરી વળ્યું, માવઠાની ખેડૂતને થપાટ
- Rajkot News : યાર્ડમાં નાફેડ બે દિવસથી બેસી રહ્યા, એક્ય ખેડૂતે ડુંગળી નો આપી
- Onion Price: તહેવારોમાં ટામેટા બાદ હવે ડુંગળી રડાવશે, જાણો ડુંગળી કેમ થઈ લાલ