સુરત : ડીંડોલી ખાતેના રોડ અકસ્માતના એક બનાવમાં ચાર વર્ષ બાળકનો ટેમ્પોએ ટક્કર મારતા ખભાથી નીચેના ભાગથી હાથ છૂટો પડયા બનાવમાં નવી સિવિલમાં પાંચ કલાકની લાંબી સર્જરી કરી બાળકના હાથને જોડ્યો હતો. જોકે હાથમાં ઈન્ફેક્શન ફેલાઈ જતા હાથ ફરી છૂટ્ટો કરવાની ફરજ પડી હતી. તબીબોએ કરેલી મહેનત નિષ્ફળ નીવડી છે.
Surat News : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળકનો સર્જરી દ્વારા જોડાયેલ હાથ ફરી છૂટો કરાયો - હાથમાં ઇન્ફેક્શન
સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ડીંડોલીના બાળકની સર્જરી કરી જોડાયેલા હાથમાં ઇન્ફેક્શન થતાં ફરી છૂટો કરવો પડ્યો છે. થોડા દિવસ પહેલાં એક અકસ્માતમાં બાળકનો હાથને ગંભીર ઇજા થઇ હતી ત્યારે સર્જરી કરીને હાથ જોડી દેવામાં આવ્યો હતો. જોકે એક કારણસર ફરી હાથ છૂટો કરવો પડ્યો છે.
Published : Jan 13, 2024, 2:08 PM IST
સર્જરી કરી બાળકના હાથને જોડ્યો હતો : ડીંડોલી ખાતે શ્રીહરિ સોસાયટીમાં રહેતો 4 વર્ષીય બાળક ગૌરવ પ્રસાદ બુધવારે સવારે ડિંડોલીમાં સી.આર. પાટીલ બ્રિજ આગળ બાલાજી મંદિરના રસ્તા પર ટેમ્પો ચાલકે ગૌરવને અડફેટમાં લીધો જેમાં તેનો એક હાથ ખભાથી સહેજ નીચે ભાગેથી છૂટો પડી ગયો હતો. કોણીનો ભાગ પણ તૂટી ગયો હતો. બાળકને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્લાસ્ટિક સર્જરી, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક અને એનેસ્થેસિયા આ ચાર વિભાગના 15 જેટલા તબીબો, રેસિડેન્ટ તબીબ અને નસિંગ સ્ટાફની મદદથી પાંચ કલાકની લાંબી સર્જરી કરી બાળકના હાથને જોડ્યો હતો.
કમનસીબે સર્જરી નિષ્ફળ નીવડી: નવી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ગણેશ ગોવેકરએ જણાવ્યું હતું કે, બાળકનો હાથ ખભાથી થોડા નીચેના ભાગથી છૂટો પડી જતા ત્યાં પ્લેટ મૂકવામાં આવી અને કોણીના ભાગને વાયરની મદદથી જોડવામાં આવ્યો હતો. જોકે હાથમાં ઈન્ફેક્શન ફેલાઇ જતા હાથ ફરી છૂટ્ટો કરવાની ફરજ પડી હતી. જેથી ચાર વિભાગના 15 જેટલા તબીબો, રેસિડેન્ટ તબીબ અને નસિંગ સ્ટાફની મદદથી પાંચ કલાકની લાંબી સર્જરી કરી હતી. કમનસીબે તે નિષ્ફળ નીવડી છે.