કડક કાર્યવાહી કરવાની માગણી સુરત : સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુઓ દ્વારા વારંવાર વાણીવિલાસથી ધર્મ અને સંપ્રદાય વિશે કરેલ અભદ્ર ટિપ્પણી બાબતે સુરત કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું ચે કે વડતાલના સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામી દ્વારા કરેલ વાણી-વિલાસથી અમારી આસ્થાને ઠેસ પહોંચાડી છે. આવા સ્વામી સામે સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે.
શું છે આવેદનપત્રમાં રજૂઆત : સુરત કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન આપીને રજૂઆત કરાઇ છે કે અમારા સમાજનું આસ્થાનું કેન્દ્ર એવા ગુરુ ગેબીનાથની પરંપરા તેમજ તેમની સાથે સંકળાયેલા ધાર્મિક સ્થાનો જેવા કે ગોરક્ષનાથ આશ્રમ જૂનાગઢ તેમજ બહોળી સંખ્યામાં જોડાયેલ સેવક સમુદાયની લાગણીને ઠેસ પહોંચે એવા અભદ્ર શબ્દોની ટિપ્પણી કરતા વડતાલના સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામી દ્વારા કરેલ વાણી-વિલાસથી અમારી આસ્થાને ઠેસ પહોંચાડેલ છે.જોકે સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુઓ દ્વારા થતા વારંવારના વાણી-વિલાસથી સનાતન ધર્મને ઠેસ પહોંચાડી છે. તો આ બાબતે ભવિષ્યમાં ફરી પુનરાવર્તન ન થાય અને સ્વામી સામે સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે.
અમારા કાઠી ક્ષત્રિય સમાજના દરેક આગેવાન, પ્રમુખ અને ઉપપ્રમુખ સુરત કલેકટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. કારણ કે, સનાતન ધર્મ ઉપર જ્યારે આંગળી ઉંચી કરવામાં આવી છે ત્યારે આજે સનાતન ધર્મમાં પોતાની સર્વોપરી સાબિત કરવા માટે જે 200 વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાય ચાલ્યો આવી છે. તે સંપ્રદાયના અત્યારના સાધુ-સંતો દ્વારા શંકર ભગવાનથી લઈ હનુમાનજી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી રહ્યા છે. ત્યારે વડતાલના સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામી નાથ સંપ્રદાય વિશે શિંગડાવાળા સ્વામી એવું અભદ્ર ટિપ્પણી કરી છે. તે સામે વિરોધ કરવા માટે કાઠી ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે....દિલીપભાઈ ખાચર (દક્ષિણ ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજ સંયોજક )
ધાર્મિક લાગણી દુભાઈ : આ બાબતે કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન ગોલણભાઈ ગોરખભાઈ વાળાએ જણાવ્યું કે અમે અમારા કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કારણ કે, અમારી ધાર્મિક લાગણી દુભાઈ છે. ખાસ કરીને વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં વિરાજતા બ્રહ્મસ્વરૂપ સ્વામી જેઓએ ગુરુ ગેબીનાથની પરંપરા વિરુદ્ધ શબ્દોની ટિપ્પણી કરી છે. જે થકી ભાવિક ભક્તોમાં દુઃખની લાગણીઓ જોવા મળી રહી છે. ગુરુ ગેબીનાથ સંપ્રદાય તો ખૂબ જ જૂનો છે જે 2100 વર્ષ જૂની રાજા ભર્તુહરિ ગુરુ ગોરખનાથ ભારતવર્ષ સિવાયના દેશોને પણ આવરી લે એટલો મોટો સમુદાય છે. એવા મોટા કામો પણ કર્યા છે. ત્યારે તે સંપ્રદાયના સાધુઓ અભદ્ર ટિપ્પણીઓ બોલે છે ત્યારે આ પ્રકારે બોલવું કોઈને અધિકાર નથી. વ્યાસપીઠ ઉપર બેસીને સ્વામીજી આ રીતે બોલે તે બાબતે અમારા સમાજમાં ખૂબ જ દુઃખની લાગણી છે. તે બાબતે લઈને અમે કલેક્ટર મારફતે સરકારને રજૂઆત કરી રહ્યાં છીએ.
- Nath Sect VS Swaminarayan Sect : ગેબીનાથ વિશે વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામીની વિવાદાસ્પદ ટિપ્પણી, નાથ સંપ્રદાય દ્વારા વિરોધ
- Surat News: ગોરખનાથ સંપ્રદાયે સ્વામિનારાયણ સંપ્રદાય વિરૂદ્ધ આપ્યું આવેદન પત્ર, ગેબીનાથ જેવા સિદ્ધ પુરુષનું અપમાન નહીં સાંખી લેવાય