ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : નાણાં સ્વીકારવાની સિસ્ટમ જૂની હોવાના લીધે ઉદ્યોગકારોએ કોલસાની અછત સર્જાઈ - GMDC

કોલસા આધારિત ઉદ્યોગો માટે સમયસર કોલસાનો જથ્થો મહત્ત્વની બાબત છે. કોલસા માટેના નાણાં ચૂકવવા માટે જીએમડીસીમાં નાણાં ચુકવણીને લઇને સુરતના ઉદ્યોગકારો કોલસાની અછત જેવી મુશ્કેલી અનુભવી રહ્યાં છે. શું બાબત છે જોઇએ.

Surat News : નાણાં સ્વીકારવાની સિસ્ટમ જૂની હોવાના લીધે ઉદ્યોગકારોએ કોલસાની અછત સર્જાઈ
Surat News : નાણાં સ્વીકારવાની સિસ્ટમ જૂની હોવાના લીધે ઉદ્યોગકારોએ કોલસાની અછત સર્જાઈ

By

Published : Apr 1, 2023, 5:23 PM IST

જીએમડીસીમાં નાણાં સ્વીકારવાની સિસ્ટમની સમસ્યા

સુરત : સહિત દક્ષિણ ગુજરાતમાં કોલસો પૂરો પાડતી જીએમડીસીમાં નાણાં સ્વીકારવાની સિસ્ટમ હજુ જૂની હોવાના લીધે ઉદ્યોગકારોએ ભારે હાલાકી ભોગવવી પડે છે. એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર ડિજિટલ રીતે નાણાંની આપ-લે માટે પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે જીએમડીસીના અધિકારીઓ નક્કી કરે તે પ્રમાણે જ નાણાંની ચુકવણી કરવી પડે છે. જો તે પ્રમાણે નાણાં ચૂકવવામાં નહીં આવે તો ડાઇંગ મિલ ચલાવતા ઉદ્યોગકારોને કોલસાનો જથ્થો મળતો નથી.

કોલસાનો જથ્થો મળ્યો નથી :જીએમડીસીમાંથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આવેલી 300થી વધુ ડાઇંગ મિલને કોલસાનો જથ્થો પૂરો પાડે છે. આ માટે મિલ સંચાલકોએ સૌથી પહેલા નાણાંની ચુકવણી કરવાની હોય છે. ત્યારબાદ તે નાણાં કંપનીમાં જમા થયા છે કે નહીં તેની ચકાસણી કર્યા બાદ જ કોલસાનો જથ્થો રવાના કરવામાં આવતો હોય છે. પરંતુ છેલ્લા એક સપ્તાહથી નાણાં સ્વીકારવા માટેના સર્વરમાં જ ખામી હોવાના લીધે મિલ સંચાલકોને કોલસાનો જથ્થો મળ્યો નથી. આ સમસ્યા વહેલી તકે ઉકેલાય તેવી માંગ વેપારીઓ કરી રહ્યા છે.

આ પણ વાંચો Gujarat Assembly : સરકારે વીજળી ખરીદ્યા વગર કુલ 24,514 કરોડની ચૂકવણી કરી દીધી

અધિકારીઓને રજૂઆત : આ માટે એવું પણ કારણ છે કે મિલ સંચાલકો સીધી જીએમડીસીમાં નાણાં ચૂકવવાના બદલે અધિકારીઓ કહે તે પ્રમાણે નાણાં ચૂકવવાના હોય છે. તેના લીધે સમયાંતરે આવી સમસ્યા ઊભી થતી હોય છે. તેના બદલે જીએમડીસીના ખાતામાં જ નાણાં એનઇએફટી અથવા તો આરટીજીએસથી સ્વીકારવામાં આવે તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે, પરંતુ જીએમડીસીના અધિકારીઓને આ મુદ્દે વખતોવખત રજૂઆત કરાવા છતાં આજદિન સુધી સમસ્યાનો નિકાલ નહીં આવતા ડાઇંગ મિલના સંચાલકોએ પરેશાની વેઠવી પડે છે. આ સાથો સાથ હાલ એક તરફ મંદીનો દોર ચાલી રહ્યો છે.

આ પણ વાંચો Coal Theft in Bhavnagar : ભેળસેળ કોલસાનો થયો પર્દાફાશ, કેવી રીતે પોલીસે પકડી ગેંગને જૂઓ

બે દિવસ બંધ :દક્ષિણ ગુજરાત મિલ પ્રોસેસિંગ યુનિટના પ્રમુખ જીતુ વખારિયાએ જણાવ્યું હતું કે, જે રીતે કોલસાની ચાલી રહી છે જેને કારણે મીલ માલિકો પોતાની મિલ સપ્તાહમાં બે દિવસ બંધ રાખવાની નોબત આવી રહી છે જો આવી જ રીતે પરિસ્થિતિ રહેશે તો મિલ માલિકોએ પોતાની મીલ બંધ રાખવાની નોબત આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે.મિલ માલિકોએ હાલ તો એવી માંગ કરી છે કે જે રીતે પહેલા આરટીજીએસટીથી બેંકમાં પૈસા ભરવામાં આવતા હતા તે જ રીતે હવે ફરીથી આ સિસ્ટમ શરૂ કરવામાં આવે કે જેને કારણે મીલ માલિકોને સહેલાઈ રહે અને કોલસો રાબેતા મુજબ મળતો થઈ જાય.

ABOUT THE AUTHOR

...view details