ગુજરાત

gujarat

ETV Bharat / state

Terror of the leopard : માંગરોળ તાલુકામાં ઘરઆંગણે બાંધેલી વાછરડીને દીપડો ખેંચી ગયો - વાછરડી

માંગરોળ તાલુકાના મોટી પારડી ગામે નવાપરા ફળિયામાં ઘરઆંગણે બાંધેલી વાછરડીને દીપડો ખેંચી ગયો હતો. ઘરથી થોડે દૂર જઈને નિરાતે વાછરડીનો શિકાર કરી લીધો હતો. સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી.

Surat News : માંગરોળ તાલુકામાં ઘરઆંગણે બાંધેલી વાછરડીને દીપડો ખેંચી ગયો
Surat News : માંગરોળ તાલુકામાં ઘરઆંગણે બાંધેલી વાછરડીને દીપડો ખેંચી ગયો

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2023, 5:00 PM IST

ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી

સુરત : સુરત જિલ્લામાં સતત દીપડોઓના આતંક વધી રહ્યો છે. દીપડાઓ જંગલ વિસ્તાર છોડીને શિકારની શોધમાં અવારનવાર માનવ વસાહત તરફ આવી રહ્યા છે. ત્યારે વધુ એક વાર ખૂંખાર દીપડાએ મોટી પારડી ગામે પાલતુ પ્રાણીનો શિકાર કર્યો હતો.

વાછરડીનો શિકાર : માંગરોળ તાલુકાના મોટી પારડી ગામે નવાપરા ફળિયામાં રહેતા શંકરભાઈ વસાવા જેઓ પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. વહેલી સવારે તેઓના ફળિયામાં ખૂંખાર દીપડો આવ્યો હતો અને ઘરઆંગણે બાંધેલી વાછરડીને ખેંચી ગયો હતો અને ઘરની થોડે દૂર થઈ વાછરડીનો શિકાર કરી નિરાંતે મિજબાની માણી જંગલ વિસ્તારમાં ભાગી ગયો હતો.

પશુપાલકને સહાયની માગણી : પશુપાલક પરિવારને આંગણામાં વાછરડી નજરે ન ચડતા તેઓએ શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન ઘરથી થોડે દૂર શિકાર કરેલી હાલતમાં વાછરડી મળી આવી હતી. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક વન વિભાગની ટીમને કરવામાં આવતા વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને આગળની તજવીજ હાથ ધરી હતી. ત્યારે પશુપાલકને સરકાર આર્થિક સહાય કરે તેવી સૌ કોઈએ માંગ કરી હતી.

અમારા વિસ્તારના જંગલ વિસ્તારમાં બહોળી સંખ્યામાં દીપડાઓ વસવાટ કરે છે. અમારા ગામમાં દીપડાએ એક વાછરડીનો શિકાર કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક વિભાગને કરાઈ હતી. પશુપાલકને સરકાર સહાય ચૂકવે તેવી અમારી માંગ છે...કેતનભાઈ (સ્થાનિક આગેવાન)

થોડા મહિના અગાઉ દીપડાએ શ્વાન પર હુમલો કર્યો હતો : અન્ય બનાવની વાત કરીએ તો થોડા મહિના અગાઉ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અંત્રોલી ગામના સરપંચ જયેશ સોલંકીના ઘરમાં દીપડાએ હુમલો કર્યો હતો. મોડી રાત્રે 12:00 વાગ્યા આસપાસ ખૂંખાર દીપડો આવ્યો હતો. તેણે ઘરના વાડામાં સાંકળથી બાંધેલ પાળતુ શ્વાનનો શિકાર કરવાની કોશિશ કરી હતી. જોકે સદનસીબે શ્વાનના ગળામાં બેલ્ટ હોવાથી દીપડો શિકાર કરી શક્યો ન હતો. શ્વાન જોરજોરથી ભસવા લાગતા જયેશભાઈનો પરિવાર જાગી ગયો હતો. જેના કારણે દીપડાને મોઢામાં આવેલ શિકાર છોડી ભાગી જવાની ફરજ પડી હતી.

  1. Surat News : માંડવી તાલુકામાં સ્ટોન ક્વોરી વિસ્તારમાં પ્રવેશી દીપડા દ્વારા શ્વાનનો શિકાર, સીસીટીવીમાં ઝીલાઇ ઘટના
  2. Junagadh Viral Video: ગાયનું મારણ કરતી સિંહણનો વાયરલ વીડિયો જુઓ...
  3. Video Viral : દિપડાએ હરણના શિકાર કર્યાની ઘટના કેમેરામાં થઈ કેદ, જૂઓ વિડીયો

ABOUT THE AUTHOR

...view details