ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : ગ્રેડ પે મુદ્દે કોર્ટમાં જવાના નામે 400 શિક્ષકો પાસે ઉઘરાણાના મામલે તપાસનો આદેશ - તપાસનો આદેશ

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને અન્ય શિક્ષકોનો માઠો અનુભવ થયો હતો. સરકાર દ્વારા ગ્રેડ પે ન મળતાં કોર્ટની લડત માટે મન બનાવનાર તમામ શિક્ષકો પાસેથી સાત સાત હજાર રુપિયા ઉઘરાવવામાં આવ્યાં હતાં. એ રીતે 28 લાખ રુપિયાનો મામલો થયો હતો. આ મુદ્દે શાસનાધિકારીએ તપાસના આદેશ આપ્યાં છે.

Surat News : ગ્રેડ પે મુદ્દે કોર્ટમાં જવાના નામે 400 શિક્ષકો પાસે ઉઘરાણાના મામલે તપાસનો આદે
Surat News : ગ્રેડ પે મુદ્દે કોર્ટમાં જવાના નામે 400 શિક્ષકો પાસે ઉઘરાણાના મામલે તપાસનો આદે

By

Published : Apr 20, 2023, 6:48 PM IST

કોર્ટની લડત માટે ઉઘરાણાં થયાં હતાં

સુરત : સુરત ગ્રેડ પે મુદ્દે કોર્ટમાં જવાના નામે 400 શિક્ષકો પાસે સાત સાત હજારના ઉઘરાણાના સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. 400 શિક્ષકો પાસે સાત સાત હજારના ઉઘરાણા કરી એમ કુલ 28 લાખ એકત્ર કરાયા બાદ શિક્ષણ સમિતિના શિક્ષકોના બે ગ્રુપમાં ફાડિયા પડ્યાં હતાં. જેને લઈને શાસનાધિકારી દ્વારા ​​તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

ઉઘરાણાનો વિવાદ : સુરત ગ્રેડ પે મુદ્દે કોર્ટમાં જવાના નામે 400 શિક્ષકો પાસે સાત સાત હજારના ઉઘરાણાના સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. 400 શિક્ષકો પાસે 7-7 હજારના ઉઘરાણા કરી એમ કુલ 28 લાખ એકત્ર કરાયા બાદ શિક્ષણ સમિતિના શિક્ષકોના બે ગ્રુપમાં ભાગલા પડી ગયાં હતાં જેને લઈને શાસનઅધિકારી દ્વારા ​​તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. જોકે ભૂતકાળમાં આ જ રીતે લાખો રૂપિયા ચાઉં કરાયા હતા. ઉચ્ચતર પગાર ધોરણ મુદ્દે પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના શિક્ષકો પાસે કોર્ટમાં કેસ દાખલ કરવાના હતા. શિક્ષક દીઠ 7 હજાર એકત્રિત કરાયા હતા. ઉઘરાણાથી વિવાદ વકરતા સમગ્ર મામલાની તપાસના કરવાનાં આદેશ આપવામાં આવ્યા હતા. તો આ મામલે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષે શાસનાધિકારીને નોંધ મુકી છે.

આ પણ વાંચો Harsh Sanghvi Statement : ગ્રેડ પે મુદ્દે અમુક લોકો રાજનીતિ કરે છે, સરકાર સારો નિર્ણય કરશે

1500થી વધુ શિક્ષકોને ગ્રેડ પેનો લાભ મળ્યો નથી : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 4 હજારથી વધુ શિક્ષકો છે.જેમાંથી 1500થી વધુ શિક્ષકોને ગ્રેડ પેનો લાભ મળ્યો નથી. જેને લઇ શિક્ષકદીઠ અંદાજે 8થી 12 લાખનું મળવાપાત્ર એરિયર્સનું નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા મહિનાઓથી સુરતમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરાવતા શિક્ષકો જેમાં કેટલાક શિક્ષકોને મળવા પાત્ર ગ્રેડ પે મુદ્દે રજુઆત કરી પોતાનો રોષ દર્શાવ્યો છે. ઘણી વખત આ મામલે રજૂઆતો પણ કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી કોઈ પણ પ્રકારનો પોઝિટિવ નિર્ણય સરકાર તરફથી આપવામાં આવ્યા નથી. જે મામલે હવે કેટલાક શિક્ષકોએ કોર્ટમાં જવાના નામે 400 શિક્ષકો પાસેસાત સાત હજારના ઉઘરાણાના કર્યા હોવાની વાત બહાર આવી છે.

આ પણ વાંચો સુરતના મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘની નારાજગી શા માટે છે જુઓ

આવી પ્રવૃત્તિઓ કરતા શિક્ષકોની તપાસ : આ બાબતે સુરત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશ શાહે જણાવ્યું હતું કે અલગ અલગ શિક્ષક મંડળો દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચરીએ મને મળવા આવી રહ્યા છે. તેમની વાતો સાંભળી છે કે ગ્રેડપે મુદ્દે કોર્ટમાં જવાના નામે જે રીતે પૈસા ઉઘરાવ વામાં આવી રહ્યા છે તેને લઈને અહીં કચેરીથી દરેક શિક્ષકોને જાણ કરવામાં આવી છે. આ રીતે કોર્ટ લડત માટે પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે ત્યારે તેની માટે શિક્ષણ સમિતિની મંજૂરી વગર આ કાર્ય કરવામાં આવી રહ્યું છે, તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. જેને લઈને મેં શાસન અધિકારીઓને જાણ કરી છે. આવી પ્રવૃત્તિઓ કરતા શિક્ષકોની તપાસ થવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details