3500 ફૂટમાં બનાવાયેલી રામમંદિર થીમ પરની રંગોળી જોવા જેવી સુરત: દિવાળી પર્વના દિવસો શરુ થવાને લઇને સુરતીઓમાં ઉત્સાહનું ઉદાહરણ સામે આવ્યું છે. દેશભરમાં અયોધ્યામાં રામ મંદિરને લઇને જુદાં જુદાં પ્રકારે માધ્યમોમાં હેડલાઇન્સ બની રહી છે. ત્યારે સુરતમાં અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ યુવા શાખા દ્વારા રામ દરબારની થીમ ૫૨ સૌથી મોટી રંગોળી બનાવવામાં આવી છે.જેને લઇને લોકોમાં વિશાળકાય રંગોળી નિહાળવાનું આકર્ષણ જોવા મળ્યું છે.
અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા બનાવાઇ : આ રંગોળી તૈયાર થઈ છે જે દિવાળી સુધી લોકોને જોવા મળશે. અયોધ્યાના રામ મંદિરના આબેહૂબ પ્રતિકૃતિ અહીં જોવા મળે છે. જેના આકાશીય દ્રશ્ય તમામ રામ ભક્તો માટે ખૂબ જ આકર્ષક છે. 3,500 ચોરસ ફૂટ વિસ્તારમાં આ વિશાળકાય રંગોળી બનાવવામાં આવી છે. આ સમગ્ર મામલે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ સંજય સરાવગીએ જણાવ્યું હતું કે, 14 વર્ષ બાદ જ્યારે ભગવાન રામ અયોધ્યા આવ્યા હતાં ત્યારે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.
500 વર્ષ પછી ભગવાન ફરીથી અયોધ્યા આવી રહ્યા છે. ત્યારે અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણની ઉજવણી કરવા માટે એક મહિના અગાઉથી અમે ખાસ વિચાર કર્યો હતો. એમાં આ વિશાળકાય રંગોળી બનાવવા માટે વિચાર્યું હતું .આ રંગોળીમાં 1000 કિલોના 18 પ્રકારના રંગ છે. જે 50 ફૂટ લંબાઈ અને 70 ફૂટ પહોળાઇ ધરાવે છે, જેને 26 સભ્યોએ 07 દિવસમાં બનાવાયા છે. દિવાળી પર્વ સુધી લોકો આ રંગોળી નિહાળી શકશે. રંગોળીમાં રામ મંદિરની પ્રતિકૃતિ અને ભગવાન શ્રીરામ માતા સીતા અને હનુમાનજીની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે....સંજય સરાવગી (પ્રમુખ, અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ )
મહારાજા અગ્રસેન ભવનના પરિસરમાં જોવા મળશે : અયોધ્યાના ભવ્ય મંદિરમાં રામલલા 22 જાન્યુઆરીના રોજ વિરાજમાન થશે. તે પહેલા દેશભરમાં જાણે દરરોજે દિવાળી પર્વની ઉજવણી થઈ રહી હોય આ હદે લોકો ઉત્સુક છે. ત્યારે સુરત શહેરમાં દિવાળી નિમિત્તે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ યુવા શાખા દ્વારા રામ દરબારની થીમ ૫૨ સૌથી મોટી રંગોળી બનાવવામાં આવી છે. સુરત શહેરમાં સિટીલાઇટ મહારાજા અગ્રસેન ભવનના પરિસરમાં બનાવવામાં આવી છે. આ રંગોળી ટ્રસ્ટના યુવા શાખા દ્વારા તૈયાર કરાવવામાં આવી છે. એમાં શિક્ષિત યુવાઓ પોતાની રીતે આ રંગોળી તૈયાર કરી છે સુરતમાં પ્રથમવાર હશે કે આટલી મોટી રંગોળી તૈયાર કરવામાં આવી હોય.
- Rajkot Colours market: રાજકોટના રંગોળી માટેના કલરની માંગ વધતા રંગોળી બજારમાં રોનક
- Diwali 2023: દિવાળીમાં હવે કેમિકલ કલરની જગ્યાએ બનાવો ફૂલ પાંદડાની રંગોળી, જુઓ
- Chandrayaan 3: ભારતના વૈજ્ઞાનિકોને બિરદાવા માટે સુરતમાં રંગોલી આર્ટિસ્ટે વિશાળકાય ચંદ્રયાન 3ની રંગોળી બનાવી