સુરત : સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પરબ ગામે વધુ એક મકાન ધરાશાયી થયું હતું. વડ ફળિયામાં વહેલી સવારે મકાન ધરાશાયી થતા થોડીવાર માટે ભાગદોડ મચી હતી. સદનસીબે ઘરના સભ્યો બહાર હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જેને લઇને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાની જાણ સ્થાનિક તંત્રને થતા તંત્ર સ્થળ પર દોડી ગયું હતું. આ ઘટનાનો રિપોર્ટ તૈયાર કરી હાલ તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવ્યો છે.
જાનહાનિ નથી: સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પરબ ગામે કાચા મકાન ધરાશાયી થવાનો સિલસિલો યથાવત છે. છેલ્લા 24 કલાકમાં વધુ મકાન ધરાશાય થવાની ઘટના બની છે. પરબ ગામમા આવેલ વડ ફળિયામાં રહેતા એક શ્રમજીવી પરિવારનું કાચું મકાન ધરાશાયી થઈ ગયું હતું.કાચું મકાન ધરાશાય થવાનો અવાજ સાંભળી લોકો સ્થળ પર દોડી આવ્યા હતાં.જોકે સદ નસીબે ઘરમાં રહેતો પરિવાર ઘરની બહાર હોવાથી કોઈ મોટી જાનહાનિના સમાચાર ન મળતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે..ધારાબેન(તલાટી, પરબ ગામ)
રવિવારે પણ મકાન ધરાશાયી થતાં સગીરાનું મોત : ઉલ્લખનીય છે કે ગતરોજ પણ કામરેજના પરબ ગામે એક મકાન ધરાશાયી થયું હતું. ગિરનાર ફળિયામાં રહેતા ભીખુભાઈ રાઠોડ જેઓ ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓના પરિવારમાં તેઓની પત્ની આશાબેન, 12 વર્ષની એક દીકરી અને એક 6 વર્ષનો દીકરો છે. આ શ્રમજીવી પરિવાર જમી પરવારી સૂઈ ગયો હતો. ત્યારે આ ઘટના બની હતી
12 વર્ષની પુત્રીનું મોત થયું હતું : ત્યારે ગતરોજ વહેલી સવારે 6;00 વાગ્યા આસપાસ તેઓનું કાચું મકાન ધરાશાયી થઈ ગયું હતું. જેને લઇને આખો પરિવાર ઘરના કાટમાળમાં દબાઈ ગયો હતો . મકાન ધરાશિય થવાનો અવાજ સાંભળી આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતાં અને દબાઈ ગયેલ પરિવારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. 12 વર્ષીય પુત્રી સપનાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે 06 વર્ષીય સોહમને પેટના ભાગે તથા કમરથી નીચેના ભાગે ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
- Building collapsed in Surat : સુરતમાં જર્જરિત મકાન ધરાશાયી થતા પરિવાર કાટમાળમાં દટાયો, માસુમ બાળકીને સારવાર મળે તે પહેલા મોતને ભેટી
- Rajkot News : રાજકોટ જેતપુરના ભોજાધાર વિસ્તારમાં મકાન ધરાશાયી થતા 6 લોકો દટાયા
- Bhavnagar Collpase: ભાવનગરમાં બાલ્કનીનો બે માળનો સ્લેબ ધરાશાયી, એક મહિલાનું મોત, 17થી 18 જેટલા લોકો ઈજાગ્રસ્ત