ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : સ્લમ વિસ્તારના બાળકોને શાસ્ત્રોના શ્લોકો અને હનુમાન ચાલીસા કંઠસ્થ, કોણે કર્યો ઉમદા પ્રયાસ જાણો - શાસ્ત્રોના શ્લોકો

બાળકોમાં સંસ્કૃતથી સંસ્કાર સિંચનનું એક સુંદર ઉદાહરણ સુરતના ન્યૂ સિટી લાઇટમાં આવેલા સ્લમ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. જ્યાં નાના નાના બાળકો હનુમાન ચાલીસા શીખી ગયાં છે અને સંસ્કૃત શ્લોકોનું કરબદ્ધ ઉચ્ચારણ કરતાં જોવા મળી રહ્યાં છે. મંજુ મિત્તલ નામના ગૃહિણીએ કરેલા ઉમદા પ્રયાસની શી અસર થઇ રહી છે જૂઓ.

Surat News : સ્લમ વિસ્તારના બાળકોને શાસ્ત્રોના શ્લોકો અને હનુમાન ચાલીસા કંઠસ્થ, કોણે કર્યો ઉમદા પ્રયાસ જાણો
Surat News : સ્લમ વિસ્તારના બાળકોને શાસ્ત્રોના શ્લોકો અને હનુમાન ચાલીસા કંઠસ્થ, કોણે કર્યો ઉમદા પ્રયાસ જાણો

By

Published : May 15, 2023, 3:34 PM IST

ઉમદા પ્રયાસની અસર

સુરત : સુરત શહેરના ન્યૂ સિટી લાઈટ ખાતે આવેલા સ્લમ વિસ્તારમાં રોજ સાંજે હનુમાન ચાલીસા અને શાસ્ત્રોના શ્લોકોનો અવાજ દૂર સુધી સંભળાય છે અને આ અવાજ નાના નાના બાળકોનો હોય છે. ભક્તિમય વાતાવરણના કારણે આસપાસના લોકો પણ અહીં જોવા માટે આવી જાય છે. બાળકોમાં સનાતન સંસ્કૃતિ અંગે જાણકારી મળી રહે એ માટે 55 વર્ષીય ગૃહિણી મંજુ મિત્તલ દ્વારા આ ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

ક્યાં યોજાય છે પાઠ :મંજુ મિત્તલ રોજ સુરત શહેરના સ્લમ વિસ્તાર ગણાતા ઇડબલ્યુએસ આવાસમાં જાય છે અને ત્યાં 5 વર્ષથી લઈ 13 વર્ષના બાળકોને એકત્ર કરી તેમને અલગ અલગ શ્લોકોના પાઠ કરાવે છે. એટલું જ નહીં તેઓ રોજ બાળકોને હનુમાન ચાલીસાના પાઠ કરાવે છે. જેથી આ બાળકોને હવે અનેક શ્લોકો અને હનુમાન ચાલીસા કંઠસ્થ થઈ ગયા છે. બાળકો પણ સમયસર મંજુ મિતલ આવે તે પહેલા એકત્ર થઈ જાય છે અને બાળકો અને લોકો ક્યારે હનુમાન ચાલીસાનો પાઠ શરૂ થાય તેની રાહ જોતા હોય છે.

Navsari news: એકડો ધુંટવાની ઉંમરે બાળકે હનુમાન ચાલીસા કંઠસ્થ કરી

રાજકોટમાં વિશાળ હનુમાન ચાલીસા યુવા કથાનું કરાયું આયોજન

જ્યાં હિંદુઓની સંખ્યા ઓછી છે ત્યાં Bajarang Dal હનુમાન ચાલીસાના પાઠ માટે આપે છે નિઃશુલ્ક સ્પીકર

મોટાભાગના શ્લોકો કંઠસ્થ : જ્યારે મંજુ મિત્તલ દ્વારા શાસ્ત્રોના શ્લોકોનો પાઠ કરવામાં આવે છે, ત્યારે તેમની સાથે આ બાળકો પણ શ્લોકો સાથે સાથે બોલતા હોય છે. તમામ બાળકો આટલી નાની ઉંમરમાં સંસ્કૃતના મોટાભાગના શ્લોકો કંઠસ્થ કરી ચૂક્યા છે. જ્યારે પણ શ્લોકોનું ઉચ્ચારણ કરવામાં આવે છે, ત્યારે તમામ બાળકો તેમાં તલ્લીન જોવા મળે છે. બાળકો આંખ બંધ કરીને અને બંને હાથ જોડીને બેસી જાય છે અને જ્યારે હનુમાન ચાલીસાનો પાઠ શરૂ થાય છે ત્યારે તેમને હનુમાન ચાલીસાની એક એક લાઈન સારી રીતે યાદ હોય છે. તેઓ આટલી નાની ઉંમરમાં પણ સારી રીતે તેનું ઉચ્ચારણ કરતા હોય છે.

આ વિસ્તારને અમે સ્લમ વિસ્તાર નહીં પરંતુ શબરીધામ કહીએ છીએ.નાના બાળકોને અમે દિવસની શરૂઆત કઈ રીતે કરી શકાય તેની જાણકારી આપીએ છીએ. મંત્ર અને શ્લોકના માધ્યમથી કઈ રીતે ઈશ્વરની આરાધના કરી શકાય તે જાણકારી આ બાળકોને આપીએ છીએ. મંજુ મિત્તલ (સંસ્કૃત ભાષા શીખવનાર)

સંસ્કૃત ભાષા શીખવાનો અધિકાર : સંસ્કૃત આ દેવ ભાષા છે જેથી શબરીધામના બાળકોને પણ આ સંસ્કૃત ભાષા શીખવાનો અધિકાર છે તેવી ભાવના સાથે આ કાર્ય કરવામાં આવે છે. હનુમાન ચાલીસાનો પાઠ કરાવવા સાથે સવારે ઊઠવાથી લઇને રાત સુધી કઈ રીતે લોકોને મંત્રોના માધ્યમથી દિવસ પસાર કરવો તે અંગે જાણકારી આપવામાં આવે છે.

મંજુ દીદી અમને શ્લોક અને હનુમાન ચાલીસા શીખવાડે છે. જ્યારે હું મંત્રનું ઉચ્ચારણ કરું છું ત્યારે મને લાગે છે કે હનુમાનજી પોતે મારી પાસે છે અને આ મંત્રોચ્ચારણ કરવાથી હવે મારું ભણવામાં પણ મન લાગે છે. અન્ય એક બાળકી પ્રિયંકાએ જણાવ્યું હતું કે જ્યારે પણ અમે મંત્રોચ્ચારણ કરીએ છીએ અથવા તો હનુમાન ચાલીસા વાંચીએ છીએ ત્યારે અમને શક્તિ મળે છે. અમને બહુ જ ગમે છે.પિંકી અને પ્રિયંકા (હનુમાન ચાલીસા પાઠ શીખનાર બાળકો)

બાળકોમાં સંસ્કૃતથી સંસ્કાર સિંચન : અનેેક પ્રકારના અભાવો વચ્ચે જીવતાં બાળકો માટે આ પ્રયાસ બૌદ્ધિક સંમાર્જનનો પણ બની રહે છે.મંજુ મિત્તલનો સ્લમ્સ એરિયાના બાળકો માટે સંસ્કૃત દ્વારા સંસ્કૃતિના સિંચનની આ વાત ન્યારી કહી શકાય. હવેના સમયમાં દરેક પ્રવૃતિઓનું કેન્દ્રબિંદુ આર્થિક હેતુ સાથે જોડાઇ રહ્યું છે ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિ બાળકોના ઉજ્જવળ ભવિષ્યના મૂળ નાંખનાર બની રહે તો નવાઇ નહીં.

ABOUT THE AUTHOR

...view details