ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : હજીરાથી ગોથાણ ગુડ્ઝ ટ્રેન રેલવે ટ્રેકની આ પ્રક્રિયાનો વિરોધ, કલેકટર સુધી પહોંચ્યાં ખેડૂતો

સુરતનું હજીરા મોટા મોટા ઔદ્યોગિક ગૃહોથી ધમધમે છે. અહીં હજીરાથી ગોથાણ વચ્ચે 50 કિલોમીટર વિસ્તારમાં ડેડિકેટેડ ફ્રેઈટ કોરીડોર માટે નવો ટ્રેક નાંખવાની કામગીરીને લઇ જમીન સંપાદન જાહેરનામું બહાર પડી ગયું છે. ત્યારે આ વિસ્તારના ખેડૂતોએ વિરોધ દર્શાવી કલેક્ટરને રજૂૂઆત કરી છે.

Surat News : હજીરાથી ગોથાણ ગુડ્ઝ ટ્રેન રેલવે ટ્રેકની આ પ્રક્રિયાનો વિરોધ, કલેકટર સુધી પહોંચ્યાં ખેડૂતો
Surat News : હજીરાથી ગોથાણ ગુડ્ઝ ટ્રેન રેલવે ટ્રેકની આ પ્રક્રિયાનો વિરોધ, કલેકટર સુધી પહોંચ્યાં ખેડૂતો

By

Published : May 11, 2023, 7:49 PM IST

કશું બચશે નહીં

સુરત : હજીરાથી ગોથાણ વચ્ચે 50 કિલોમીટર વિસ્તારમાં ડેડિકેટેડ ફ્રેઈટ કોરીડોર માટે નવો ટ્રેક હયાત રેલવે ટ્રેકની લગોલગ નાંખવા રેલવેતંત્રએ સત્તાવાર જાહેરાત કરી છે. જૂના ટ્રેક માટે વર્ષો પહેલા જે જમીન સંપાદન થઈ હતી તે જ જમીન ઉપર નવો ટ્રેક નંખાશે. ત્યારે આ મામલે હજીરા કાંઠા વિસ્તારના ખેડૂતો સખત વિરોધ કરી રહ્યા છે. જેને લઈને આજરોજ સુરત જિલ્લા કલેકટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરીને કલેકટરને રજૂઆત કરી હતી.

જમીન ગુમાવનારા ખેડૂતોનો વિરોધ : 50 કિલોમીટર વિસ્તારમાં ડેડિકેટેડ ફ્રેઈટ કોરીડોર માટે નવો ટ્રેક હયાત રેલવે ટ્રેકની લગોલગ નાંખવાનો છે. ત્યારે જૂના ટ્રેક માટે વર્ષો પહેલા જે જમીન સંપાદન થઈ હતી તે જ જમીન ઉપર નવો ટ્રેક નંખાશે. તેમજ જ્યાં જરૂર જણાશે ત્યાં જ ખેડૂતોની ખાનગી જગ્યા સંપાદન કરાશે. આ કામ પૂર્ણ થતાં હજુરા પોર્ટને રેલવેની નવી કનેક્ટિવિટી મળવાની છે. બીજી તરફ હજીરાથી ગોથાણ રેલવે લાઈનને વિશેષ દરજ્જો મળતા આ કામગીરી હવે જાહેર હિતની ગણાશે. જેથી હવે જમીન સંપાદનથી લઈને ટ્રેક નાંખવા કામગીરી ખૂબ જ ઝડપથી આગળ વધશે.

આ પણ વાંચોઃ

  1. Tapi News : નેશનલ હાઇવે નંબર 56માં જમીન સંપાદન અંગે ખેડૂતોનો હુંકાર, જીવ આપી દઈશ પણ જમીન નહીં
  2. Gothan Hazira New Railway Track Controversy : જમીન ગુમાવનારા ખેડૂતો મુખ્યપ્રધાન સમક્ષ જાહેરનામું પરત ખેંચવા માગણી કરશે
  3. Gothan Hazira Broad Gauge Railway: ગોથાણ-હજીરા ન્યુ બ્રોડગેજ રેલવે લાઈનને લઇને વિવાદ, ખેડૂતો દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયાનો વિરોધ

નાના ખેડૂતોની જમીન : જમીન સંપાદનથી માંડીને ટ્રેક પાથરવા સુધી ઝડપથી કામકાજ નીપટાવવા તંત્રની તૈયારીઓ છે ત્યાં બીજીતરફ જે જે જમીન સંપાદન કરવાની છે ત્યાં જમીન ગુમાવનારા ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. નવા રેલવે ટ્રેકમાં દામકા અને વાસવા ગામના લગભગ 50 જેટલા ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે. ત્યારે આ ખેડૂતોનું જણાવવું છે કે તેમની જમીન સરકાર લઇ લેશે તો તેમની પાસે કશું બચશે નહીં કારણ કે તેઓ નાના ખેડૂતો છે.

હાલ સરકાર દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે 29-3 એ જમીન સંપાદન કરવા બાબતે જેમાં અમારા હજીરા વિસ્તારના દામકા અને વાસવા ગામના લગભગ 50 જેટલા ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે. જો જમીન સંપાદનમાં જશે તો તેઓ પાસે કસું બચશે નહિ રોડ ઉપર આવી જશે. કારણ કે અમારા હજીરા વિસ્તારના દામકા અને વાસવા ગામમાં ખૂબ જ નાના ખેડૂતો છે. ધનસુખભાઈ પટેલ (ખેડૂત આગેવાન)

સરકારી જમીન પણ છે : ખેડૂતોની જમીન લઇ લેવાની બાબતે વિરોધ એટલા માટે પણ છે કે આ વિસ્તારમાં દામકા અને વાસવા ગામમાં મોટા પ્રમાણમાં સરકારી જમીનો પણ છે. જો સરકારની એ જમીન ઉપરથી રેલવે લાઇન લઈ જવામાં આવે તો તેમની માટે ખૂબ જ ફાયદો ગણાશે. પરંતુ હાલ એવું લાગી રહ્યું છે કે સરકારના અધિકારીઓને હાલની ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ નથી. જેથી આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે એવું ખેડૂતોનું માનવું છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details