ગુજરાત

gujarat

ETV Bharat / state

First ever youngest organ donation: દેશમાં સૌથી નાની વયનું અંગદાન, પાંચ દિવસના બાળકની બે કિડની, બે આંખ, બરોળ અને લીવરનું દાન - પાંચ દિવસના બાળક

દેશમાં પ્રથમવાર સૌથી નાની વયનું અંગદાન સુરતમાં નોંધાયું છે. જેમાં માત્ર પાંચ જ દિવસના બાળકની બે કિડની, બે આંખ, બરોળ અને લીવરનું દાન આપવામાં આવ્યું હતું.

First ever youngest organ donation: દેશમાં સૌથી નાની વયનું અંગદાન, પાંચ દિવસના બાળકની બે કિડની બે આંખ બરોળ અને લીવરનું દાન
First ever youngest organ donation: દેશમાં સૌથી નાની વયનું અંગદાન, પાંચ દિવસના બાળકની બે કિડની બે આંખ બરોળ અને લીવરનું દાન

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2023, 8:18 PM IST

Updated : Oct 18, 2023, 10:14 PM IST

પરિવારે ભારે હૈંયે લીધો નિર્ણય

સુરત : દેશમાં પ્રથમવાર સૌથી નાની વયનું અંગદાન કરનાર સુરતનું બાળક બન્યું છે. માત્ર પાંચ જ દિવસના બાળકનો ભારે હૃદયથી અંગદાન કરી પરિવારે દેશભરના લોકોને અંગદાનનું મહત્વ સમજાવ્યું છે. માસુમ બાળક જન્મથી જ કોઈ હલન ચલન કરી શકતો નહોતો. ડોક્ટરોની ટીમેે બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. આખરે તેની માતા અને દાદીએ ભારે હૃદયથી બાળકના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.

અમને તકલીફ તો ઘણી છે. પરંતુ એ પણ અમે વિચારી રહ્યા હતાં કે મારા દીકરાના અંગથી બીજા બાળકોને પણ જીવનદાન મળશે. એટલે આ વિચારીને કઠિન પરિસ્થિતિમાં પણ અમે અંગદાન કરવા માટેનો નિર્ણય લીધો હતો. મારા બાળકના અંગદાનથી જો બીજા બાળકને જીવન મળે તો અંગે અમને ખુશી છે. કારણ કે અમે માનીશું કે તેને નવું જીવન મળી ગયું છે. મારા એક બાળકના કારણે અન્ય ચારથી પાંચ બાળકોને નવજીવન મળશે. નવ મહિના સુધી અમે ઘણા સપના જોયાં. માનું છું કે અંગદાન કરવું જ જોઈએ...રશ્મિબેન સંઘાણી ( બાળકનાં દાદી )

13 ઓક્ટોબરના રોજ દીકરાનો જન્મ : સુરત શહેરના વાલક પાટીયા નજીક આવેલા ગીતાંજલિ રો હાઉસમાં રહેતા સંઘાણી પરિવારના ઘરે 13 ઓક્ટોબરના રોજ દીકરાનો જન્મ થયો હતો. દીકરાના જન્મને લઈ ઉત્સાહિત પરિવાર ત્યારે માયુસ થઈ ગયો જ્યારે જન્મ પછી બાળક કોઈ પણ પ્રકારનો હલનચલન કરી શકતો નહોતો. એટલું જ નહીં એ રડ્યું પણ નહોતું. પરિવારમાં ભારે ચિંતા હતી. અમરેલીના નજીક મડીલાના ગામના વતની હર્ષ સંઘાણી અને તેમની પત્ની ચેતનાબેન સંઘાણી જે પલની રાહ છેલ્લા નવ મહિનાથી જોઈ રહ્યા હતાં તે દર્દનાક હશે તેઓએ ક્યારેય વિચાર્યું પણ ન હતું.

ડોક્ટરોની ટીમેે બ્રેઇન ડેડ જાહેર કર્યો : સંઘાણી પરિવારે તત્કાલિક બાળકને સારવાર માટે ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટને બતાવ્યું હતું. તેની સ્થિતિ સુધરી જાય એ માટે ડોક્ટરોએ બાળકને વેન્ટિલેટર ઉપર પણ રાખ્યો હતો અને રાહ જોઈ રહ્યા હતા કે તેની સ્થિતિમાં કંઈક સુધારા આવે. એટલું જ નહીં ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ સહિત ન્યુરોલોજિસ્ટ, ન્યુરોસર્જન દ્વારા સતત બાળકની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી હતી. પરંતુ સ્થિતિમાં સુધાર ન થતા આખરે ડોક્ટરોની ટીમ દ્વારા તેને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. સંઘાણી પરિવાર ઉપર જાણે આભ તૂટી પડ્યું હતું.

બે કિડની, બે આંખ, બરોળ અને લીવરનું દાન : તે દરમિયાન સંઘાણી પરિવારના પારિવારિક મિત્ર હિતેશભાઈ દ્વારા અંગદાન માટે કાર્યરત જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના વિપુલ તળાવીયા અને એમ.પી.ગોંડલીયાનો સંપર્ક કરાયો હતો. ફાઉન્ડેશનના સભ્ય બાળકના પિતા હર્ષભાઈ માતા ચેતના અને અન્ય પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. અંગદાનનું મહત્વ સમજીને આખરે પવિત્ર નવરાત્રી પર્વમાં પુણ્યનું કામ કરવા માટે ભારે હૃદયથી બાળકની માતા અને દાદી અંગદાન કરવા માટે તૈયાર થઈ ગયા હતાં. પરિવારના સંમતિ મળ્યા બાદ બાળકના અનેક ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. બાળકની બે કિડની, બે આંખ, બરોળ અને લીવરનું દાન કરવામાં આવ્યું હતું.

  1. Dual lung transplantation: વડોદરાની મહિલાને ચેન્નઈમાં અંગદાન દ્વારા મળ્યું નવજીવન, બંને ફેફસા થઈ ગયાં હતા ફેલ, તબીબોની મહેનત લાવી રંગ
  2. Ahmedabad Organ Donation: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 135મુ અંગદાન, ત્રણ લોકોને મળશે નવજીવન
  3. Mohan Bhagwat In Surat : દહન અને દફનની પરંપરા છોડી અંગદાન કરો, આ દેશભક્તિ છે - મોહન ભાગવત
Last Updated : Oct 18, 2023, 10:14 PM IST

ABOUT THE AUTHOR

...view details