ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : સુરતના કાપોદ્વામાં પાણીની ટાંકીમાં ગાય પડી, ફાયર વિભાગે આ રીતે બચાવી

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં પાણીની ટાંકીમાં ગાય પડી ગઇ હતી. ત્યારે ફાયર વિભાગ દ્વારા દોરડું બાંધી નીચેથી સપોર્ટ આપી સહીસલામત ચાલુ વરસાદમાં રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી હતી. જોકે આ પહેલાં લોકોએ ગાયને બહાર કાઢવા પ્રયાસ કર્યો પણ સફળ ન થતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી.

Surat News : સુરતના કાપોદ્વામાં પાણીની ટાંકીમાં ગાય પડી, ફાયર વિભાગે આ રીતે બચાવી
Surat News : સુરતના કાપોદ્વામાં પાણીની ટાંકીમાં ગાય પડી, ફાયર વિભાગે આ રીતે બચાવી

By

Published : Jul 24, 2023, 5:20 PM IST

ફાયર વિભાગની જહેમત

સુરત : સુરતના કાપોદ્રામાં પાણીની ટાંકીમાં ગાય પડી જતા ચાલુ વરસાદમાં રેસ્ક્યુની કામગીરી સામે આવી છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ભક્તિનગર-2માં એક મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું. તે મકાનના આગળના ભાગમાં ભુગર્ભ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. તે ટાંકીના ઢાંકણ માટેના ખુલ્લા ભાગ પર હાલ લાકડાના પાટીયા વડે ઢાંકી દેવાયું હતું. આ ઢાંકણ પર ગાય આવી ચડતા પાટીયા તુટી સીધા જ 15 ફૂટ ઉંડી પાણીની ટાંકીમાં પડી ગઈ હતી અને ફસાઈ ગઈ હતી.

આ ઘટના આજે સવારે 8:13 વાગે બની હતી. જેની જાણકારી ફાયર કંટ્રોલ દ્વારા આપવામાં આવતા અમારી ટીમ કાપોદ્રા વિસ્તારમાં આવેલ ભક્તિનગર-2માં પહોંચી હતી. જ્યાં એક ગાય 12 થી 15 ફૂટ પાણીની ટાંકીમાં પડી ગઈ હતી. જેથી બહાર કાઢવા અમે દોરડું વડે ગાયને બહાર કાઢવા માટે અમારા બે કર્મચારીઓઓને ટાંકીમાં નીચે ઉતારવા પડ્યા હતાં. તેઓ ગાયને નુકસાન ન થાય તે રીતે દોરડું બાંધી નીચે અન્ય ત્રણ ફાયરના જવાનો ઉતરી સપોર્ટ આપી સહી સલામત રેસ્ક્યૂ કરી બહાર કાઢી લાવ્યાં હતાં. ગાયને ભારે જહેમત બાદ બહાર લાવવામાં સફળતા મળી હતી...વિનોદ જોઇસર(કાપોદ્રા ફાયર ઓફિસર)

સુરત ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ :ગાયને પાણીની ટાંકીમાં ફસાયેલી જોઇને સ્થાનિકો દોડી આવ્યા હતા અને ગાયને બહાર કાઢવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ સફળ ન થતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. જેથી ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી રસ્સાની મદદથી ગાયને બાંધી નીચેથી સપોર્ટ આપી સહી સલામત રેસ્ક્યુ કરી બહાર લાવી હતી.

સ્થાનિકોએ કર્યો પ્રયાસ :આ બાબતે ફાયર કંટ્રોલને જાણ કરનાર નવલ પટેલે જણાવ્યું કે હું કાપોદ્રા વિસ્તારમાં આવેલ ભક્તિનગર 2માં રહું છું આજે સવારે અચાનક જ મોટો અવાજ આવ્યો હતો. એટલે હું બહાર નીકળીયો એટલે ગાયનો પણ અવાજ આવતો હતો. હું એકલો નહીં, અમારી આખી સોસાયટી બહાર આવી ગઈ હતો. જેથી અમે સામે બની રહેલા મકાનમાં જોવા ગયાં. ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બનાવવામાં આવેલી પાણીની ટાંકીમાં ગાય પડી ગઈ હતી. પ્રથમ વખત અમે સોસાયટીના લોકોએ મળીને ગાયને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અમારાથી થયું નહીં. જેથી અમે અંતે ફાયર કંટ્રોલને જાણ કરી હતી. કાપોદ્રા ફાયર વિભાગ અહીં આવીને લગભગ પોણા કલાકની ભારે જહેમત બાદ ગાયને સહીસલામત બહાર કાઢી હતી.

  1. Surat News : ગાયોને લઈને મોર્નિંગ વોક પર જતો સુરતી પરિવાર, જાણો 'જયા'ની જોરદાર વાત
  2. ઘાસચારો સમજીને ગાય ફટાકડો ખાઇ ગઇ, આંખું જડબુ ફૂટયું
  3. મોઢામાં બ્લાસ્ટ થવાથી સાહિવાલ જાતિની ગાયનું મોત, ગાયને વિસ્ફોટક પદાર્થ ખવડાવવાની આશંકા

ABOUT THE AUTHOR

...view details