સુરત : આજના સમયમાં યુવાનો એટલા બધા મોબાઈલ પાછલ ઘેલા થઈ ગયા છે ન પૂછો વાત. અવાર નવાર મોબાઈલના કારણે માતા પિતાઓ પર મોટી મુશ્કેલીઓ આવી જાય છે ત્યારે સુરત જિલ્લામાં માતાપિતા માટે લાલબત્તી સમાન વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. ઓલપાડ તાલુકાના કીમ ગામે આવેલ આર કે પાર્ક એપારમેન્ટમાં રહેતા વિજયભાઈ પંચાલનો દીકરો જય જેવો મોડી રાત્રે ઘરની બારી પર બેઠો બેઠો મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. તે દરમિયાન ચોથા માળેથી નીચે આરસીસીના રસ્તા પર પટકાયો હતો. જય નીચે પટકાયો હોવાની જાણ ઘરના સભ્યોને થતા તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને યુવકને તાત્કાલિક નજીક સાધના હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે યુવકને મરણ પામેલો જાહેર કર્યો હતો.
એકના એક દીકરાનું મોત થયા પરિવાર શોકમાં : વિજયભાઈ પંચાલને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. દીકરો જય પંચાલ જેઓ ઓલપાડના અનિતા ગામે આવેલ વિદ્યાદીપ કોલેજમાં અભ્યાસ કરતો હતો. ત્યારે પરિવારના એકના એક દીકરાનું મોત થતાં હાલ પરિવાર શોકમાં ડૂબી ગયો છે. સમગ્ર ઘટનાની જાણ કીમ પોલીસને થયા કીમ પોલીસે હાલ આગળની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો Rajkot Suicide Case: રાજકોટમાં મોબાઇલ મામલે કોલેજીયન યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત