સુરત:સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મથી મૂકબધિર ચાર બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની સફળ સર્જરી કરવામાં આવી છે. આ બાળકોના પરિવારજ નોએ સરકારની સહાયથી અને દેવદૂત સમાન તબીબોની જહેમતથી સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. સુખની નવી દુનિયા મળી ગઈ હોવાનું જણાવી પરિવારે સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. આ સર્જરી સુરત સિવિલ અને અમદાવાદ સિવિલના નિષ્ણાત તબીબોએ સાથે મળીને કરી છે.
નિષ્ણાતો દ્વારા નિઃશુલ્ક સારવાર: સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મથી મૂકબધિર ચાર બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની આ સર્જરી સરકારની RBSK યોજના હેઠળ કરવામાં આવી હતી. ચારથી છ વર્ષના ચાર મૂકબધિર બાળકોને કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ સફળ થવાની સાંભળવાની અને બોલવા સાથેની નવી જિંદગીની ભેટ મળી છે. આ ઓપરેશન ખર્ચ ખાનગી હોસ્પિટલમાં 8 થી 10 લાખમાં થાય છે. જ્યારે રાજ્ય સરકારની સહાયથી સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાતો દ્વારા નિઃશુલ્ક સારવાર થાય છે.
રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ :જન્મથી મૂકબધિર ચાર બાળકોના પરિવારો માટે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ આશાનું કિરણ બનીને આવ્યો છે. આ બાળકોના પરિવારજનોએ સરકારની સહાયથી અને તબીબોની જહેમતથી સફળ ઓપરેશન થતાં સુખની નવી દુનિયા મળી ગઈ હોવાનું જણાવી પરિવારોએ આભારની લાગણી વ્યકત કરી હતી.
'સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા સોમનાથ મરાઠેનો 4 વર્ષીય પુત્ર કુણાલ, વરાછામાં રહેતા લક્ષ્મણભાઈ રાણાવાડીયાની 4 વર્ષીય પુત્રી વૈશાલી, બારડોલીના અનિલભાઈ હળપતિનો 5 વર્ષીય પુત્ર પ્રિન્સ અને મૂળ મહારાષ્ટ્રના હાલ સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઈ રાઠોડનો 5 વર્ષીય પુત્રનું ગઈકાલે મોદી રાતે સુરત સિવિલ અને અમદાવાદ સિવિલના નિષ્ણાત તબીબોએ સાથે મળીને કરી છે. આ ચારે બાળકોની સર્જરી રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી કરવામાં આવી છે. બાળકોને નવી સ્વાસ્થ્યભેટ મળતાં પરિવારોએ આભારની લાગણી દર્શાવી છે.'-ડો.ગણેશ ગોવેકર( સુપરિન્ટેન્ડન્ટ,નવી સિવિલ હોસ્પિટલ )
નાની વયમાં કરાવવી ફાયદાકારક :તેમણે વધુમાં જણાવ્યું કે આ સર્જરી જેટલી નાની વયે થઈ શકે એમાં એટલા જ સારા અને પ્રોત્સાહક પરિણામ આવે છે. તેમજ બાળકોની સંપૂર્ણ રિકવરી માટે ઓપરેશન બાદ પણ 1 થી 2 વર્ષ સુધી બાળકોને ઓડિટરી વર્બલ થેરપીમાટેની જરૂર મુજબની સિટિંગો આપવામાં આવે છે. જે બાળકોને સ્પીચમાં મદદરૂપ થાય છે.અને 6 વર્ષ કે તેથી નાના, જન્મથી મૂકબધિર બાળકોને ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ અને ત્યારબાદના રિહેબિલીટેશનની સંપૂર્ણ સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલોમાં 8 થી 10 લાખમાં થાય છે. ત્યારે રાજ્ય સરકારની સહાયથી સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર થાય છે.
- બાલાસિનોરમાં જન્મજાત બહેરામૂંગા બાળકોને જૂઓ કઇ રીતે બોલતાં સાંભળતાં કરાયાં
- Jamnagar Cochlear Implant: હવેથી જી.જી. હોસ્પિટલમાં વિના મૂલ્યે થશે લાખોના ખર્ચે થતું કોક્લીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન
- જન્મ બાદ સર્જરીથી સાંભળતાં થયેલાં 500 બાળકોએ વિશ્વ શ્રવણશક્તિ દિનની ઉજવણી કરી