ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : જોળવામાં રમતાં બાળકો પર વીજળી ત્રાટકી, 1 બાળકનું મોત અને એક બાળકીને ઈજા પહોંચી - વીજળી

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે વીજળી પડતા 9 વર્ષના બાળકનું મોત થયું હતું. જ્યારે 8 વર્ષની બાળકી દાઝી ગઇ હતી. બાળકીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Surat News : જોળવામાં રમતાં બાળકો પર વીજળી ત્રાટકી, 1 બાળકનું મોત અને બાળકીને ઈજા પહોંચી
Surat News : જોળવામાં રમતાં બાળકો પર વીજળી ત્રાટકી, 1 બાળકનું મોત અને બાળકીને ઈજા પહોંચી

By

Published : Jul 20, 2023, 9:40 PM IST

બાળકીની હોસ્પિટલમાં સારવાર

સુરત : પલસાણા તાલુકાના જોળવા ગામે 18 જુલાઇના રોજ વીજળી પડવાની ઘટના બની હતી. જેમાં ઘરની અગાસી પર રમી રહેલા બાળકો પર વીજળી પડતા દાઝી જવાથી એક 9 વર્ષીય બાળકનું મોત થયું હતું. જ્યારે 8 વર્ષની બાળકીને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

પરિવાર મૂળ રાજસ્થાનનો વતની : પલસાણા તાલુકાના જોળવા ગામે આવેલી નક્ષત્ર સોસાયટીમાં રહેતા નેમિચંદ ભૂરારામ સુથાર મૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાનાં ખીમસર તાલુકાના સુખેલાવ ગામના વતની છે. તેઓ ઘણા સમયથી સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે આવેલી નક્ષત્ર સોસાયટીમાં રહે છે અને મિસ્ત્રીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

વીજળી પડતા એક બાળકનું મોત થયું હતું. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે...મૂકેશભાઈ વેલજી (હેડ કોન્સ્ટેબલ, પલસાણા પોલીસ)

શું બની હતી ઘટના : 18 જુલાઇના રોજ બનેલી બપોરે બનેલી આ ઘટનામાં વિગતે જોઇએ તો શાળાએથી આવ્યા બાદ ભાઈબહેન અગાસી પર રમવા ગયા હતાં. નેમિચંદ ભૂરારામ સુથારનો પુત્ર પુખરાજ (ઉ.વર્ષ 9) સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. બુધવારે બપોરના સમયે પુખરાજ શાળાએથી આવ્યા બાદ વરસાદ પડતો હોય તેની બહેન પરી (ઉ.વર્ષ 7) તેના કાકાની છોકરી જશોદાબેન સોહનરામ સુથાર (ઉ.વર્ષ 8) સાથે ઘરના ધાબા પર રમવા માટે ગયા હતાં. ત્રણેય વરસાદમાં રમતા હતાં ત્યારે આકાશમાંથી અચાનક વીજળી પડતા પુખરાજ શરીરે ગંભીર રીતે દાઝી જતા બેભાન થઈ ગયો હતો. જ્યારે જશોદાને દાઢી અને જમણા હાથના ભાગે ઇજા થઇ હતી. Lightning Strikes

તબીબે બાળકને મૃત જાહેર કર્યો : વીજળી દાઝી જતાં બંનેને સારવાર માટે તાત્કાલિક ચલથાણની સંજીવની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે પુખરાજને મૃત જાહેર કર્યો હતો. જ્યારે જશોદા હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પરિવાર મૂળ રાજસ્થાનનો હોય પોસ્ટમોર્ટમની વિધિ પતાવી પુખરાજના મૃતદેહને રાજસ્થાન લઈ જવામાં આવ્યો છે. જ્યાં તેની અંતિમ વિધિ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

  1. Rajkot Rain: ગોંડલમાં વરસાદથી તારાજી, વીજળી પડતાં ખેત મજૂરનું મોત
  2. Banaskantha News : ખેતરના શેઢા પર રમતા મોટાભાઈની નજર સામે નાનાભાઈ પર વીજળી પડતા થયું મૃત્યુ
  3. Lightning Strikes In Bihar: બિહારમાં વીજળી પડવાથી 24 લોકોના મોત, CM નીતિશ કુમારે વળતરની કરી જાહેરાત

ABOUT THE AUTHOR

...view details