ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : સાત વર્ષ બાદ સુરત જિલ્લામાં દીપડાની વસ્તી ગણતરી શરુ, કેવી રીતે થાય છે કામગીરી જાણો - સુરત વન વિભાગ

સુરત જિલ્લામાં વસવાટ કરતા દીપડાની વસ્તી ગણતરી સાત વર્ષ બાદ હાથ ધરવામાં આવી છે.સુરત વન વિભાગના 310 કર્મચારીઓ 131 પોઇન્ટ પર દીપડાઓની હરફર પર નજર રાખી રહ્યાં છે. છેલ્લે 2016માં દીપડાની વસ્તી ગણતરી કરવામાં આવી હતી જેની સરખામણીમાં આ વખતે આંકડો વધવાની સંભાવનાઓ છે.

Surat News : સાત વર્ષ બાદ સુરત જિલ્લામાં દીપડાની વસ્તી ગણતરી શરુ, કેવી રીતે થાય છે કામગીરી જાણો
Surat News : સાત વર્ષ બાદ સુરત જિલ્લામાં દીપડાની વસ્તી ગણતરી શરુ, કેવી રીતે થાય છે કામગીરી જાણો

By

Published : May 9, 2023, 10:45 PM IST

આંકડો વધવાની સંભાવનાઓ

સુરત : સાત વર્ષ પછી સુરત જિલ્લામાં દીપડાની વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. આ માટે કુલ 131 પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે. જ્યાં 310થી વધુ વન વિભાગના કર્મચારીઓ દીપડાની અવરજવર પર નજર રાખી રહ્યા છે. વર્ષ 2016માં દીપડાની વસ્તી વન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં હાથ ધરવામાં આવી હતી તે વખતે જિલ્લામાં કુલ દીપડાની સંખ્યા 40 જેટલી હતી.

સુરત જિલ્લામાં દીપડાનો વસવાટ વધુ : ગીરમાં જે રીતે એશિયાટીક લાયન વિશ્વ પ્રખ્યાત છે તે જ રીતે દક્ષિણ ગુજરાતમાં જંગલોમાં રહેનાર દીપડાઓ હંમેશાથી લોકોનું ધ્યાન આકર્ષિત કરતા હોય છે. અવારનવાર ગામના લોકો સાથે તેમની ઘર્ષણની પણ સ્થિતિ સામે આવતી હોય છે. દર પાંચ વર્ષે દીપડાની વસ્તી ગણતરી વન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. આ વખતે પણ રાજ્યભરમાં દીપડાની ગણતરી ચાલી રહી છે. ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો અહીં સારો ખોરાક મળવાના કારણે જંગલ વિસ્તાર કરતા આ જિલ્લામાં દીપડાઓની સંખ્યા સારી હોય છે.

આ પણ વાંચો

  1. Kheda News : ખેડામાં ભૂંડ પકડવા નાંખેલી જાળમાં બે દીપડા ફસાયાં, એક ભાગી છૂટતાં લોકોમાં ભય વધ્યો
  2. હાશ, દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ
  3. Navsari News : જીવ ના જોખમે કામ કરતા મજૂરો, દીપડાઓને ભગાડવા માટે અનોખો પ્રયાસ

131 પોઈન્ટ બનાવવામાં આવ્યા : વર્ષ 2021 માં સુરત જિલ્લા સહિત અન્ય દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં દીપડાની ગણતરી થનારી હતી પરંતુ કોરોનાના કારણે આ વસ્તી ગણતરી થઈ શકી નહોતી. પરંતુ હવે ફરીથી એક મેના રોજથી સુરત જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં દીપડાની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે.વર્ષ 2016 ની વાત કરવામાં આવે તો સુરત જિલ્લામાં આજે 40 જેટલા દીપડા નોંધાયા હતા. આ વખતે પણ તેમની વસ્તી ગણતરી કરવા માટે વન વિભાગ દ્વારા કુલ 131 પોઈન્ટ બનાવવામાં આવ્યા છે જ્યાં સતત 24 કલાક વન વિભાગના 310 જેટલા કર્મચારીઓ વોચ પણ રાખી રહ્યા છે.

દીપડાની વસ્તી ગણતરી કરવા માટે બે પ્રકારે વન વિભાગના કર્મચારીઓ કામ કરતા હોય છે. પ્રથમ ડાયરેક્ટ અને બીજો ઇનડાયરેક્ટ એવીડેન્સ થકી દીપડાની ગણતરી કરવામાં આવી હોય છે. ડાયરેક્ટ એવિડન્સમાં દીપડા સમક્ષ નજર આવે છે અને રાત્રિ દરમિયાન કેમેરામાં તે કેદ જોવા મળે છે અને જો ઇનડાયરેક્ટ એવિડન્સની વાત કરવામાં આવે તો દીપડાના પગના નિશાન અને કરવામાં આવેલા શિકાર થકી તેમની ગણતરી થાય છે...સચિન ગુપ્તા (સામાજિક વનીકરણ વિભાગ, સુરત)

ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એવીડેન્સ: દીપડાની વસ્તી ગણતરી કરવા માટે સુરત વન વિભાગના કર્મચારી બે પ્રકારે કામ કરે છે. જેમાં એક ડાયરેક્ટ એવીડન્સ અને બીજો ઇનડાયરેક્ટ એવીડેન્સ કરીને ગણતરી કરવામાં આવે છે. ડાયરેક્ટ એવિડન્સમાં દીપડો નજર સમક્ષ આવે તે અને રાત્રિ દરમિયાન કેમેરામાં ઝીલાયેલા જોવા મળે છે. જ્યારે ઇનડાયરેક્ટ એવીડન્સમાં દીપડાના પગના નિશાન અને કરવામાં આવેલા શિકાર થકી તેમની ગણતરી થાય છે.

25 જેટલા કેમેરા : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વન વિભાગના કર્મચારીઓ ઉપરાંત જે લોકલ એનજીઓ છે તેઓ આ વસ્તી ગણતરીમાં ભાગ લે છે. સુરત જિલ્લાના નવ તાલુકામાં કુલ 131 જેટલા પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. જ્યાં દીપડા ઉપર ખાસ નજર રાખવામાં આવતી હોય છે. આ 131 પોઇન્ટ અંગે વાત કરવામાં આવે તો આ તે વિસ્તાર છે કે જ્યાં છેલ્લા પાંચ વર્ષમાં દીપડાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હોય અથવા તો દીપડાએ ત્યાં શિકાર કર્યો હોય. આ ઉપરાંત જે જગ્યાએ પાણી ઉપલબ્ધ હોય ત્યાં પણ આ પોઇન્ટ હોય છે. કારણ કે ત્યાં દીપડા વધારે જોવા મળે છે. દીપડાની વસ્તી ગણતરી માટે કુલ 310 જેટલા અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. જેમાંથી 97 જેટલા લોકો એનજીઓ સાથે જોડાયેલા છે. આ સાથે અમે 25 જેટલા કેમેરા લગાવ્યા છે જે અત્યાર સુધી છે અને પિક્ચર કલર પણ આવે છે.

ABOUT THE AUTHOR

...view details