સુરત:શહેરમાં દોડતા બેફામ વાહનો નિર્દોષ માણસનો જીવ લઈ રહ્યા છે. સુરત શહેરમાંથી આવી ઘટના સમયાંતરે સામે આવે છે. તેમ છતાં કામગીરીના નામે માત્ર વાતો થઈ રહી છે. સુરત શહેરના પાલ વિસ્તારમાં ડમ્પર અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત થતા ભવ્ય પટેલ નામના છોકરાનું મૃત્યુ થયું છે. પોલીસ વિભાગમાંથી મળતી વિગતો અનુસાર ભવ્યના પિતા બિલ્ડર હોવાનું જાણવા મળ્યું છે. 14 વર્ષના ભવ્ય પર ડમ્પર ફરી વળતા અકાળે મૃત્યુ થયું હતું. સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પોલીસે ડમ્પર ચાલકને પકડવા યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરી છે. આવા માઠા વાવડ મળ્યા બાદ પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. શાંતિવન સર્કલ પાસે આ ઘટના બની હતી. જ્યારે ટુ વ્હીલર ચલાવનાર એની બહેન ખ્યાતિને ગંભીર ઇજા થઈ છે.
"આ ઘટના આજે બપોરના સમયે 2:15 વાગ્યાની આસપાસ બની હતી. જેની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. જેથી અમે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા.આ ઘટનામાં 14 વર્ષીય કિશોરનું મોત થઇ ગયું હતું. મૃતક ભવ્ય ભરતભાઈ પટેલ જેઓ જાંગીરાબાદ વિસ્તારમાં આવેલ સુંદરવન રો હાઉસમાં રહે હતા. જેઓ આજે મોટી બહેન ખ્યાતી જોડે મોપેડ ગાડી ઉપર જઈ રહ્યા હતા. ત્યારે જ પાલ ગૌરવ પથ રોડ ઉપર આવેલ શાંતિવન સર્કલ પાસે જ ભાઈ બહેનને ડમ્પર ચાલકે ભરપૂર ઝડપે ગફલત ભરી હાંકી અડફેટે લીધા હતા. જેમાં કિશોરના મોઢાના અને માથાને ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.ઘટના સ્થળ ઉપર ચાલક ડમ્પર મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાલ આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. "--જયસિંહ રાઠોડ(પાલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ)
આ પણ વાંચો