કાર્યક્રમને લઇને સેવા આપશે સુરત : સુરતમાં બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર કાર્યક્રમની તડાંમાર તૈયારીઓ જોવા મળી રહી છે. ત્યારે બાબાનો પ્રચાર કરવા માટે સુરતની લોકરક્ષક સેના નામની સંસ્થા દ્વારા સમગ્ર સુરતમાં 1 લાખ 20 હજાર જેટલા ઝંડાનું વિતરણ કરાશે, આ ઝંડાઓમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો ફોટો જોવા મળે છે. સુરત શહેરમાં દરેક ઝોનમાં 15,000 જેટલાં બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના ફોટોવાળા ઝંડાઓની વહેચણી કરવામાં આવશે. તે ઉપરાંત લોકરક્ષક સેનાના સભ્યો રામ સેવક બનીને સતત ચાર દિવસ સુધી કાર્યક્રમને લઇને સેવા આપશે.
બાગેશ્વર ધામના સરકારના સ્વાગતનો ભારે ઉત્સાહ :આ બાબતે લોકરક્ષક સેના સ્થાપક મહેશ પાટીલે જણાવ્યું કે, બાગેશ્વેર ધામના સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગત માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરના લોકો આ કાર્યક્રમમાં રામ ભક્ત બની સેવા આપવા જોડાય તેવી પણ વાત કહી હતી.
હું તમામ વ્યક્તિઓને કહેવા માંગુ છું કે સનાતન ધર્મનો જે કાર્યક્રમ થવા જઈ રહ્યું છે તેમાં તમામ લોકો જોડાય અને બાગેશ્વેર ધામના સરકારના સ્વાગતમાં તમામ લોકો રામ સેવક બની સ્વાગત કરે. આ ડિજિટલ પ્રિન્ટિંગ નો સનાતન ધર્મનો ઝંડો છે. આ ડિજિટલ પ્રિન્ટિંગમાં સનાતન ધર્મનો ઝંડો છે જેમાં બાગેશ્વેર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો ફોટો લગાવવામાં આવ્યો છે. અમારા લોકરક્ષક સેનાનો સિમ્બોલ લગાવવામાં આવ્યો છે અને ભારત દેશનો નારો છે જય શ્રી રામનું તે લગાવવામાં આવ્યો છે. લોકો ઝંડા સાથે સેલ્ફી લઈને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરશે...મહેશ પાટીલ (લોકરક્ષક સેના સ્થાપક)
સોશિયલ મીડિયા પર પ્રચાર : તેમણે જણાવ્યું હતું કે આખા ભારતમાં અમે 40,000થી વધુ કાર્યકર્તાઓ છીએ. તેમાં સુરતમાં 4000 જેટલા કાર્યકર્તાઓ છે. જેઓ રામ સેવકો છે. જેઓને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મળી છે તેઓ બેનર લગાવી શકે છે. તે ઉપરાંત અમે લોકોએ શહેરના ઝોનવાઇઝ 1500 જેટલાં ઝંડાઓ આપ્યા છે. જેથી સમગ્ર સુરત શહેરમાં 1 લાખથી વધુ ઝંડાઓ લગાવવામાં આવશે. આ અભિયાન તિલક કરીને ચલાવામાં આવશે અને લોકો ઝંડા સાથે સેલ્ફી લઈને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરશે.
બાગેશ્વર ધામના સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના ધામ સાથે બે વર્ષથી જોડાયો છું. છેલ્લા 6 મહિનાથી હું દર મહિને તેમના દરબારમાં જાઉં છું. બાગેશ્વેર ધામના સરકાર જ્યારે સુરત આવવાના છે ત્યારે અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે.... હર્ષદ ગોગડીયા (લોકરક્ષક સેના મેમ્બર )
લાઇટિંગ દીવાનું વિતરણ : બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર કાર્યક્રમ માટે લોકરક્ષક સેના સંસ્થા દ્વારા કાર્યક્રમના પ્રચાર માટે દીવાનું વિતરણ પણ કરવામાં આવશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના સુરતમાં સ્વાગત થવાના સમયે સમગ્ર સુરત શહેરને લાઇટિંગના દીવાથી શણગારાશે. તે ઉપરાંત લોકો સ્વયંભૂ પોતાના ઘરોમાં દીવો પ્રગટાવે તે માટે સહકાર સાધવામાં આવી રહ્યો છે. ઝોન પ્રમાણે બાબા બાગેશ્વર ધામના ફોટોવાળા ઝંડાઓ લોકોના ઘરે મોકલવામાં આવશે પરંતુ સમય મર્યાદા ઓછી હોવાને કારણે લોકો પોતાના ઘરમાં મૂકવામાં આવેલ લાઈટનું તોરણ લગાવે એવો પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે.
- Baba Bageshwar: સુરતના વેપારી આપશે બાબા બાગેશ્વરને 1161 ગ્રામની ચાંદીની ગદા, બાબા બતાવશે ચમત્કાર...
- Bageshwar Dham Controversy : ' ઘરે બેસીને ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા જોવી જોઈએ ' સંગીતા પાટીલે બાપુને આપી સલાહ
- Baba Bageshwar Dham : ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ ભાજપનું માર્કેટિંગ છે, વરિષ્ઠ નેતાએ કર્યો મોટો આક્ષેપ