ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News: ઝાડ નીચે ઉભેલા વ્યક્તિઓ પર વીજળી ત્રાટકી, એકનું મોત - Rain in Surat

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ચીખલી ગામ વીજળી પડતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. માવઠા થી બચવા માટે ત્રણ વ્યક્તિ જ્યારે નીલગીરીના ઝાડ નીચે સુરક્ષિત ઉભી હતી એ સમયે અચાનક વીજળી પડતા એક વ્યક્તિનું પ્રાણ પંખીરૂ ઉડી ગયું છે. સમગ્ર મામલાની સુરત ગ્રામ્ય પોલીસને જાણ થતા આગળની પ્રક્રિયા શરૂ કરી હતી. આ ઘટનામાં અન્ય બે વ્યક્તિને સામાન્ય બીજા પહોંચતા સારવાર હેતુ ખસેડાયા હતા.

ઝાડ નીચે ઉભેલા વ્યક્તિઓ પર વીજળી ત્રાટકી
ઝાડ નીચે ઉભેલા વ્યક્તિઓ પર વીજળી ત્રાટકી

By

Published : Apr 19, 2023, 4:15 PM IST

ઝાડ નીચે ઉભેલા વ્યક્તિઓ પર વીજળી ત્રાટકી

સુરત:દક્ષિણ ગુજરાત મહાનગર સુરતમાં માવઠાનો માર્ગ વરસતા ખેડૂતોને નુકસાન થયું હતું. પરંતુ કામરેજ જિલ્લાના ચીખલી ગામ નીલગીરી ઝાડ નીચે ઉભેલા વ્યક્તિ પર વીજળી ત્રાટકી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની પ્રક્રિયા શરૂ કરી હતી.ચીખલી ગામની સીમમાં ત્રણ વ્યક્તિ વરસાદથી બચવા નીલગીરી ઝાડ નીચે ઉભા હતા. જ્યાં જીગ્નેશભાઈ છના ભાઈ રાઠોડ નામના યુવકનું વીજળી પડતા મૃત્યુ થયું છે.

આ પણ વાંચો Surat fake currency racket: દેશમાં વધતુ નકલી નાણુ, ફેક કરન્સી રેકેટમાં સુરત પોલીસે બેંગ્લોરના વેપારીની કરી ધરપકડ

ઘટના સ્થળે જ મોત: છેલ્લા બે દિવસથી સુરત જિલ્લાના વાતાવરણમાં એકાદ પલટો આવ્યો છે. સતત વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગાજવીજ સાથે કમોસમી વરસાદના ઝાપટા વરસી રહ્યા છે. જાણ વિધિવત ચોમાસુ બેસી ગયું હોય તેવો માહોલ સર્જાયો છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં પણ કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. કામરેજના ચીખલી ગામની સીમમાં ત્રણ લોકો પર વીજળી પડી હતી. ત્રણ લોકો વરસાદથી બચવા નીલગીરી ઝાડ નીચે ઉભા હતા. તે દરમિયાન વીજળી ત્રાટકી હતી,જેમાં એક વ્યક્તિને સામાન્ય ઇજા થઇ હતી. જ્યારે અન્ય બે યુવકનો ઇજા થઇ હતી,ચીખલી ગામ ના જીગ્નેશભાઈ છના ભાઈ રાઠોડ નામના યુવકને ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અતુલ રાઠોડ નામના યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ કામરેજ પોલીસને થતા કામરેજ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો Surat Crime : સુરતમાં સ્પોકન ઇંગલિશના નરાધમ શિક્ષકે શિક્ષણ જગતને કલંકિત કર્યું

ઇજાગ્રસ્ત યુવકનું નિવેદન: કામરેજ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ જણાવ્યું હતું કે ઘટનાની જાણકારી મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવક અતુલ રાઠોડ જે હાલ બારડોલીની શ્રી સરદાર સ્મારક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ દ્વારા હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે હાલ સુરત જિલ્લામાં સતત વાતાવરણમાં પલટો આવી રહ્યો છે.જેને લઇને ખેડૂતો ચિંતિત બન્યા છે.

ખેડૂતોના પાકને નુકશાન:કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાન થશે. તેવી ભીતિ સૌ કોઈને સેવાઈ રહી છે. થોડા દિવસ પહેલા પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને લઇને ડાંગર,શાકભાજી સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. ખેડૂતોને વળતર મળે તે માટે તંત્ર દ્વારા સર્વેની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે હાલ તો ભર ઉનાળે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે અને લોકોને ગરમીથી રાહત મળી છે.

ABOUT THE AUTHOR

...view details