ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat news : સુરત શહેરમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત 28 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા થયું મોત - 28 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત

સુરત શહેરમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં છેવાડે આવેલ હજીરા વિસ્તારમાં 28 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત થયું છે. મૃતક યુવક હજીરા ખાતે રિલાયન્સ કંપનીમાં નોકરી પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો. જોકે પીએમ રિપોર્ટ બાદ યુવકનું મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.

Surat news : સુરત શહેરમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત 28 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત
Surat news : સુરત શહેરમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત 28 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત

By

Published : Apr 27, 2023, 3:28 PM IST

પીએમ રિપોર્ટ બાદ યુવકનું મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે

સુરત : સુરત શહેરમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. 28 વર્ષીય યુવકને અચાનક હાર્ટ એટેક આવતા મોત થવાની ઘટના સામે આવી છે. જોકે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. શહેરના હજીરા વિસ્તારમાં આવેલ રિલાયન્સ ક્વાર્ટર્સમાં રહેતો 28 વર્ષીય રાહુલ સિંગ જેઓ છેલ્લા 7 વર્ષથી હજીરા ખાતે જ રિલાયન્સ કંપનીમાં કામ કરી પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો.

છાતીના સ્નાયુ સંકડાઇ ગયારાહુલ સિંગને વહેલી સવારે અચાનક હાર્ટ એટેક આવતા તબિયત લથડી હતી. તેણે મિત્રને જાણ કરતા તેમના મિત્રો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. તેમના મિત્રોએ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈને ગયા હતા જ્યાં તેમને ફરજ પરના ડૉક્ટર જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરે જણાવ્યું હતું કે, છાતીના સ્નાયુઓ સંકડાઈ જતા શ્વાસ રુંધાઇ જવાના કારણે મોત થયું હોવાનું અનુમાન છે. એટલે કે હાર્ટ એટેકના કારણે મોત થયું હોય તેવું હોઈ શકે છે, પરંતુ મોતનું સાચું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો Heart Attack : સુરતમાં પિતાને મળીને રોજી રોટી કમાવવા જતા યુવકને રસ્તામાં હાર્ટ એટેક આવ્યો, જુઓ CCTV

કાગળ ઉપર લખીને બતાવ્યું કે 108 એમ્બ્યુલન્સ બોલાવો આ બાબતે મૃતક રાહુલ સિંગના સંબંધી સુનીલ સિંહે જણાવ્યું કે, રાહુલ સિંગે આજે સવારે 4 વાગ્યે તેઓને શ્વાસ લેવામાં તકલીફ થતા તેઓએ મને ફોન કર્યો હતો અને ફોનમાં રાહુલનો અવાજ આવતો ન હતો. જેથી અમે તાત્કાલિક તેમના રૂમ ઉપર પહોંચ્યા હતા. જ્યાં તેઓ મને ઈશારો કર્યો કે કાગળ પેન આપોં મેં આપ્યું તો તેઓએ કાગળ ઉપર લખીને બતાવ્યું કે, 108 એમ્બ્યુલન્સ બોલાવો જેથી અમે એમ્બ્યુલન્સને જાણ કરી હતી.પછી ઈશારો કર્યો કે મારે વૉશ રૂમ જવું છે તો વોશરૂમ લઈને ગયા હતાં.

આ પણ વાંચો Surat News : જીવનનો કોઈ ભરોસો નથી, રાજસ્થાનથી સુરત કાપડ લેવા આવેલા યુવકને ચાલુ બાઇકે આવ્યો હાર્ટ એટેક

હોસ્પિટલ પહોંચ્યા એ પહેલાં મોત થઇ ગયુંસુનીલ સિંગે વધુમાં જણાવ્યું કે રાહુલ ફ્રેશ થયા બાદ ત્યાં બે વખતે ઝટકા સાથે હિચકી આવી અને નીચે બેસી ગયા હતા. ત્યારે જ 108 એમ્બ્યુલન્સ પણ આવી ગઈ હતી. ડોક્ટરે જોઈ તપાસી કહ્યું કે, હોસ્પિટલ લઈ જવા પડશે જેથી નવી સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતાં. પરંતુ એ પહેલા જ તેમનું મોત થઇ ગયું હતું. અહીં ફરજ પરના ડૉક્ટર જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details