વર્ષ 2013 થી કાર્યરત બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના સામાજિક કાર્યોથી સંકળાયેલ છે. છેલ્લા સત્તર દિવસોમાં સેનાના કાર્યકરોએ 426 પૈકી મહત્તમ ગામોમાં સમાજના પરિવારોની મુલાકાત લીધી છે. સમાજને એકરૂપ કરવાના અથાગ કાર્યને લઇ સેનાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન અને જીનિયસ ફાઉન્ડેશન વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા ગત તારીખ 14.06.2019 ના રોજ મુંબઇ ખાતે એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. આ અંગે સુરત ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેનાને તેમની કામગીરી બદલ એવોર્ડ એનાયત કરાયો
સુરત :બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના દ્વારા આયોજિત " બ્રહ્મભટ્ટ એકતા યાત્રાની બહોળી સફળતા બાદ વિશ્વકક્ષાની બે સંસ્થાઓએ તેની નોંધ લીધી છે. બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેનાના આ કાર્ય બદલ સંસ્થા દ્વારા મુંબઈ ખાતે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. જ્યાં હવે બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના ગુજરાતની ધરતી પર સો એકર જમીનમાં "માં સરસ્વતી ધામ" નું નિર્માણ પણ કરવા જઈ રહી છે. જે માટે તેઓ આગામી દિવસોમાં સરકાર પાસે જગ્યાની ફાળવણી માટે અપીલ પણ કરશે.
સુરત
પત્રકાર પરિષદને સંબોધતા સેનાના પ્રમુખ અને એવોર્ડ સન્માનિત મિહિર બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, સમાજમાં કેટલાક એવા પરિવાર છે ,જ્યાં આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેમના બાળકો આજે અભ્યાસથી વંચિત રહી જતા હોય છે.ત્યારે આવા બાળકોના સંપૂર્ણ અભ્યાસ માટે સેના કામ કરી રહી છે. આગામી દિવસોમાં ગુજરાતની ધરતી પર સેના દ્વારા સો એકર જમીનમાં " માં સરસ્વતી ધામ " નું નિર્માણ કરવામાં આવશે. જે માટે રાજ્ય સરકાર પાસે જગ્યાની માંગણી પણ બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા કરવામાં આવશે.