સુરત : નવી સિવિલ હોસ્પિટલમાં મૃત હાલતમાં મોર મળી આવ્યા હોવાની ઘટના સામે આવી છે. નવી સિવિલ હોસ્પિટલની જૂની પોલીસ ચોકીની ઉપર આવેલ ત્રીજા માળે સ્પેશ્યલ વોર્ડના લોબીમાંથી આજે સવારે 8:30 વાગ્યાની આસપાસ ત્યાંના સિસ્ટરોને મૃત હાલતમાં મોર મળી આવતા ચોકી ગયા હતા. આ પ્રકારે દ્રશ્યો જોતા તાત્કાલિક હોસ્પિટલના અધિકારીઓને જાણકારી હતી. હોસ્પિટલ દ્વારા ખટોદરા પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી અને તેઓએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Surat news : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મૃત હાલતમાં મોર મળી આવ્યો, મૃત્યુનું કારણ અકબંધ - સુરતમાં મૃતક મોર
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સવારે મૃત હાલતમાં મોર મળી આવ્યો છે. મૃતક હાલતમાં મોર મળી આવતા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા મોરનો મૃતદેહનો કબજો લીધો હતો. પરંતુ મોરના મૃત્યુનું કારણ અકબંધ રહ્યું છે.
આજે સાવરે હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડના નર્સ ઇન્ચાર્જ રાઉન્ડ પર હતા, ત્યારે તેમને એક મોર મૃત હાલતમાં આવી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે, વોર્ડના લોબીમાં જાળી હોવાના કારણે તે અંદર આવી ગયું હશે, પરંતુ બહાર જઈ શક્યો નહીં હોય તેના કારણે મોરનું મૃત્યુ થયું હોય તેવું કહી શકાય છે. હાલ આ બાબતે અમે ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી તેઓ આવીને મોરના મૃતદેહને લઈને જતા રહ્યા છે. હવે તેઓ જ આગળની કાર્યવાહી કરશે. -ડો.ગણેશ ગોવેકર (નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ)
મૃત્યુનું કારણ અકબંધ :આ બાબતે સુરત વન વિભાગના ડીસીએફ આનંદ કુમારે જણાવ્યું કે, આ મોરને નવી સિવિલ હોસ્પિટલમાંથી મૃત હાલતમાં લેવામાં આવ્યો છે. મૃત્યુ ક્યા કારણોસર થયું છે, તેની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ જે રિપોર્ટ આવશે તે જણાવવામાં આવશે તેની દફનવિધિ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં અવરનવર મોર ઢેલ આવતા રહે છે.તેમનો અવાજ પણ સાંભળવા મળે છે.