ગુજરાત

gujarat

ETV Bharat / state

ચીનમાં કોરોના કેસ વધતાં સુરત નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડમાં, શું વ્યવસ્થાઓ થઇ રહી છે જાણો - ઓક્સિજનનો પ્લાન્ટ

ચીનમાં BF-7 વેરિયન્ટના કહેર (Corona cases hike in China )ને પગલે કેન્દ્ર-રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલોને સતર્ક રહેવા માટે અને કોવિડ 19ને (Corona cases Update in Surat ) લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરવા માટે સૂચના આપી છે. ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલ (Surat New Civil Hospital on Alert Mode ) દ્વારા પણ આજે 250 વેન્ટિલેટર રેડી રાખવા સૂચના (Oxygen plant and ventilator ready ) આપવામાં આવી છે.

ચીનમાં કોરોના કેસ વધતાં સુરત નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડમાં, શી વ્યવસ્થાઓ થઇ રહી છે જાણો
ચીનમાં કોરોના કેસ વધતાં સુરત નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડમાં, શી વ્યવસ્થાઓ થઇ રહી છે જાણો

By

Published : Dec 23, 2022, 8:26 PM IST

250 વેન્ટિલેટર રેડી રાખવા સૂચના

સુરત ચીનમાં BF-7 વેરિયન્ટના કહેરને (Corona cases hike in China ) પગલે કેન્દ્ર-રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલોને સતર્ક રહેવા માટે અને તેમની હોસ્પિટલોમાં કોવિડ-19ને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરવા માટે સૂચના (Corona cases Update in Surat )આપી દેવામાં આવી છે. ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલ (Surat New Civil Hospital on Alert Mode ) દ્વારા પણ આજરોજ 250 વેન્ટિલેટર રેડી રાખવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો વડોદરામાં કોરોનાને પહોંચી વળવા તંત્ર સજ્જ પણ બૂસ્ટર ડોઝની અછત

ઓપીડી શરૂ કરવામાં આવશે સુરત નવી સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા હોસ્પિટલની કોવિડ-19 હોસ્પિટલમાં વેન્ટિલેટરનું ચેક કરી તેને સ્ટેન્ડબાઈ (Surat New Civil Hospital on Alert Mode ) ઉપર મૂકી દેવામાં આવ્યા હતા. તે સાથે જ હોસ્પિટલમાં અન્ય ચાર જગ્યાઓ ઉપર ઓપીડી શરૂ કરવામાં આવશે. તે ઉપરાંત આ તમામ ઓપીડી સેન્ટર ઉપર કોરોનાના લક્ષણો જણાશે તેવા પેશન્ટોનું ફરજિયાતપણે ટેસ્ટ (Corona cases Update in Surat )કરવામાં આવશે અને જો કોઈ પોઝિટીવ આવે તો તાત્કાલિક સારવાર આપી આઇસોલેટ કરવામાં આવશે.

આ પણ વાંચો Corona gujarat update: સોલા સિવિલમાં 56 બેડ ધરાવતો કોવિડ વોર્ડ થયો શરૂ

વેન્ટિલેટર સુવિધાઓની ચકાસણી નવી સિવિલ હોસ્પિટલમાં 17 ટન ઓક્સિજનનો પ્લાન્ટ આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના RMO ડો. કેતન. નાયકે જણાવ્યું કે, નવી સિવિલ હોસ્પિટલમાં 17 ટન જેટલો ઓક્સિજનનો પ્લાન્ટ છે. જે 10 થી 15 દિવસ સુધી ચાલે એમ છે. તે પ્લાન્ટનું પણ આજરોજ ચેકઅપ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત આજે અન્ય 17 ટન ઓક્સિજનનો ટેન્ક પણ માગવી લેવામાં આવ્યો છે. હાલ 300 બેડવાળી કોવિડ હોસ્પિટલ છે. ત્યાં અન્ય બેડ પણ વધારવામાં આવી (Corona cases Update in Surat ) રહ્યા છે. તથા 400 થી વધુ વેન્ટિલેટર સુવિધાઓની ચકાસણી કરી (Oxygen plant and ventilator ready )લગાવી દેવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details