અડપલા કરનાર નશાખોરને માતાએ ઠમઠોર્યો સુરતઃ શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં 3 વર્ષની બાળકી સાથે એક નશાખોરે અડપલા કર્યા. આ ઘટના મહિલા શૌચાલયમાં બની હતી. બાળકીની માતાને ખબર પડી જતાં માતાએ નશાખોરને ફટકાર્યો હતો.
સમગ્ર ઘટનાક્રમઃ સુરતની નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાં જૂની ઈમારતમાં આ શરમ જનક ઘટના ઘટી હતી. 3 વર્ષની બાળકી શૌચ કર્મ માટે મહિલા શૌચાલયમાં ગઈ હતી. એક નશાખોર વૃદ્ધે આ બાળકીને મહિલા શૌચાલયમાં જતા જોઈ. આ વૃદ્ધ પણ આ બાળકીની પાછળ મહિલા શૌચાલયમાં ગયો હતો. આ નશાખોરે એકલતાનો લાભ લઈ બાળકીને અડપલા કર્યા હતા. આ ઘટનાથી બાળકી હતપ્રભ થઈ ગઈ. ડરેલી બાળકીએ બુમાબુમ મચાવી દીધી. બાળકીનો અવાજ સાંભળીને માતા દોડીને મહિલા શૌચાલયમાં ગઈ હતી. આ દ્રશ્ય જોતા જ માતા ઉશ્કેરાઈ ગઈ હતી. માતાએ આ નશાખોર વૃદ્ધને બરાબરનો ઠમઠોર્યો હતો. પહેલા માતાએ લાફા અને ત્યારબાદ ચપ્પલથી નશાખોરને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિલય મીડિયામાં વાયરલ થયો છે.
ઉચ્ચ સ્તરીય તપાસના આદેશઃ માતાએ નશાખોરને ફટકાર્યો તેવો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતા જ હોસ્પિટલ તંત્ર એકશન મોડમાં આવી ગયું હતું. આ વીડિયો સુપ્રીન્ટેન્ડન્ટના ધ્યાને આવતા જ તેમણે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. તેમજ નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવી શરમ જનક ઘટના ફરી ન બને તે માટે જે તે અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી.
આ વીડિયોમાં એક મહિલા એક વૃદ્ધને ફટકારી રહી છે. આ વીડિયો ન્યૂ સિવિલ હોસ્પિટલના પરિસરનો હોય તેવું જણાય છે. મેં સમગ્ર ઘટનાની જાણકારી મેળવી છે. મહિલા શૌચાલયમાં આ શરમ જનક ઘટના ઘટી હોવાનું માલુમ પડ્યું છે. આ ઘટનાના ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દેવાયા છે. તેમજ નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવી ઘટના બીજીવાર ન બને તે માટે જે તે અધિકારી અને સુરક્ષા કર્મીઓને સૂચના આપી દેવાઈ છે...ગણેશ ગોવેકર(સુપ્રીન્ટેન્ડન્ટ, ન્યૂ સિવિલ હોસ્પિટલ, સુરત)
- Ahmedabad Crime : 5 વર્ષે પાપ પોકાર્યું, પાડોશીએ કરેલા અડપલાંને બેડ ટચ હોવાનું બાળકીને શાળામાંથી ખબર પડી
- Surat Crime News: ધો.3માં ભણતી બાળકી સાથે અડપલા કરનાર 36 વર્ષીય આરોપી ઝડપાયો