ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : દુષ્કર્મી આસારામની સંસ્થાની હિંમત તો જૂઓ, શાળામાં કાર્યક્રમ માટે માગી મંજૂરી પણ થયું કંઇક આવું... - શ્રી યોગ વેદાન્ત સેવા સમિતિ

ગાંધીનગર કોર્ટે દુષ્કર્મી આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. તેમ છતાં તેની સંસ્થાઓ હજી પણ સુધરી નથી રહી. સુરતમાં તેની સંસ્થા શ્રી યોગ વેદાંત સેવા સમિતિએ (Shri Yog Vedant Seva Samiti) 14મી ફેબ્રુઆરીએ માતૃપિતૃ વંદના કાર્યક્રમ માટે મંજૂરી માગી હતી. જોકે, હવે માત્ર 4 જ દિવસમાં (shikshan samiti rejects Matru Pitru Vandana) આ મંજૂરીને રદ કરી દેવામાં આવી છે.

દુષ્કર્મી આસારામની સંસ્થાની હિંમત તો જૂઓ, શાળામાં કાર્યક્રમ માટે માગી મંજૂરી પણ 4 જ દિવસમાં રદ
દુષ્કર્મી આસારામની સંસ્થાની હિંમત તો જૂઓ, શાળામાં કાર્યક્રમ માટે માગી મંજૂરી પણ 4 જ દિવસમાં રદ

By

Published : Feb 6, 2023, 6:56 PM IST

સુરતઃદુષ્કર્મના આરોપી અને કુખ્યાત એવા આસારામની સંસ્થા શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દર વર્ષે 14મી ફેબ્રુઆરીએ માતૃપિતૃ પૂજન કાર્યક્રમ યોજે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સંસ્થા સુરત મહાનગરપાલિકા સંચાલિત સરકારી શાળામાં આ કાર્યક્રમ યોજવાની હતી, પરંતુ સમિતિ દ્વારા અપાયેલી મંજૂરીને માત્ર 4 જ દિવસમાં રદ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમ માટે પહેલી ફેબ્રુઆરીએ મંજૂરી મળી હતી. જ્યારે 4 ફેબ્રુઆરીએ તો કાર્યક્રમ રદ કરી દેવાતા પરિપત્ર શાળાના આચાર્યોને મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચોઆસારામ કેસના સાક્ષીની હત્યાનો આરોપી હરિદ્વારથી પકડાયો, કેવી રીતે છુપાયો વર્ષો સુધી જાણો

કુખ્યાત આસારામને આજીવન કેદઃ થોડા દિવસ પહેલા જ સાધિકા સાથે દુષ્કર્મના કેસમાં આરોપી અને દુષ્કર્મી કુખ્યાત આસારામને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. તેમ છતાં કુખ્યાત આસારામની સંસ્થાની હિંમત તો જૂઓ. શ્રી યોગ વેદાંત સેવા સમિતિએ 14મીએ માતૃપિતૃ પૂજન કાર્યક્રમ યોજવા માટે મંજૂરી આપી હતી. નવાઈની વાત તો એ છે કે, આ સંસ્થાને મંજૂરી મળી પણ ગઈ હતી. જોકે, માત્ર ચાર જ દિવસમાં સમિતિએ આ મંજૂરીને રદ કરી દીધી હતી.

4 દિવસમાં મંજૂરી રદઃનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી વિમલ દેસાઈએ શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં 14મી ફેબ્રુઆરીએ શ્રી યોગ વેદાંત સેવા સમિતિ તરફથી માતૃપિતૃ પૂજન દિવસ ઉજવવા માટે મંજૂરી આપી હતી. સમિતિ સંચાલિત 327માંથી કેટલીક શાળાઓમાં આ કાર્યક્રમ યોજવાનો હતો. જોકે, સમિતિએ 1 ફેબ્રુઆરીએ આપેલી મંજૂરી 4થી ફેબ્રુઆરીએ રદ કરી દેવામાં આવી હતી. આ અંગે એક પરિપત્ર જાહેર કરી શાળાઓના આચાર્યોને પાઠવવામાં પણ આવ્યો હતો.

આ પણ વાંચોAsaram Rape Case: દુષ્કર્મ કેસ મામલે આસારામને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

રદ કરવા પાછળનું કારણ શું છે અમને ખબર નથીઃઉલ્લેખનીય છે કે, પરિપત્ર જાહેર કરી અગાઉ આપવામાં આવેલી મંજૂરી શા માટે રદ કરવામાં આવી છે. તે અંગે સમિતિના શાસનાધિકારી વિમલ દેસાઈને ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જોકે, તેમનો સંપર્ક થઈ શક્યો નહતો. બીજી બાજુ શ્રી યોગ વેદાંત સેવા સમિતિના સભ્ય ભદ્રેશ પટેલે જણાવ્યું હતું કે, અમે સરકારી શાળામાં છેલ્લા 3 વર્ષથી માતૃપિતૃ પૂજન કાર્યક્રમ યોજતા આવ્યા છે. અગાઉ અમને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ કયા કારણોસર આ મંજૂરી રદ કરવામાં આવી છે. તે અંગે અમે મૂંઝવણમાં છીએ. મંજૂરી શા માટે રદ કરાઈ છે તે અંગે પણ જાણ કરાવી નથી. અમે શિક્ષણ સમિતિના શાસન અધિકારીને જઈને મળીશું અને શા માટે મંજૂરી રદ કરાય છે તે અંગેની જાણકારી લઈશું.

ABOUT THE AUTHOR

...view details