ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat murder case: સુરતમાં માલિકની પત્નીની છેડતી કરનારને ચપ્પુ મારી પતાવી દેવાયો - સુરત હત્યા કેસ

સુરતના પાંડેસરા વિસ્તારમાં વધુ એક યુવકની હત્યાની (Surat murder case )ઘટના સામે આવી છે. પાંડેસરામાં રૂમ માલિકની પત્નીની છેડતી કરનારને ઠપકો આપનાર યુવકની ચપ્પુના 7 ઘા મારી હત્યા કરી દેવામાં આવી છે. પેટ અને છાતીના ભાગે ચાકુ મારી પતાવી દેવામાં આવ્યો. આ મામલે પાંડેસરા પોલીસ(Surat Pandesara Police ) મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Surat murder case: સુરતમાં માલિકની પત્નીની છેડતી કરનારને ચપ્પુ મારી પતાવી દેવાયો
Surat murder case: સુરતમાં માલિકની પત્નીની છેડતી કરનારને ચપ્પુ મારી પતાવી દેવાયો

By

Published : Feb 11, 2022, 5:02 PM IST

સુરત :પાંડેસરામાં રૂમ માલિકની પત્નીની છેડતી કરનારને ઠપકો આપનાર યુવકની (Surat murder case ) ચપ્પુના 7 ઘા મારી હત્યા કરી દેવામાં આવી છે. પેટ અને છાતીના ભાગે ચાકુ મારી પતાવી દેવામાં આવ્યો. ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક 108માં સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital )લાવતા ડૉક્ટરે મૃત જાહેર કર્યો. એક વર્ષ પેહલા પોતાના મૂળવતન ઉત્તરપ્રદેશથી સુરત રોજગારી માટે આવ્યો હતો.

આ પણ વાંચોઃસુરતમાં ગૃહપ્રઘાન હર્ષ સંઘવીના કુટુંબી કાકાની હત્યા

ચપ્પુના ઘા મારી હત્યા

પાંડેસરા વિસ્તારમાં વધુ એક યુવકની હત્યાની(Pandesara murder in Surat ) ઘટના સામે આવી છે. યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. આ મામલે પાંડેસરા પોલીસ(Surat Pandesara Police ) મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે .સાલું ક્રિશ્નાપાલ વર્માની સોમનાથ ગુપ્તાએ ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી દેતા તેનું મોત થયું હતું. આ અંગે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વધુમાં મળતી માહિતી મુજબ ચાલીમાં રહેતી મહિલા બાબતે ઝગડો થતા જોઈ લેવાની ધમકીઓ આપી ઝગડો થયો હતો અને તે ઝગડાની અદાવતમાં સાલું વર્માની હત્યા કરાઈ હતી. તેને ગળા તથા છાતીના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી દેવામાં આવતા તેનું મોત થયું હતું. મૂળ યુપીના વતની 22 વર્ષીય સાલું વર્મા ઉત્તરપ્રદેશ થી સૂરત રોજગારી માટે આવ્યો હતો.માતા-પિતા, અને 2 ભાઈ વતનમાં રહે છે. સાલું કલર ટેક્સ કંપનીમાં કામ કરતો હતો.

સોમનાથ દારૂનો બંધારણી હોવાનું બહાર આવ્યું

વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુપીનો વતની હતો. મકાન માલિકની પત્નીની છેડતી કરતા તેણે આરોપીને ઠપકો આપ્યો હતો. જેને લઈને ઝગડો થયો હતો અને વધુમાં જણાવ્યું હતું કે, હત્યા કરનાર સોમનાથ દારૂનો બંધારણી હોવાનું બહાર આવ્યું છે. રૂમ માલિકની પત્નીની છેડતીની બબાલમાં સાલુની હત્યા થઈ છે. પોલીસે સોમનાથને પકડી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. સાલુંની હત્યાની ખબર સાંભળતા જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

આ પણ વાંચોઃMurder case in Surat: સુરતના કીમમાં પત્નીની હત્યા કરનાર પતિની લાશ મળી

ABOUT THE AUTHOR

...view details