ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Murder case: મજૂરી કરી પરિવારને પૈસા મોકલવા ગયો હતો, થયો મોતનો ભેટો

સુરતમાં મજૂરી કરી પરિવારને પૈસા મોકલવા માટે યુવાન બસના કંડકટર પાસે ગયો હતો. જે દરમિયાન યુવાનને ત્રણથી ચાર ઈસમો દ્વારા ઢોર મારવામાં આવ્યો હતો. યુવકને ઢોર માર મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

મજૂરી કરી પરિવારને પૈસા મોકલવા ગયો હતો અને મોત મળ્યું
મજૂરી કરી પરિવારને પૈસા મોકલવા ગયો હતો અને મોત મળ્યું

By

Published : Apr 1, 2023, 4:00 PM IST

મજૂરી કરી પરિવારને પૈસા મોકલવા ગયો હતો અને મોત મળ્યું

સુરત:છેલ્લા 24 કલાકમાં પાંડેસરા વિસ્તારમાં ફરી એક વખત હત્યાની ઘટના બની છે. જેમાં એક વ્યક્તિને માર મારવામાં આવતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મજૂરી કરી પૈસા એકત્ર કર્યા બાદ આ પૈસા ઘરે મોકલવા માટે તે બસના કંડકટર પાસે ગયો હતો. તે દરમિયાન બસમાં ધક્કા મૂકી થતા ઝઘડો થયો હતો. તેમાં મૃતકને ત્રણ થી ચાર લોકોએ ઢોર માર મરાતા તેનું મોત નીપજ્યું હતું.પોલીસે આ સમગ્ર મામલે ત્રણ લોકોની અટકાયત કરી છે.

તપાસ હાથ ધરી:મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા 26 વર્ષના અનિલ ચેતનભાઇ ભુરીયા સુરતમાં છેલ્લા પાંચ વર્ષથી મજૂરી કામ કરતા હતા. મજૂરી કરીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવતો હતો. એમને બે વર્ષની દીકરી પણ છે. અનિલને ચાલુ બસમાં અજાણ્યા ઇસમો જોડે કોઈ વાતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તે ઈસમો દ્વારા બસમાંથી તેને નીચે ઉતારી ઢોર મારવામાં આવ્યો હતો. અનિલને ત્રણથી ચાર ઈસમો દ્વારા ઢોર મારવામાં આવ્યો હતો. યુવકને ઢોર માર મરાતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો Surat News : કોંગ્રેસ નેતા કનૈયા કુમાર સુરતની મુલાકાતે, સીતા માતાને યાદ કરી પીએમ મોદી પર નિશાન તાક્યું

ઢોર માર માર્યો:મૃતકના ભાઈ કાલુ ભુરીયા જણાવ્યું હતું કે દુકાનની સામે એ જ મારા ભાઈને ઢોર મારવામાં આવ્યો હતો. પોલીસ આરોપીઓને પકડીને લાવી છે એ જાણવા મળ્યું છે. ત્રણથી ચાર લોકોએ મારા ભાઈને ઢોર માર માર્યો હતો. તે ત્યાં બેભાન થઈ ગયો હતો અને ત્યારબાદ તેને સિવિલે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. તેને બે વર્ષની દીકરી છે જે હાલ મધ્યપ્રદેશ રહે છે. પાંડેસરા પોલીસ મથકના પી.એસ.ઓ રમેશભાઈ એ જણાવ્યું હતું કે બસની અંદર થયેલા ઝઘડા બાદ મૃતકને ત્રણથી ચાર લોકોએ ઢોર માર્યો હતો. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો Surat News : લોકસભા ચૂંટણી 2024નું લક્ષ્ય નક્કી, સુરત ભાજપની કારોબારી બેઠકમાં ચર્ચા

મોત નીપજ્યું: મૃતકના પરિચિત ભરત પટેલે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશથી નોકરી કરવા માટે સુરત આવે છે. 10થી 15 દિવસ નોકરી કર્યા બાદ જે પૈસા એકત્ર થાય તે બસથી તેઓ પોતાના વતન મોકલી આપે છે. કંડકટરને આપલે કરી આપતા હોય છે. કંડકટર તેમના ઘર સુધી પૈસા મોકલી આપે છે. જ્યારે અનિલ કંડકટર ને પૈસા આપવા ગયો ત્યારે બસમાં ધક્કા મૂકી થઈ અને ત્યારે વિવાદ સર્જાયો અને ત્યારબાદ ઝઘડો થઈ જાય છે. એ ત્રણથી ચાર લોકો તેને ઢોર માર મારે છે જેના કારણે તેનું મોત નીપજ્યું છે.

ABOUT THE AUTHOR

...view details