સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના અને ઘટાદાર વૃક્ષ કાપવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. બુધવારના રોજ ૬ઠ્ઠી નવેમ્બર છે અને ગુજરાત પર 'મહા' વાવાઝોડાની અસર પડે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.. જેને લઇ સુરત મહાનગર પાલિકા સજાગ બન્યું છે અને અગમચેતીના ભાગરૂપે વૃક્ષોનું ટ્રિમિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. 'મહા' વાવાઝોડાના કારણે ૭૫ થી ૯૦ કિ.મી.ની ઝડપનો પવન ફુંકાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત પર 'મહા' વાવાઝોડાની આગાહી, સાવચેતીના ભાગરૂપે મનપા દ્વારા કામગીરી પુરજોશમાં - મહા વાવાઝોડા
સુરત: દક્ષિણ ગુજરાત પર પણ 'મહા' વાવાઝોડાની અસર વર્તાઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા તકેદારી અને સાવચેતીના પગલાં ભરવામાં આવ્યા છે.
દક્ષિણ ગુજરાત પર 'મહા' વાવાઝોડાની આગાહી
ભારે પવન ફૂંકાવાના કારણે વૃક્ષો ધડી પડવાના બનાવો પણ બની શકે તેમ છે, જેના કારણે કોઇ જાનહાની ન થાય તેને ધ્યાનમાં લઇ પાલિકા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.