- સંક્રમણ ન ફેલાય તે માટે પાલિકાનો અનોખો પ્રયાસ
- પાલિકાએ લગ્નસ્થળ પર આપી ધન્વંતરી રથની સુવિધા
- દવાની જરૂર હોય તો આપશે નિઃશુલ્ક દવા
સુરત મનપાએ લગ્ન સ્થળે ધન્વંતરી રથ ઉભા રાખીને મહેમાનોના ટેસ્ટ કરાવવા માટેની તૈયારી બતાવી - કોવિડ ટેસ્ટ
કોરોના ફેઝ 2માં સતત કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે. આ વચ્ચે લગ્ન સિઝન શરૂ થતાં તંત્ર પણ એલર્ટ થયું છે. જેથી સુરત મહાનગરપાલિકાએ લગ્ન સ્થળે ઘન્વંતરી રથ ઉભા રાખીને મહેમાનોના ટેસ્ટ કરાવવા માટેની તૈયારી બતાવી છે. એટલે હવે લગ્ન સ્થળે મહેમાનો કોવિડ ટેસ્ટ કરવી શકશે.
સુરત : મહાનગરપાલિકાએ લગ્ન પ્રસંગમાં કોરોનાના લક્ષણ વિના આવતાં લોકોના ટેસ્ટ કરાવી શકાય તે માટે ધન્વંતરી રથની સુવિધા આપવા માટેની તૈયારી બતાવી છે. આ સુવિધા કોરોના ફેઝ 2માં લોકોને મળી રહે એ હેતુસર શરૂ કરવામાં આવી છે. કારણ કે, હાલ જ લગ્ન સિઝન શરૂ થઇ છે. કોરોના ગાઈડલાઈન મુજબ આમ તો પ્રસંગ માં 100 જેટલા મહેમાનો ભેગા થઈ શકે. પરંતુ લગ્નમાં અનેક લોકો સોશિયલ ડિસ્ટનસિંગ રાખતા નથી અને માસ્ક પહેરતા નથી. સુરતમાં લગ્ન પ્રસંગ થઈ રહ્યાં છે ત્યારે લગ્નમાં ભેગા થયેલા લોકોમાં સંક્રમણ ફેલાય નહીં તે માટે પાલિકાએ અનોખો પ્રયાસ કર્યો છે.