સુરતઃ કોરોના સંક્રમણ વચ્ચે સૌથી સુઃખદ સમાચાર છે કે લોકોને હવે ટૂંક સમયમાં વેક્સિનેશન મળી શકશે. સુરત મહાનગરપાલિકા દ્વારા આજે તમામ ઝોનમાં વેક્સીનેશનને લઈ ડ્રાય રન યોજવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જ્યારે લોકોને વેક્સિનેશન આપવામાં આવે ત્યારે કોઈપણ પ્રકારની સમસ્યા ઉભી ન થાય તે માટે સુરત તંત્ર દ્વારા વેક્સીનેશન ડ્રાય રન યોજવામાં આવ્યું છે. લોકોને વેક્સીનેશનનો બે ડોઝ આપવામાં આવશે. એક ડોઝ બાદ 28 દિવસ બાદ અન્ય ડોઝ આપવામાં આવશે. સુરતમાં 500 થી વધુ કેન્દ્રોમાં વેક્સીનેશન લોકોને આપવામાં આવશે.
ઝોનમાં વેક્સિનેશનને લઇ ડ્રાય રન
શહેરીજનોને વેક્સિનેશનમાં કોઈપણ અડચન ઉત્પન્ન ન થાય તે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સૌથી અગત્યની વાત આ છે કે આજે સુરત મહાનગરપાલિકા તમામ ઝોનમાં વેક્સિનેશન ને લઇ ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતુ. વેક્સિનેશન બાદ આ સેન્ટરમાં થોડી વાર માટે લોકોને રાખવામાં આવશે.
30 મિનિટ સુધી લોકોને વેક્સિનેશન બાદ આ સેન્ટરમાં રખાશે
સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં વેક્સીનેશનને લઈ ડ્રાય રનનું કરાયું આયોજન - સુરત મહાનગરપાલિકા
કોરોના સંક્રમણ વચ્ચે સૌથી સુઃખદ સમાચાર છે કે લોકોને હવે ટૂંક સમયમાં વેક્સિનેશન મળી શકશે. સુરત મહાનગરપાલિકા દ્વારા આજે તમામ ઝોનમાં વેક્સીનેશનને લઈ ડ્રાય રન યોજવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જ્યારે લોકોને વેક્સિનેશન આપવામાં આવે ત્યારે કોઈપણ પ્રકારની સમસ્યા ઉભી ન થાય તે માટે સુરત તંત્ર દ્વારા વેક્સીનેશન ડ્રાય રન યોજવામાં આવ્યું છે.
xz
સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આ ખાસ ડ્રાય રન માટે તમામ ઝોનમાં બે સેન્ટરમાં તૈયારીઓ કરવામાં આવી છે. 30 મિનિટ સુધી લોકોને વેક્સિનેશન બાદ આ સેન્ટરમાં રહેવાનું રહેશે. સેન્ટરમાં ત્રણ ભાગ કરવામાં આવ્યાં છે. જેમાં રજિસ્ટ્રેશન, વેક્સિનેશન અને ઓબ્ઝર્વેશનની સુવિધા લોકોને મળી રહેશે. કોઈ આડઅસર થાય તો સેન્ટરમાં જ સુવિધા ઉપલબ્ધ રહેશે અને સેન્ટરને અન્ય હોસ્પિટલ સાથે પણ જોડી દેવામાં આવ્યાં છે જેથી તાત્કાલિક સારવાર મળી રહે.
Last Updated : Jan 2, 2021, 1:39 PM IST