ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં એલીવેશન-ફસાડ ન હટાવનાર 298 માર્કેટને મનપાએ ફટકારી નોટીસ - surat news

રઘુવીર માર્કેટમાં લાગેલી આગના 2 મુખ્ય કારણ હતાં. પ્રથમ આ માર્કેટમાં ફાયર વિભાગ દ્વારા નિર્દેશ કરવામાં આવેલા સુરક્ષા સાધનો નહોતા અને બીજુ માર્કેટના બ્યુટીફીકેશન માટે ફસાદ લગાવવામાં આવ્યા હતા. બંને કારણોથી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.

aa
એલીવેશન અને ફસાડ ન હટાવનાર 298 માર્કેટોને મહાનગરપાલિકા ફટકારી નોટિસ

By

Published : Feb 20, 2020, 1:43 PM IST

સુરત: રઘુવીર માર્કેટમાં લાગેલી આગના 2 મુખ્ય કારણ હતા. પ્રથમ આ માર્કેટમાં ફાયર વિભાગ દ્વારા નિર્દેશ કરવામાં આવેલા સુરક્ષા સાધનો નહોતા અને બીજુ માર્કેટના બ્યુટીફીકેશન માટે ફસાદ લગાવવામાં આવ્યા હતાં. બંને કારણોથી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને કલાકો સુધી આગ ઓલવાઈ નહોતી.

એલીવેશન અને ફસાડ ન હટાવનાર 298 માર્કેટોને મહાનગરપાલિકા ફટકારી નોટિસ

ફસાડના કારણે ફાયર વિભાગના જવાનો જે પાણી ફોર્સનો મારો કરી રહ્યા હતા તે અંદર જઈ રહ્યું નહોતું. આ જ કારણ છે કે, શહેરમાં જેટલી પણ માર્કેટો અને શોપિંગ કોમ્પ્લેકસમાં બ્યુટીફીકેશન લઈ એલીવેશન અને ફસાદ લગાવવામાં આવ્યા છે. જેને હટાવવા માટે સુરત મહાનગર પાલિકા અને સુડા દ્વારા સંચાલકોને તાકીદ કરવામાં આવી હતી કે, તેઓ ધ્વારા બ્યુટીફીકેશન માટે લગાવવામાં આવેલા ફસાડ પોતે કાઢી લે. તેમ છતાં તંત્રના નિર્દેશને નિરસતા બતાવનાર સંચાલકો સામે કાર્યવાહી શરૂ કરાઇ છે. એલીવેશન અને ફસાડ ન હટાવનાર 298 માર્કેટોને નોટીસ અપાઈ છે. 298 પૈકી 127 જેટલી માર્કેટ ફાયર અવરોધક છે.

એલીવેશન અને ફસાડ ન હટાવનાર 298 માર્કેટોને મહાનગરપાલિકા ફટકારી નોટિસ
મહાનગરપાલિકાએ શહેરના તમામ માર્કેટ અને કોમ્પલેક્ષોને તાકીદ કરી હતી કે, 30 દિવસમાં વરસાદ હટાવી દેવાની કામગીરી કરવા સૂચન કર્યું હતું અને પોતે સર્વેની કામગીરી પણ હાથ ધરી હતી કે, શહેરમાં કેટલા એવા માર્કેટો છે. જેમાં ફસાડ લગાવવામાં આવ્યા છે.
એલીવેશન અને ફસાડ ન હટાવનાર 298 માર્કેટોને મહાનગરપાલિકા ફટકારી નોટિસ

આખરે દિવસ વીતી જતા પણ માર્કેટના સંચાલકો દ્વારા ફસાડ ન હટાવતાં આખરે પોતે મનપા મેદાનમાં ઉતરી છે. એક બાજુ નોટિસ પણ ફટકારી છેે. અને બીજી બાજુ જો બિલ્ડર અને મેનેજમેન્ટ દ્વારા ફસાડ દૂર નહીં કરાય તો મનપાએ પોતે ફસાડ હટાવાની કામગીરી કરવાની વાત કરી છે.

ABOUT THE AUTHOR

...view details