ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્વચ્છતા અગ્રેસર સુરતને નંબર 1 લાવવા મનપાનું જમ્બો સફાઈ અભિયાન

સુરત હંમેશા સ્વચ્છતામાં અગ્રેસર રહેતું શહેર છે, ત્યારે આ જ ઓળખ ટકાવી રાખવા ફરી સુરત મનપા દ્વારા સફાઇની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ શહેર સ્વચ્છતા આંકમાં સતત બે વખત સમગ્ર (cleanest city in country) દેશનું બીજા ક્રમનું (cleanest city in Gujarat) શહેર જાહેર થયું છે, ત્યારે આ આંકને ટકાવી રાખવા માટે ઝુંબેશ શરૂ ( First In Cleanliness Country) કરવામાં આવી છે.

સુરત શહેરની સુરત છે સ્વચ્છતા, સુરતને નંબર 1 લાવવા મનપાની જમ્બો સફાઈ અભિયાન
સુરત શહેરની સુરત છે સ્વચ્છતા, સુરતને નંબર 1 લાવવા મનપાની જમ્બો સફાઈ અભિયાન

By

Published : Dec 19, 2022, 5:41 PM IST

સુરતને નંબર 1 લાવવા મનપાની જમ્બો સફાઈ અભિયાન

સુરતગુજરાતમાં સ્વચ્છશહેરમાં(cleanest city in Gujarat) પહેલું નામ લેવામાં આવતું હોય તો તે સુરત છે. સુરતને દેશ લેવર પર સ્વચ્છતામાં (cleanest city in country)બીજા ક્રમનું સૌથી સ્વચ્છ શહેરનું સ્થાન મળ્યું છે. ત્યારે ફરી વખત આ સ્વચ્છતાની (cleanest city in country) રેસમાં આગળ રહે તે માટે સુરત મનપા દ્વારા સફાઇ ઝુંબેશ શરૂ( First In Cleanliness Country) કરવામાં આવી છે.

સંયુક્ત કામગીરીસુરત મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું, સેનિટેશન, વી.બી.ડી.સી., ડ્રેનેજ, લાઈટ, રોડ વિગેરે વિભાગ સાથે મળી રોડ સફાઈ, ડ્રેનેજ સફાઈ, ફૂટ-પાથ/લાઈટ રિપેરિંગ જેવી સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી. જેમાં કુલ 09 એરિયામાં કુલ 463 સફાઈ કામદાર/બેલદાર, 30 સુપરવાઈઝર, ૫૨ વાહનો દ્વારા અંદાજીત 32.50 મે.ટન જેટલો કચરો એકત્રીત કરી, વી.બી.ડી.સી. વિભાગ દ્વારા 6294 જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા 54 વેજીટેબલ માર્કેટ, 34 GVP ખાતે કુલ 89 CCTV કેમેરા દ્વારા કચરો ફેકનારનું મોનીટરીંગ કરી પેનલ્ટી કરવામાં આવે છે. તેમજ કેટલાક સ્લમ વિસ્તારમાં જરૂર જણાતા બે વખત સફાઈ કામદાર અને ડોર ટુ ડોર ગાડી મોકલી સફાઈ અને કચરાનો નિકાલ કરવામાં આવેછે.

સફાઈ અભિયાન સુરત

કામગીરી કરાઈસેન્ટ્રલ ઝોન દ્વારા રાણી તળાવ, વાકી બોરડી એરિયામાં 70જેટલા સફાઈ કામદાર/બેલદાર, 10 વાહન સાથે સફાઈ કરી 3.5 મે.ટન કચરો એકત્રીત કરી 150 સ્કે.મી. પેચવર્ક અને ડ્રેનેજ સફાઈ કરી વી.બી.ડી.સી. વિભાગ દ્વારા 1130 જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.

વરાછા એ ઝોન​વરાછા-એ ઝોન દ્વારા હળપતિવાસ, સારોલી એરિયામાં 45 જેટલા સફાઈ કામદાર/બેલદાર, 04 વાહન સાથે સફાઈ કરી 2.2 મે.ટન કચરો એકત્રીત કરી અને ડ્રેનેજ સફાઈ કરી વી.બી.ડી.સી. વિભાગ દ્વારા આ 155 જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

વરાછા બી ઝોનવરાછા-બી ઝોન દ્વારા રામનગર હળપતિવાસ, ઉત્રાણ એરિયામાં 70 જેટલા સફાઈ કામદાર/બેલદાર, 06 વાહન સાથે સફાઈ કરી 2.7 મે.ટન કચરો એકત્રીત કરી 60 સ્કે.મી. ફૂટપાથ,115 સ્કે.મી. પેચવર્ક અને ડ્રેનેજ સફાઈ કરી વી.બી.ડી.સી. વિભાગ દ્વારા 683 જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

રાંદેર ઝોનરાંદેર ઝોનદ્વારા રાખલ નગર, ભાઠા એરિયામાં 46 જેટલા સફાઈ કામદાર/બેલદાર, 04 વાહન સાથે સફાઈ કરી 0.7 મે.ટન કચરો એકત્રીત કરી 50 સ્કે.મી. ફૂટપાથ, 65 સ્કે.મી. પેચવર્ક અને ડ્રેનેજ સફાઈ કરી વી.બી.ડી.સી. વિભાગ દ્વારા 220 જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

​કતારગામ ઝોન​કતારગામ ઝોન દ્વારા ગૌતમનગર, ફુલપાડા એરિયામાં 26 જેટલા સફાઈ કામદાર/બેલદાર, 06 વાહન સાથે સફાઈ કરી 1.7 મે.ટન કચરો એકત્રીત કરી અને ડ્રેનેજ સફાઈ કરી વી.બી.ડી.સી. વિભાગ દ્વારા 248 જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

સફાઈ અભિયાન સુરત

ઉધના એ ઝોન દ્વારા પાંડેસરા હાઉસિંગ, પાંડેસરા એરિયામાં 61 જેટલા સફાઈ કામદાર/બેલદાર, 07 વાહન સાથે સફાઈ કરી 5.8 મે.ટન કચરો એકત્રીત કરી ફૂટપાથ, 86 સ્કે.મી. પેચવર્ક અને ડ્રેનેજ સફાઈ કરી વી.બી.ડી.સી. વિભાગ દ્વારા 916 જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

​ઉધના બી ઝોન​દ્વારા તલગપુર બસ સ્ટોપ, તલગપુર એરિયામાં 34 જેટલા સફાઈ કામદાર/બેલદાર, 03 વાહન સાથે સફાઈ કરી 3.5 મે.ટન કચરો એકત્રીત કરી ફૂટપાથ 10 સ્કે.મી. પેચવર્ક અને ડ્રેનેજ સફાઈ કરી વી.બી.ડી.સી. વિભાગ દ્વારા 311 જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી. ​

અઠવા ઝોન ​અઠવાઝોન દ્વારા અંબાનગર, કઠોદરા એરિયામાં 54 જેટલા સફાઈ કામદાર/બેલદાર, 09 વાહન સાથે સફાઈ કરી 1.8 મે.ટન કચરો એકત્રીત કરી ફૂટપાથ 32 સ્કે.મી., 54 સ્કે.મી. પેચવર્ક અને ડ્રેનેજ સફાઈ કરી વી.બી.ડી.સી. વિભાગ દ્વારા 972 જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

લીંબાયત ઝોનલીંબાયત ઝોન દ્વારા અનવર નગર, આજણા એરિયામાં 58 જેટલા સફાઈ કામદાર/બેલદાર, 03 વાહન સાથે સફાઈ કરી 9.5 મે.ટન કચરો એકત્રીત કરી ફૂટપાથ અને ડ્રેનેજ સફાઈ કરી વી.બી.ડી.સી. વિભાગ દ્વારા 308 જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details